________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૭૧ ) નવાં ઝાડ એની ડાળીઓના કટકા લગાડ્યાથી થાય છે એને પાણી આઠ દશ દિવસે મળે તે બસ
પાટલી. BIGNONIA SUAVEOLENS. (N. 0. Bignoniaceæ.)
પાટલીનાં ઝાડ ગુજરાત તથા કાઠીઆવાડમાં કવચિતજ જોવામાં આવે છે. કર્ણાટકમાં એ ઝાડ ઘણે ઠેકાણે છે. દક્ષિણમાં પણ એ કઈ કઈ જગે છે.
એ ઝાડ મોટું થાય છે. અને તેને ફૂલ હારશણગાર જેવા આકારનાં અને ઘણું આવે છે. એને રંગ લાખના રંગ જેવો હોય છે, અને તે ઘણાં નાજુક અને સુવાસિક હોય છે.
નવાં ઝાડ કલમના કટકા લગાડ્યાથી, અને બી વાવ્યાથી થાય છે. એના માટે કાળી ઊંચી જાતની જમીન જોઈએ અને એને પાણું છટ્ટ દિવસે દેવું જોઈએ.
કનક ચપે. PTEROSPERMUM ACEREFOLIA. (N. 0. Sterculiaceae)
એ એક અતિ સુંદર ઝાડ છે. એનાં પાન દશથી ચાદ ઇંચ સુધી લાંબાં અને છ થી દશ ઈચ સુધી પહેલાં હોય છે. એ પાનની ઉપરની બાજુને રંગ કાળાશ પર લીલે હોય છે, અને નિચેની બાજુને ધોળે હોય છે. એનાં ફૂલ ધેળા રંગનાં મેટાં હોય છે, અને તેને ઘણી ખુસ હોય છે. એ ફૂલની પાંખડી ચાર ઇંચ લાંબી હોય છે. એ ફૂલ નવેંબરથી માર્ચ સુધી આવે છે.
- નવાં ઝાડ બીજથી અને દાબની કલમથી થાય છે. એ ઝાડ ઉંચી જાતની પિચી જમીનમાં સારાં થાય છે. પાંદડાંનું
For Private and Personal Use Only