________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૮ ) એનાં નવાં ઝાડ બીજથી અને દાબની કલમથી થાય છે. એ ઝાડ ઊંચી જાતની રાતી જમીનમાં સારાં થાય છે, એને પાણી ચોથે પાંચમે દિવસે જોઈએ. એ ઝાડ ધીમું વધવાવાળું છે એવું જણાય છે.
ધોળે જાંબ. JAMBOSA ABLA. (N. 0. Myrtaceo.) એ ઝાડ સાધારણ કદનું થાય છે. એનાં પાન ઘણુંજ સુદર કાળાસપર લીલા રંગનાં હોય છે. વર્ષાદમાં એને ફાલ આવેલો હોય છે ત્યારે તો એ ઝાડ ઘણું જ ખુબસુરત દેખાય છે. એનાં ફળ સાવ નાનાં જામફળ જેવડાં થાય છે, અને તેને રંગ મીણ જે ધોળે અને ચળકતો હોય છે. એ ફળ ખવાય છે.
એ ઝાડો બીજથી થાય છે. ગોંડળના બાગમાં એના વેપા બીજથી કરવામાં આવ્યા હતા પણ તે હાલ જીવતા નથી. એ ઝાડ બગીચામાંની સાધારણ જાતની જમીનમાં થાય છે. એને પાણું છટ્ટે દિવસે જોઈએ. એ ઝાડ ઈડીઅન ચરચી પિલેગેનું વતની છે. આપણા દેશમાં એનાં ઝાડ મુંબઈ વિગેરે ઠેકાણે ધણાં છે.
લાલ જાંબ. JAMOSA AQUEA. (N. 0. Myrtaceo.) લાલ જબનું ઝાડ મોટું થાય છે અને તે હિંદુસ્થાનનું વતની છે. એનાં પાન મોટાં લાંબાં અને કાળાસપર લીલા રંગનાં હોય છે.
For Private and Personal Use Only