________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગજીવન જગનો ધણી, તું છે જગ પ્રતિપાળો રે, નામ તુમ્હારૂં જે જપે, તે પામે સુખ વિશાળો રે. અજિત. ૩ સુરતરૂ-મણિ-સુરલતા, વછિત પૂરે એહો રે, તેહથી તુમ સેવા ભલી, શિવ-સુખ આપે જેહો રે. અજિત ૪ જે ભવિ તુહ સેવા કરે, તે લહે કોડિ કલ્યાણો રે, ત્રદ્ધિ સિદ્ધિ કીર્તિ ઘણી, તસ ધરે શુભ-મંડાણો રે. અજિત ૫
(રાગ- નગરમાહણ કુંડમા વસેરે મહાદ્ધિ બદષભદત્ત નામ) જીવડા વિષમ વિષયની હેવા, તુજ કાંઈ જાગે,
હજી કાંઈ જાગે - જીવડાવે અકળ સરૂપ અજિત જિન નિરખ્યો, પરખ્યો પૂરણ ભાગોજી. ૧ સરસ સુકોમળ સુરતરુ પામી, કંટક બાઉલ માગે; ઐરાવણ સાટે કુણ મૂરખ, રાસભ પુંઠે લાગે. જીવડા૦ ૨ ઘોર પહાડ ઉજાડ ઓલંધી, આવ્યો સમકિત માગે; તૃષ્ણાએ સમતારસ બિગડે કુંભ ઉદક જિમ કાગે જીવડા. ૩ જિમ કોઈક નર જાન લેઇને, આવ્યો કન્યા રાગે. સરસ આહાર નિદ્રાભર પોઢ્યો, કરડ્યો વિષયા નાગે. જી- ૪ વિજયાનંદન વયણ સુધારસ, પીતાં શુભમતિ જાગે; પાંચે ઇન્દ્રિય ચપલ તુરંગમ, વશ કરી જ્ઞાન સુવાગે જીવડા ૦૫ સમાવિજય જિન ગુણ કુસુમાવલી, શોભિત ભક્તિ પરાગે; કંઠે આરોપી વિરતિ વનિતા,વરી કેસરીએ, વાઘે. જીવડા૬
(રાગ-ટંટણaષીને કરુવંદના હું વારિ લાલ) અજિત જિનેશ્વર સાહિબા રે લોલ, વિનતડી અવધાર મારા વ્હાલા જીરે, હવે નહિ છોડુ તારી ચાકરી રે લોલ. ૧
For Private And Personal Use Only