________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦) બરસ કસ્તુરીની વાર્તા. વીર ધીર રાજાન. સુંદર વન દાઠું જ્યાહરે, મન રળીઆત થયું ત્યાહરે; ફળી રહી ત્યાં ભાર અઢાર, સુંદર સુગંધી છે અપાર. વાર વન ચારોળી તણું; અખરોડ પરતાં બદામ ઘણું; દ્રાક્ષ માંડવ છે ઠામઠામ, આબુ જાંબુ એલચીનાં વન. ડમરે મરે કેતકીના વળી, ગુલાબ માલતી બહેકે ઘણી; દાડમડી જમરૂખને સીતાફળી, લવીંગ લતા રહી છે ઢળી. કેળના સ્થંભ ઓળા ઓળ, વીવીધ પંખી કરે કલેલ, જાવંતરી જાયફળનાં વૃક્ષ, નાળીએરી નારંગી દ્રાક્ષ ચુક સારીકા ચકેર, કોયલ મેના મધુરા મેર; ભમર ગુંજર કરે. છે ઘણું, શોર કલેક થાએ નહિ મણું. તે ઠામે એ આવ્યા વીર, ત્યારે મનમાં આવી ધીર; દેખી વન બહુ હર ભર્યા, ત્યારે અશ્વ થકી હેઠે ઉતર્યા.
દુહા--વીસ દહાડા એમ વહી ગયા, અશ્વ ઉપર અસ્વાર; એકવીસમે દહાડે ઉતર્યા, અશ્વ બાંધા તે ઠાર મુખ પખાલણ કીધું સહી, તેમાં કીધું સ્નાન; નિતકર્મ પિતે કર્યું, આપ સુરજને દાન. આસનાવાસના અશ્વની કરી, નિયાં ચાર ને નીર; નાનાં ફળ ભક્ષણ કર્યું, શુદ્ધ થયાં શરીર, શીતળ વાયુ આવે અતી, લાવે સુધી અપાર; સુતા સુખ પામ્યા બે ઘણું, નિદ્રા આવી તે ઠાર,
ચપાઈ–બીજા દીનને થયે પ્રભાત, સુતા ઉઠયા બે જણ સાથ; વળી ત્યાં કીધું સ્નાન, સુરજને દીધાં અર્ધ દાન. ફળ તણું કીધા અહાર, પાછા અસ્વ થયા અસ્વાર; વળી ખેડ ખેડ કરતા જાય. કોઈને ગણે નહીં લેખામાંય. એક દેશ મુકીને બીજે લે, પડે નીશા ત્યાં વાસે રહે, રાજકુવર તવ બે વાણ, સાંભળ પ્રધાનપુત્ર ગુણવાન, ઘર મુક્યાને થયા ત્રણ માસ, તેઓ આપણી નવ પિતી આશ; હવે દેહ તજુ સર્વથી, મને કરતુરાવતી મળવા
For Private And Personal Use Only