________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૫૮ ?
મનુષ્યભવની દુર્લભતાનાઅને ચાર જમણી બાજુથી એમ આઠ ચક્ર ફરતાં હોય છે. નીચે તેલની કડાઈ હોય તેમાં આઠે ચક્ર ને પૂતળીનું પ્રતિબિંબ પડતું હોય. સ્થંભના મધ્ય ભાગમાં એક ત્રાજવું હોય તેના બે પલ્લામાં બે પગ રાખીને ઊભા રહેવું અને નીચેના પ્રતિબિંબમાં જોઈ એવી રીતે ધનુષ્યમાંથી બાણ છેડવું કે જેથી પૂતળીની ડાબી આંખ વીંધાઈ જાય.
આ કાર્ય અતિ દુર્લભ છે તેમ માનવભવ મળ પણ અતિ દુલભ છે.
(૮) કૂર્મ–ચંદ્રદર્શન–ગાઢ જંગલમાં પાણીને ઊંડે ધરે હતો. અને તેમાં અનેક જાતના જળચરે વસતા હતા. ધરા વહેતો ન હોવાથી આ તેના મથાળે જાડી સેવાળ જામી ગઈ હતી. પવનના ગે સેવાળ આમતેમ થઈ જતાં એક છિદ્ર પડ્યું અને તે સમયે અચાનક એક કાચબો આવી ચઢયો. તેણે તે છિદ્રમાંથી આકાશમાં પૂર્ણિમાને ચંદ્ર જોયે. સંપૂર્ણ થાળી જેવો ગોળ ચંદ્ર તેણે જિંદગીમાં કદાપિ જોયો ન હતો એટલે તે અત્યંત આનંદિત થશે અને આવું અદ્દભુત દૃશ્ય પોતાના કુટુંબીઓ જોવે તે સારું એમ વિચારી પિતાના કુટુંબીને બેલાવવી તળિયે ગાયો, તેવામાં પવનને ફરી આવેલા ઝપાટાથી તે છિદ્ર પૂરાઈ ગયું. કાચબા ઉપર આવ્યો ને પેલું છિદ્ર શોધવા લાગ્યો, પણ નિરાશ, બની ગયો.
વિચારવાનું એટલું કે-કંદાપિ કાળે પવનના યોગે છિદ્ર પડે તે ત્રિ અંજવાળી ન હોય, રાત્રિ અંજવાળી હોય તે પૂર્ણિમાને યોગ ન હોય, કદાચ પૂર્ણિમા હેય તે વાદળાથી રહિત ન હોય. આ પ્રમાણે આ ચંદ્રદર્શન દુર્લભ છે તેમ માનવભવ મળે ખરેખર દુર્લભ છે. . (૯) યુગ (સમોલ – બળદની ખાંધે જે ધોંસરી મૂકવામાં આવે છે તેને યુગ કહેવામાં આવે છે. આ યુગમાં એક છિદ્ર હોય છે અને બળદ આઘો-પાછો ન થઈ જાય તે માટે તેમાં એક નાને લાકડાને દંડિકે ભરાવવામાં આવે છે જેને “સમલ” કહેવામાં આવે છે.
For Private and Personal Use Only