________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૫ ) ફળ સીતાફળથી ઘણું મોટાં હોય છે. તેને બહારની બાજુનરંગ રતાશવાળો હોય છે. સ્વાદમાં એનું ફળ સીતાફળથી ઉતરતું હોય છે. એ ઝાડને ખાતર સીતાફળી જેવું જ માફક આવે છે.
મામફળ. ANONA MURICATA. (N. 0. Anonace®.)
એ ઝાડ વેસ્ટ ઈડીજનું વતની છે. આપણા દેશમાં એના ઝાડ મુંબઈ વિગેરે ઠેકાણે જોવામાં આવે છે. ગંડળના બગીચામાં એનાં બે ત્રણ મોટાં ઝાડ હતાં પણ બે વર્ષ પહેલાં એ ઝાડે હતાં ત્યાં નવું ચકકર બનાવાનું ઠરતાં એ ઝાડે જ્યાં હતાં ત્યાંથી ફેરવવાં પડ્યાં અને એ ફેરવણમાં તે મરી ગયાં, હાલ ગોંડળના બગીચામાં એનાં નાનાં ઝાડ છે, અને તે સારી તનદુરસ્તિમાં છે.
મામફળનું ઝાડ આશરે દશ ફુટ ઊંચું થાય છે. તેનાં પાન ચળકતાં લીલા રંગનાં લારલના પાનનાં આકારનાં હોય છે. એનાં ફળ મોટાં હોય છે, અને પાકે ત્યારે તેને રંગ કાળાસપર લીલો હોય છે, અને તેના ઉપર દેખાવ કાંટા જેવો હોય છે. એ ફળ ખાધે ખટાસ સાથે મીઠું હોય છે, અને તેને સ્વાદ રામફળ - ગર સીતાફળથી સાવ ભિન્ન તરેહવાર હોય છે. એ ફળ વેસ્ટઈડીજમાં તાવમાં પણ ખવાય છે. એને વાસ પ્લાકકરંટ જેવો હોય છે. એનાં ફળ માર્ચમાં બેસે છે, અને જુન જુલાઈમાં પાકે છે. ઝાડ ઉપર ફળ હોય છે ત્યારે તે ઘણુંજ સુંદર દેખાય છે. એની અંદર બીજ સીતાફળનાં બીજ જેવાં જ હોય છે. એને ફાલ વર્ષમાં એકવાર આવે છે.
For Private and Personal Use Only