________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૧ ) તેનું, અગર એકલી રાખનું ખાતર નાખી તે ઉપર એ નારીએળ ફુટ ફુટને છેટે આડાં મૂકવાં. બે નારિએળ વચ્ચે એ ચરમાં જ રહે તે વેકુળથી ભરવી અને એ જમીન નિચે આશરે બે બે ઇંચ દટાય એટલી માટી તે ઉપર નાખવી અને તેને બીજે ત્રીજે દિવસે, જમીન હમેશ બિની રહે. એટલું પાણી દેવું એટલે છ મહિનામાં એના ગરજા નિકળશે અને એ રોપા બાર મહિના પછી જાથે જ્યાં વાવવા હેય ત્યાં ફેરવવાને લાયક થશે. એ ફળ વાવતી વખતે તેને ઉપર લખેલ ખાતર દેવાને મુખ્ય હેતુ તેને ઉધી અગર બીજી છવાત નુકસાન થાય નહીં એ છે. એ રેપા કરવાની જગ્યા તે ઉપર સપ્ત તડકે આવે નહીં એવી પસંદ કરવી જોઈએ. કેટલીએક જગે એ રે પાને ત્રણ પાન આવે એટલે જાણુની જગ્યામાં ફેરવે છે. કેટલીએક જગે બે વર્ષના થાય ત્યારે ફેરવે છે. અને કેટલીક જગે તે ત્રણ વર્ષના થાય એટલે ફેરવે છે.
કેટલાએક લોક વાવવાનાં નારિએળ નકરી વેકુળમાંજ વાવે છે અને કેટલાએક તો બે બે નારિઓળના જેટા ખુલ્લી હવામાં જ્યાં તેના ઉપર ઓસ અને વર્ષદ પડે એવી જગ્યે ટિંગાડી રાખે છે અને ત્યાં તેને ગરજા સુકી તેના રોપા તૈયાર થાય છે. પણ પ્રથમ લખેલ રીત ઉત્તમ છે.
રોપા માટે નારિએળ વાવવાને જાનેવારીથી એપ્રીલ સુધી, અને જ્યાં વર્ષદ વિશેષ હેતો નથી ત્યાં આગષ્ટ એ મહીને પણ ઉત્તમ ગણાય છે. રેપા જાશુની જગ્યામાં ફેરવવાને જાનેવારીથી મે સુધી અને અકબર અને નવેમ્બર એ મહિના ઉત્તમ ગણું ય છે.
For Private and Personal Use Only