________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શીતળતા ગુણ હોડ કરત તુમ, ચંદન કાહુ બિચારા? નામહિ તુમચા તાપ હરત હૈ, વાંકુ ઘસતા ઘસારા. ૫ કરહુ કષ્ટ જન બહુત હમારે, નામ તિહારો આધારા; જસ કહે જનમ મરણ ભય ભાંગો, તુમ નામે ભવપારા. ૬.
મુજ મનડામાં તું વસ્યો રે, ક્યું કુસુમમાં વાસ; અળગો ન રહે એક ઘડીરે, સાંભરે શ્વાસોશ્વાસ, તુજશું રંગ લાગ્યો રંગ લાગ્યો સાતે ઘાત, શ્રી જિનરાજ તુજશું રંગ લાગ્યો ત્રિભુવનનાથ. ૧ શીતલસ્વામી જે દિને રે, દીઠો તુમ દેદાર, તે દિનથી મન માહરૂં રે, લાગ્યું તાહરી લાર. તુજ ૨ મધુકર ચાહે માલતી રે, ચાહે ચન્દ્ર ચકોર, તિમ મુજ મનને પ્રભુ તાહરી રે, લાગી લગન અતિ જોર. તુજ. ૩ ભર્યા સરોવર ઉમટે રે, નદિયાં નીર ન માચ, તો પણ ચાચે મેઘકું રે, જિમ ચાતક જગમાંય તુજ ૪ ઇમ જગમાં પ્રભુ તમ વિના રે, મુજ મન નાવે કોચ, ઉદય વદે પદ સેવના રે, દીજે સન્મુખ ચ. તુજ૦ ૫
(રાગ-સિદ્ધારકના રે નંદન વિનવું) શીતલ જિનવર સાહિબ વિનવું, વિનતડી અવધાર; ભવમંડપમાં રે ફરી ફરી નાચતા, કિમહી ન આવ્યો પાર રે. શી. ૧ લાખ ચોરાશી રે યોનિમાં વળી,લીધાં નવ નવ વેશ; ભમતા ભમતા રે પુણ્ય પામીઓ, આર્ય માનવ વેશ. શી૨ તિહાં પણ દુર્લભ જ્ઞાનાદિ સાંભળી, જેહથી સીઝે રે કાજ; તે પામીને રે ધર્મ જે નવિ કરે, તે માણસને રે લાજ, શી. ૩
For Private And Personal Use Only