________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬૩ ) હોય છે. એ ઝાડ સીધું ઉગે છે, અને તેની ઉંચાઈ ૪૦ થી ૫૦ ફુટ સુધી હોય છે. - એના રસની તાડી, વાઈન, તથા ખાંડ થાય છે. એ જા. તનાં એક જોરદાર ઝાડનો રસ ચોવીસ કલાકમાં એકશો “પેન્ટ નિકળે છે. એના થડમાંથી સાબુખા પણ કાઢે છે. ડાકટર રાકશબર્ગ લખે છે કે, “એ જાતનાં જુનાં ઝાડના થડને ગર્ભ એટલે ધાન્યમય ભાગ ઉંચામાં ઉંચી જાતના સાબુચોખાની બરોબર છેએમ કહેવાય છે. હું જાણું છું જે એ પદાર્થ અતિ પૌષ્ટિક છે. મેં એની કાંજી ખાધી છે, અને તે આપણે મલાયા દેશમાંથી સાબુખા આણીએ છીએ તેની કાંજી જેવીજ હતી.”
ભરેલી માડનાં ઝાડ ગંડળના બગીચામાં છે. જુનાગઢ અને ભાવનગરના બગીચામાં પણ તે જોવામાં આવ્યાં હતાં. સહ્યાદ્રિમાં તેમજ મદ્રાસ ઇલાકામાં અને સિલોનમાં એનાં ઘણું ઝાડે છે.
એના પાદડાંના તંતુની દેરી કરે છે, અને તે તિરકામઠામાં તથા માછલાં પકડવાના ગળમાં વપરાય છે. તે પાણીમાં સડતી નથી. હાલમાં તે બ્રશ બનાવવાના કામમાં યુરોપમાં ઘણું વાપરે છે. એનાં ફળ બેર જેવાં હોય છે. તે ખવાતાં નથી. મુસલભાન લોકો તેની તસબી કરે છે. એ ઝાડને કેટલાએક ઈગ્રેજ લેક બેસ્ટર્ડ સેગો’ પણ કહે છે.
ભરેલી માડનાં નવાં ઝાડ બીજથી થાય છે. એનાં બીજી ઘણું કઠણ હોય છે. તે જમીનમાં વાવ્યા પહેલાં પંદર વીસ દિવસ પાણીમાં પલાળી રાખવાં પડે છે, અને તે ઉગતાં વાર લાગે છે. એ ઝાડ સાધારણ જાતની જમીનમાં થાય છે. ઝાડ મોટું થતાં સુધી આઠમે દિવસે ભરપૂર પાણું મળે તો બસ છે.
For Private and Personal Use Only