________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ) પ્રકરણ ૧૬ મુ.
પરચુરણ માહિતી. SUNDRY INFORMATION.
ગ્રાફટ ઉપર લગાડવાની માટી, બળધનું છાણ એક ભાગ અને રાતી અગર ઘોળી મારી બે ભાગ લઈ તેમાં પાણી નાંખી તે જેમ થાપ કરવા માટે માટી તૈયાર કરે છે તેવી કરવી અને તે ગ્રાફટ ઉપર લગાડવી. ઝાડના જખમ ઉપર પણ એ લગડ્યાથી જખમ રૂઝી આવે છે.
ગ્રાફટ ઉપર લગાડવાનું ગાન પહેલી રીત–રાળ અને પિચ ભાગ ૪, મધમાંખીનું મીણ ભાગ ૨, ચરબી ભાગ ૧, એ સર્વ એકત્ર કરી એક વાસણમાં દેવતા ઉપર મુકી તે પિગળાવવાં અને એ મિશ્રણ એક ટિનના ડ
બ્બામાં મુકી રાખવું. જ્યારે ખપ પડે ત્યારે જરા રિનું કરી ગ્રાફટ ઉપર લગાડવું.
બીજી રીત–કાળો પિચ ભાગ ૨૮, બરગંડી પિચ ભાગ ૨૮, પીળું મીણ ભાગ ૧૬, ચરબી ભાગ ૧૪, અને પીળી મુલતાની માટી ભાગ ૧૪, એ સર્વ એકત્ર કરી એક વાસણમાં દેવતા ઉપર મુકી તે પિગળી સારી પેઠે મિશ્ર થાય તેમ કરવું. બાદ એક ટિનના ડબ્બામાં ભરી રાખવું અને જ્યારે ખપ પડે ત્યારે જરા ઉનું કરી પીગળાવી ગ્રાફટ ઉપર ચોપડવું. - ત્રીજી રીત–રાળ, મધમાંખીનું મીણ, ચરબી અને ટરપેન્ટાઈન સરખે ભાગે લઈ એક ઠામમાં ધીમી આંચે પિગ
For Private and Personal Use Only