________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાંરે જસ સેવાસેતી સ્વારથની નહિ સિદ્ધિ જો, ઠાલી રે શી કરવી તેહથી ગોઠડી રે લો, હાંરે કાંઈ જઉં ખાચે તે મીઠાઈને માટે જે, કાંઈ રે પરમારશ વિણ નહિ પ્રીતડી રે લો. ૩ હાંરે મારે અંતરજામી જીવન પ્રાણ આધાર જો, વાહ્યો રે નવિ જામ્યો કલિયુગ વાયરો રે લો, હાંરે મારે લાયક નાયક ભક્તવત્સલ ભગવાન જો, વારુ રે ગુણ કેરો સાહિબ સાગરો રે લો. ૪ હાંરે પ્રભુ લાગી મુજને તાહરી માયા જોર જો, અલગા રે રહેવાથી હોય ઓશીંગલો" રે લો. હાંરે કુણ જાણે અંતર્ગતની વિણ મહારાજ જજે, હેંજે રે હસી બોલો છાંડી આમલોર રે લો. ૫ હાંરે તારે મુખને મટકે અટક્યું મારું મન જો. આંખલડી અણીયાલી કામણગારીઆ રે લો, હાંરે મારા નચણા લંપટ જોવે ખીણ ખિણ તુજ જો, રાતા રે પ્રભુરૂપે રહે વારીયાં રે લો. ૬ હાંરે પ્રભુ અલગા તો પણ જાણજો કરીને હજુર જો, તાહરી રે બલિહારી હું જાઉં વારણે રે લો, હાંરે કવિ રૂપવિબુધનો મોહન કરે અરદાસ છે, ગિરૂઆથી મન આણી ઉલટ અતિ પણે રે લો. ૭ ૧-પ્રેમમાં અંતરાય. ૨-મનની ઢીલ ૩- આશક્ત. ૪-આપના સ્વરૂપે. 1 શ્રી શાંતિનાથપ્રભુના સ્તવનો-૧૯
શાન્તિ જિનેશ્વર સાચો સાહિબ, શાન્તિકરણ ઇન કલિમેં હો જિનાજી ૧ તું મેરા મનમેં તું મેરા દિલમેં, દયાન ધરું પલપલમેં હો ૨
For Private And Personal Use Only