________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૨ ) તેવાં થશે. પણ મી. ફરમીંજર લખે છે જે ઉપરની રીતે મારૂં • અનેનસનું વાવેતર ઘણું ફતેગંદી ભરેલું ઉતર્યું નહતું , કારણ એ
પ્રમાણે વધુ પડતું ખાતર દીધાથી મારાં અનેનસનાં ઝાડ સડવા “ લાગ્યાં. અનેનસની જમીનને પાંદડાંનાં તથા સડેલ છાણનાં ખા“ તરમાં રેતી ભેળવીને તે મિશ્રણનું ખાતર દીધાથી પૂર્ણતામાં “ઉગે છે એવું જણાયું છે.
અનેનસનાં ફળ ઉપર જે પાંદડાં હોય છે તે ઘણું ઉપચોગી છે. એ પાંદડાંનાં તંતુની ઘણીજ સારી અને મજબૂત દેરી તથા દેરડાં થાય છે. એનું સવા ત્રણ ઇંચ ઘેરવાળું દેરડુ ૧૭ હંડરવેટ સુધીનું તેલ ખમી શકે છે એવું અનુભવથી સિદ્ધ થયું છે. વળી એના તંતુનાં ઊંચી જાતનાં કપડ પણ બનાવવામાં આવે છે. તેને પાઈના મસલીમ કહે છે અને તે ઘણું કિમતી હોય છે. ફિલપાઇન લેક એનાં કપડાં ઉપર સેનેરી ભરત ભરી તેનાં કપડાં કરે છે, તે દરેક કપડાંના સેટની કિંમત બસે બસ પાઉન્ડ સુધી આવે છે.
તાડ. PALMYRA. (N. 0. Palma.) તાડનું ઝાડ ઘણું ઉચું થાય છે પૃથ્વી ઉપરના તમામ ઉષ્ણ દેશોમાં એ થાય છે, ફક્ત મદ્રાસ ઇલાકામાંજ દશ હજાર એકર જમીનમાં એની લાગવડ કરેલી છે. કોંકણમાં તે એ તાડનાં ઝાડ ડુંગર ઉપર પણ ઉગે છે.
તાડના ઝાડમાં નર અને નારી એવી બે જાતો છે. નર જાતનાં ઝાડને ફળ બેસતાં નથી, તેથી તેને બળતાડ કહે છે. નારી જાતનાં ઝાડને ફળ આવે છે તેથી તેને ફળતાડ કહે છે.
For Private and Personal Use Only