________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષયસુખ માની મોં મનમેં ગયો સબ કાલ ગફલતમેં, નરક દુઃખ વેદના ભારી, નિકલવા ના રહી બારી. ૩ પરવશ દીનતા કીની, પાપકી પોટ સિર લીની, ભક્તિ નહીં જાની તુમ કેરી, રહો નિશદિન દુખ ઘેરી. ૪ ઇસવિધ વિનતિ તોરી, કરૂં મેં દોય કર જોડી, આતમ આનંદ મુજ દીજો, વીરનું કાજ સબ કીજો. ૫
અજબ બની રે મેરે અજબ બની રે
- પ્રભુ સાથે પ્રીતી અજબ બની રે, અજબ બની પ્રભુ સાથે પ્રીતિ, તો મુજ દુર્ગતિની શી ભીતિ દેખી પ્રભુની મોટી રીતિ, પામી પૂરણ રીતિ પ્રતીતિ. ૧ જે દુનિયામાં દુર્લભ નેટ, તેં મેં પામી પ્રભુની ભેટ, આળસુને ઘેર આવી ગંગ, પામીચો પંથી સખા તુરંગ ૨ તિરસે પાયો માનસ તીર, વાદ કરંતા વાધી ભીર, ચિત્ત ચોર્યો સાજનનો સંગ, અણચિંત્યો મલ્યો ચડતે રંગ. ૩ જિમ જિમ નિરખું પ્રભુ મુખ નૂર, તિમ તિમ પાઉં આણંદપુર, સુણતાં જનમુખ પ્રભુની વાત, હરખે મારી સાતે ધાત. ૪ પાપ્રભ જિનના ગુણગાન, ગાતા લહીએ શિવપદવી અસમાન, વિમલ વિજય વાચકનો શીશ, રામે પાયો પરમ જગદીશ. ૫
(રાગ - સકલ સમતા સુરલતાનો) શ્રી પદ્મપ્રભ જિનરાજ શોભે, વદન શારદ-ચંદ રે ભવિક જીવ-ચકોર નિરખી, પામે પરમાનંદ રે-શ્રી પદ્મપ્રભ૦ ૧
For Private And Personal Use Only