________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૮
)
જાયફળ ઉતરે છે. બીજી જગ્યે જાયફળનાં સારાં ઝાડને બાર મહિને આશરે દશ પાઉન્ડ જાયફળ આવે છે એવું ગણાય છે. એ ઉપરથી જમેકા બેટ જાયફળનાં વાવેતરને કેવું માફક આવ્યું છે તેનું અનુમાન થશે.
જાયફળના ઝાડની મુખ્ય ત્રણ જાતે છે. એક નરજાયફળ, એક રાયજાયફળ અને ત્રીજું રાણુંજાયફળ. એમાં પહેલાં બે જાતનાં ઝાડનાં ફળ ઘણાં મોટાં અને ઈડાકૃતિનાં હોય છે.
ત્રીજી જાતનાં ઝાડનાં ફળ સાવ ગેળ અને નાનાં હોય છે. ફળ ઉપર જે વેષ્ટ હોય છે તે જ જાવંત્રી. મોટામાં મોટાં જાયફળ એક સમાં ચાર તોલે છે. સાવ ગેળ જાયફળ સારાં ગણાય છે. સારાં જાયફળમાં જરા ટેચિયે તે તેલ જે રસ નિકળવો જોઈએ. મોટામાં મોટાં જાયફળ એક પાઉન્ડમાં આશરે ૬૮ જાય છે. નાની જાતનાં એક પાઉન્ડના તેલમાં ૧૨૦ જાય છે. બજારમાં ઘણે ફેરે સડેલ જીવાતનાં છેવાળાં અને કેટલાંક તો એકવાર ઉકાળી તેનું તેલ કાઢી લીધેલ આવે છે.
વળી જગંલી જાતનાં જાયફળે મધ્ય આફ્રિકામાંથી આવે છે. લેફટનેન્ટ કયામેરાન તેની આફ્રિકાની મુશાફરીનાં વૃત્તાંતમાં લખે છે જે તેણે મધ્ય આફ્રિકામાં જંગલી જાતનાં જાયફળનાં ઝાડોની, મોટી ઝાડી જોઈ હતી. એ જંગલી જાયફળ લાંબાં હોય છે અને તે સાચાં જાયફળ જેવાં સ્વાદિષ્ટ હોતાં નથી.
ઝાડ ઉપરથી જાયફળ ઉતારી લીધા પછી તેના ઉપરની જાવંત્રી જુદી કરે છે. અને તેને સુકવી મીઠાનાં પાણીમાં બળી ફરીથી સુકવે છે. મીઠાનાં પાણીમાં બેળ્યાથી તે ઘણી મુદત બગડતી નથી અને તેને સ્વાદ જતો નથી. કેટલીક જગ્યે એનાં
For Private and Personal Use Only