________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૧ ) નીચે લખેલ માહિતી આપણા જુના સંસ્કૃત ગ્રંથમાં છે.
જે ઝાડ અગ્નિથી દાઝયું હશે તેને કુપણ જળ તથા દૂધ આપવું અને કમળની ગાંઠ ખાંડી તેને લેપ એના થડને લગાડે એટલે એ દાઝી ગયેલ ઝાડને સારાં પાન ફુટશે.
વિજળીથી દાઝી ગયેલ ઝાડને નાગરમોથ, વાળ, મધ, મગ, અડદ, તલ અને ઇન્દ્રજવ, એનું ચૂર્ણ કરી તે તથા દૂધ ઉપરા ઉપર દેવું એટલે એ ઝાડ સારૂં થશે.
સાબરીની છાલ, હળદર, તલ, હરડાં, બહેડાં, આમળાં, પુલિંજન, સંધવ, એ મિશ્ર કરી તેને લેપ કપાસના છોડને દી. ધાથી તે છોડને શુક પક્ષિના રંગ માફક લીલા રંગને કપાસ આવશે. મંજીષ્ટ (મજીઠ), ઈન્દ્રજવ, અંકેલિનો રસ, ગળેનાં અથવા મહુડાનાં પાન અને માનસિલ, એ સર્વ સારી પેઠે ગાયના, બકરીના, ગાડરના અને હરણના દૂધમાં મિશ્ર કરી તેને લેપ કપાસના છોડને દેવો એટલે તે છોડને કપાસ ઘણે અને વાદળી રંગનો આવશે.
કમળની ગાંઠ તેના દીંક સાથે કાઢી તેની પિલી નળીમાં આપણે જે જે રંગનાં ફળ જોઈએ, તે તે રંગ ભરવા. અને તે સુતરથી બાંધી તે ઉપર ઘી અને મધનો લેપ દઈને ગાંઠ વાવવી, એટલે તેને ઇચ્છિત રંગનાં ફળ આવશે.
ગલના કંદમાં તે ચીરી જુદા જુદા રંગ ભરી વાવવાં એટલે તેને જુદા જુદા રંગનાં ફૂલ આવશે.
સસલાંનું લોહી તથા કાચબાના લોહીમાં આંબાની ગોઠલી બળી વાવવી અને તેના ઉપર દૂધ છાંટવું એટલે આંબાના ઝાને બારે માસ ફળ આવશે.
1 ts
For Private and Personal Use Only