________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આજ મહોદય મેં લો એ, પામ્યો પ્રમોદ રસાળ; પૂજો, મણિ ઉધોતગિરિ સેવતાં એ, ઘેરઘેર મંગળ માળ. પૂજો૮
વંદના વંદના વંદના રે, ગિરિરાજકું સદા મોરી વંદના, વંદના તે પાપ નિકંદના રે, આદિનાથકું સદા મોરી વંદના; જિનકો દરિસણ દુર્લભ દેખી, કીધી તે કર્મ નિકંદના રે. ગિo ૧ વિષય કષાય તાપ ઉપશમીએ; જિમ મલે બાવન ચંદના રે. ગિ ૨ ધન ધન તે દિન કહી હોશે; થાશે તુમ મુખ દર્શના રે.ગિ. ૩ તિહાં વિશાલ ભાવ પણ હોશે; જિહાં પ્રભુ પદકજ ફર્શના રે. ગિo ૪ ચિત્તામાંહેથી કબહુ ન વિસારું પ્રભુ ગુણગણની ધ્યાવના રે. ગિ. ૫ વળી વળી દરિસણ વહેલું લહીયે; એહવી રહે નિત્ય ભાવના રે. ગિ. ૬ ભવો ભવ અહીજ ચિત્તમાં ચાહુ મેરી ઔર નહિ વિચારણા રે.ગિo o ચિત્રગચંદના મહાવતની પેરે; ફેર ન હોય ઉતારના રે. ગિ. ૮ જ્ઞાનવિમલ પ્રભુ પૂર્ણકૃપાથી સુકૃત સુબોધ સુવાસના રે ગિ. ૯
૧૦)
બાપલડા રે પાતિકડા તમે, શું કરશો હવે રહીને રે; શ્રીસિદ્ધાચલ નયણે નિરખ્યો, દૂર જાઓ તમે વહીને રે. બાપ- ૧ કાલ અનાદિ લગે તુમ સાથે, પ્રીત કરી નિરવહીને રે; આજ થકી પ્રભુ ચરણે રહેવું, એમ શીખવીયું મનને રે. બાપ૦ ૨ દુષમ કાળે ઇણે ભરતે, મુક્તિ નહીં સંઘયણને રે; પણ તુમ ભક્તિ મુક્તિને ખેંચે, ચમક પાષાણ જેમ લોહને રે. બાપ૦ ૩ શુદ્ધ સુવાસન ચુરણ આપ્યું, મિથ્યાપક શોધનને રે; આતમ ભાવ થયો મુજ નિર્મળ, આણંદમય તુજ ભજને રે. બાપ૦ ૪ અક્ષય નિધાન તુજ સમકિત પામી, કુણ વંછે ચલ ધનને રે ? શાંત સુધારસ નયણ કચોળે, સીંચો સેવક તનને રે. બાપ૦ ૫
For Private And Personal Use Only