________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બરાસકસ્તુરીની વાર્તા.
(૧૨)
સાંભળ નારી સુલક્ષણી, આજ મુજને એવું મન. સંભોગ કરીએ આપણે, તું નારી ચતુરસુજાણ; જો પરમેશ્વર કૃપા કરે, તે પ્રગટ થાય સંતાન ત્યારે કળકળી ઘણું કામની, હંસને કર્યો ધીક્કાર; પુત્ર શોક તું નવ ધરે, કઠણ પુરૂષ અવતાર. ધીક્કાર હંસ છે તુજને, એવી બોલ્યા વાણ; માહારે સંગ કરવો નથી, નથી જોઈતું સંતાન,
પાઈ— ક્રોધ ચોથો મુજને અપાર, હંસને મેં કર્યો તિરસ્કાર; માહરે સંસાર શું સંબંધ નહિ. તારે ભેગની ઈચ્છા થઈ. કેમ સાંભરે નહિ તુજને તન, એવું કશું થયું કેમ મન. પુરૂષ જાત કઠણ નિરવાણ, હવે તજુ હું દેહથી પ્રાણ; હું મરું જઈ આપે આપ, હંસ શીર તારે પાપ. દવ બળતે તેને કામ મેં ઝંપલાવ્યું મુકી નામ; એ વાત માહારી ખરી કરી, આ રાજ કન્યા થઈને અવતરી તે હંસ પાછો મળે જ્યારે, તેને અમે પુછીશું ત્યાહ્યરે; તેને મહારી જે મળશે વાત, ત્યારે પરણશું તેની સાથ. આવી વાત મુજને ત્યાં કહી, શિખામણ તુજને દીધી તહીં, એ વાત રખે કે આગળ કરે, સુખે તમારે મદિર પરવરે. એની વાત તમ આગળ કહી, રખે તમે કોઈને કહેતાં નહી; તે માટે હજી કું વારી કન્યાય, તેથી પરણ્યાની કહે છે નાય કંઈ આવી ગયા રાજના તન, તે જુઠું બોલતા વચન; અમે પુર્વની જાણું વાત. પરણ અમારી સાથે વાત કરે ને જુદા પડે, તેને ઘાટ તે રાજા ઘડે; માનભંગ થઈ પાછા જાય, એમ કંઈક આવી ગયા રાજાય. એમ કહીને છાની રહી, ખરી નીશા રાજાની થઈ; એમ કહી કાણે ગયા, રાજા વજીર બે રમવા ગયા; કહે વજીર હવે સાચી વાત. એ નારી કેમ આવે હાથ; તેને કાંઈ કરીએ પ્રપંચ, જેમ ન
For Private And Personal Use Only