________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮ ) મુજબ બીજના વચલા દીંઠને અડીને બીજથી ઉગનાર ભાવી ઝાડની મુખ્ય ઇન્દ્રિયો જેને પિષક ઇન્દ્રિય કહે છે તે હોય છે.
ઉપર જણાવ્યું છે કે વટાણું અને વાલોળનાં બીઆળ પાંદડાં તે બીજમાંથી ઊગનારાં નવાં ઝાડને તેની બાલ્યાવસ્થામાં ખોરાક પુરો પાડે છે, પણ સર્વ જાતનાં એવાં ઝાડોને તેનાં બીઆળાં પાનમાંથી ખોરાક મળતું નથી, કારણ સર્વ જાતનાં બી. આળાં પાન ગરવાળાં હતાં નથી. એરડી અને નેપાળાનાં બીજ લઈને તપાસ તે જાણવામાં આવશે જે એનાં બીઆળાં પાંદડાં, વટાણું અગર વાલનાં બીઆળાં પાંદડાં જેવાં જાડાં અને ગરવાળાં હોતાં નથી. એરડી અને નેપાળાનાં બીઆળાં પાન ઘણું પાતળાં હોય છે, અને રંગે તે ધોળાં હોય છે, તો પણ તેમાં નાની ગોઠવણ સ્પષ્ટ હોય છે અને તે કાંઈક સાધારણું પાંદડાંને મળતાં હોય છે. એ એરડીનાં અને નેપાળાનાં બીજમાં મલાઈ જેવો ઘળે ૫દાર્થ હોય છે તેમાં એ બીજમાંથી ઊગનાર ભાવી ઝાડને તેની બાલ્યાવસ્થા માટેનો ખોરાક હોય છે. એ કારણથી એ બીજના બે વર્ગ કરવામાં આવે છે. એક વર્ગ જેનાં બીજ તેમાંથી ઊગનાર ભાવી ઝાડને તેની બાલ્યાવસ્થા માટેનો ખોરાક તેનાં બીઆળાં પાંદડાની બહારની બાજુમાં હોય છે તે. એ વર્ગનાં બીજને અંગ્રેજીમાં અલખ્યુમીનસ કહે છે. બીજા વર્ગનાં બીજ જેમાં એથી ઊલટી ગોઠવણ હોય છે, એટલે એમાં એ ખોરાક બીઆળાં પાનમાંજ હોય છે એવાં બીજને અંગ્રેજીમાં એકસ અલખ્યુમીનસ કહે છે.
ઉપર લખેલ વર્ગ શિવાય બીજના તેના જલદી કે મેડા ઉગવાના ગુણ ઉપરથી જુદા જુદા વર્ગ કરવામાં આવે છે.
For Private and Personal Use Only