________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૬૦ :
નમિ રાજર્ષિનું સંક્ષિપ્ત વૃત્તાંત જ્યારે માણસ માં હોય ત્યારે જરા પણ અવાજ તેને અપ્રિય લાગે છે. પાંચશે સ્ત્રીઓ સુખડ ઘસતી હોવાથી અને દરેક રાષ્ટ્રના હસ્તમાં કંકણ–બલેયા હોવાથી તેને ખૂબ જ અવાજ થવા લાગ્યો. દાહની બળતરામાં આ અવાજે વધારે કર્યો. રાજાથી ન રહેવાયું–તેણે આદેશ કર્યો આ શેને ઘોંઘાટ છે? બંધ કરે, મારું માથું ફરી જાય છે
સ્ત્રીઓ ચતુર હતી. તેણે વધારાના ચૂડા ઉતારી નાખી ફક્ત સૌભાગ્યનું ચિહ્ન એક એક વલય રાખ્યું અને ચંદન ઘસવા લાગી. અવાજ બંધ થઈ જતાં રાજાએ પૂછયું-અવાજ કેમ બંધ થઈ ગયો ? વૈદરાજે ખૂલાસો કર્યો
આપની પાંચસેં સ્ત્રીઓ ચંદન ઘસતી હતી તેને એ અવાજ હતો.” શું સ્ત્રીઓ ચંદન ઘસતી બંધ થઈ ગઈ ?” રાજાએ ફરી પૂછયું વૈદરાજે કહ્યું–“ના, ચંદન તે ઘસે છે, પણ સર્વ ચૂડા કાઢી નાખી કક્ત એક સૌભાગ્ય કંકણુ જ રાખ્યું છે, જેથી અવાજ આવતો નથી.”
આ ખુલાસાથી નમિ રાજવીના મનમાં વિચારનું ઘર્ષણ જાગ્યું. ખરી શાંતિ એકમાં જ છે તેની પ્રતીતિ થઈ. અનેક છે ત્યાં ખડખડાટ છે; એક છે ત્યાં આનંદ છે. આમ એકત્વની વિચારણા કરતાં કરતાં દાહને વ્યાધિ ભૂલી જવાય અને આત્મ-ચિંતનમાં ગરક થઈ ગયા. એ વિચારમાં ને વિચારમાં તેમને કયારે ઊંઘ આવી ગઈ તેને પણ ખ્યાલ ન રહ્યો.
સવારે જાગતાં જ એકત્વને અમલ કર્યો. સર્વ રાજપાટ, વૈભવ, સ્ત્રીઓ, કુટુંબ-કબીલ વિગેરે અનેકને છોડી એક આત્માની સાધનામાં જ લયલીન બની જઈ, સંયમ સ્વીકારી, પ્રત્યેકબુદ્ધ થઈ એક્ષલક્ષ્મીને પ્રાપ્ત કરી શક્યા.
S
For Private and Personal Use Only