________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૦ ) માફક આવે છે એટલે દરિઆ કિનારા નજીકની જમીનમાં તે સારાં થાય છે. જમીનના ગુણ તથા ભશાગતના પ્રમાણમાં તેનાં ફળ નાહાનાં મોટાં થાય છે. સિંગાપુરના બાગમાં અને નસનાં ફળ ચાર ચાર ફુટ લાંબાં અને નવ દશ ઈચ વ્યાસનાં થાય છે. આ પણું દેશનાં ફળ એવાં મોટાં જોવામાં આવેલ નથી.
અને નસના ઝાડની બાજુનાં ફર્ણ વાગ્યાથી તેને બાર માસથી અઢાર મહિના સુધીમાં ફળ બેસે છે. પણ તેનાં ફળ ઉપરનાં પાંદડાના ગુચ્છા વાવ્યાથી જે ઝાડ થાય છે તેને ફળ ત્રીજે વર્ષે બેસે છે. એટલે બનતાં સુધી એનાં ફર્ણજ વાવવાં જોઈએ.
અનેનસનાં ફળ તેના થડથી કાપી લીધા પછી તેના ઉપર જે પાંદડાં હોય છે તે કાઢી નાંખવાં એટલે એ ફળ જલદી પાકે છે અને વધારે સ્વાદિષ્ટ થાય છે. કારણ જો એ ફળ ઉપરનાં પાંદડાંના ગુચ્છા તુરત કાઢી નાંખવામાં નહીં આવે તો તે એ ફળમાંથી પિષણ લેય છે અને તેથી કરીને એ ફળને સ્વાદ ઓછો થાય છે.
એ ઝાડને ફળ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં બેસે છે અને તે આગષ્ટ અને સપ્ટેમ્બરમાં પાકે છે. ફળ કાપી લીધા પછી તે જમીનમાં રહેલ હો સપ્ટેબર અને અર્ટોબર મહિનામાં જોરથી ફુટ કરે છે. એવાં ઠુંઠાંથી ફુટેલ ઝાડને કઈ વખતે ફળ વળતા શિયાળાની મોસમમાં પણ બેસે છે. - એનું એક વાર જે જગ્યે વાવેતર કર્યું હોય તે જગ્યું એ રીતે ઘણું વર્ષ સુધી નવેસર વાવેતર કર્યા સિવાય એને ફલ આવ્યા કરે છે.
કેટલીએક જ એનાં કેતકી જેવાં બેટડાં જામે છે. બ્રહ્મ દેશમાં એવાં અને નસનાં ઘણાં બેટડાં છે. મલાક બેટમાં તે
For Private and Personal Use Only