________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૮ ) એ ઝાડને મોહાર ઉનાળાની શરૂઆતમાં આવે છે, અને એને ફાલ વર્ષદની સરૂઆતમાં પાકવા લાગે છે. રાવણનું લાકડું ઈમારતના કામમાં આવે છે.
રાવણનાં નવાં ઝાડ બીજથી થાય છે. બીજ ચેમાસાની સરૂઆતમાં કયારામાં વાવી એ રેપ બાર મહિનાના થયેથી તેની દબો કાઢી જ્યાં જોઈતાં હોય ત્યાં ખાડા ખોદી તેમાં ફેરવવા. ઝાડ મોટું થતાં સુધી તેને આઠમે દિવસે પાણી દેવું. મોટું થયા પછી પાણીની જરૂર નથી. જે જમીનમાં પાણું નજીક હોય છે ત્યાં એ ઝાડ સારાં થાય છે. નદીનાળાંને કાંઠે એ જલદીથી વધે છે. એ ઝાડ કઠણ જાતનું છે, અને મોટું થયા પછી તેને કાંઈ મસાગતની જરૂર પડતી નથી.
એનીજ એક જંબુડાં કરીને જાત છે. તેનાં પાન લાંબા કણેરનાં પાનના આકારને મળતાં હોય છે. એનાં ઝાડ નાનાં થાય છે. વદમાં એને રાવણ જેવાં જ ફળ આવે છે. પણ તે ઘણાં નાનાં હોય છે, અને બિલકુલ સ્વાદિષ્ટ હોતાં નથી.
અંબાડાં. SPONDIAS ACUMINATA, (N. 0. Spondiaceæ.)
અંબાડાંનાં વૃક્ષ મોટાં થાય છે. કોકણું અને કર્ણાટકમાં એનાં ઘણું વૃક્ષ છે, એ આશરે ૪૦ ફુટ ઊંચાં થાય છે. એનાં પાંદડાં રામફળીનાં પાદડાં જેવાં હોય છે. પણ તે હમેશ લીલાં રહે છે. અંબાડાને મહોર આંબા જે આવે છે, અને એને ફાલ શિઆળામાં બેસે છે. એનાં ફળ સોપારીનાં ફળનાં આકારનાં જામફળ જેવડાં હોય છે. તેનું અથાણું થાય છે. કેટલાએક લોક તેની કઢી પણ કરે છે. તે સ્વાદે ખાટાં હોય છે.
For Private and Personal Use Only