________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીરે પ્રાણેશ્વર પ્રભુજી તમે, આતમના રે આધાર; હારે પ્રભુજી તુમે એક છો, જાણજો નિરધાર. ઘડીએ ૪ સાહિબા એકઘડી પ્રભુજી તુમ વિના, જાએ વરસ સમાન; પ્રેમ વિરહ હવે કેમ ખમું ? જાણો વચન પ્રમાણ. ઘડીએ ૫ સાહિબા અંતરગતની વાતડી, કહો કેને કહેવાય? વ્હાલેસર વીસવાસીચા, કહેતા દુઃખ જાય, સુણતાં સુખથાય. ઘડીએ ૬ સાહિબા દેવ અનેક જગમાં વસે, તેહની અદ્ધિ અનેક; તુમ વિના અવરને નહિ નમું, એવી મુજ મન ટેક. ઘડીએ૦ ૦ જીરે પંડિત વિવેકવિજય તણો, પ્રણમે શુભ પાય; હરખવિજય શ્રી બાષભના જુગતે ગુણ ગાય. ઘડીએ ૮
દાદા આદીશ્વરજી દૂરથી આવ્યો, દાદા દરિશન ધો; કોઈ આવે હાથી ઘોડે, કોઈ આવે ચઢે પલાણે; કોઈ આવે પગપાળે, દાદાને દરબાર; હાં હાં દાદાને દરબાર, દાદા આદીશ્વરજી. શેઠ આવે હાથી ઘોડે, રાજા આવે ચડે પલાણે; હું આવું પગ પાળે, દાદાને દરબાર. હાં હાં૦ ૨. કોઈ મુકે સોના રૂપા, કોઈ મૂકે મહોર; કોઈ મૂકે ચપટી ચોખા, દાદાને દરબાર. હાં હાં ૩ શેઠ મૂકે સોનારૂપા, રાજા મૂકે મહોર; હું મૂકું ચપટી ચોખા, દાદાને દરબાર. હાં હાં ૪ કોઈ માગે કંચનકાયા, કોઈ માર્ગે આંખ; કોઈ માગે ચરણની સેવા, દાદાને દરબાર. હાં હાં૫
For Private And Personal Use Only