________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
–સ
ઝા ય
: ૧૫૧ :
વળી ગર્ભસ્થાનમાં કોઈ ઉત્તમ છવ આવી જાતની અસહ્ય પીડા સહન કરીને વિચારે કે-આ ગર્ભસ્થાનમાંથી બહાર નીકળીને હું એવું ધર્માચરણ-પુણ્યકર્મ કરું કે જેથી ફરી મારે અવતાર જ ન લેવો પડે. (૩૬).
ગર્ભાવાસની અસહ્ય અને અકથ્ય પીડા સંબંધી કહ્યું છે કે–સાડાત્રણ ક્રોડ રેમમાં એક જ વખતે અત્યંત તપાવેલી સોય ભોંકવામાં આવે અને જે પીડા થાય તેના કરતાં આઠગુણ પીડા ગર્ભમાં થાય. (૩૭)
માતા જે ભૂખી રહે તો બાળકને પણ ભૂખ્યું રહેવું પડે. જે માતા સુખમાં દિવસ વીતાવે તે ગર્ભને પણ સુખ થાય. માતા સૂવે ત્યારે બાળક પણ સૂઈ જાય. એ પ્રમાણે ગર્ભવાસમાં પરવશપણું– પરાધીનપણું જ છે. (૩૮)
ગર્ભમાં જે દુઃખ છે તેના કરતાં લાખગણું વિશેષ દુઃખ જન્મતી વખતે થાય છે, પરંતુ આ પ્રાણુની એવી મુગ્ધાવસ્થા છે કે-જન્મ થતાની સાથે જ તે બધું દુઃખ ભૂલી જાય છે. ખરેખર મેહાવસ્થાને ધિકાર છે ! (૩૯).
મળ-મૂત્રરૂપી અશુચિમાં ઉપજે, અને અશુચિદ્વારા જ પિંડનું પોષણ કર્યું. ખરેખર ગર્ભાવસ્થામાં સુચિ–પવિત્રતાનો અંશ પણ રહેતો નથી. (૪૦)
જન્મ્યો ત્યારે રુદન કરતાં કરતે જન્મે એટલે માતા તેને સ્તનપાન કરાવે છે અને ધાવણુ મળતાં જ શાંત થઈ જાય છે. (૪૧)
પછી તો દિવસે-દિવસે વૃદ્ધિ પામતો જાય છે, કઈ કઈ જાતની ચેષ્ટા કરે છે, માતા પિતા પણ તેને લાડકોડ પૂર્ણ કરે છે. (૪૨)
સ્ત્રીને બાર છિદ્વારા અને પુરુષને નવ છિદ્રારા હંમેશાં મળદુધ ઝર્યા કરે છે. (૪૩)
ચામડીથી ઢંકાયેલા આપણું આ દેહમાં અત પ્રકારની ધાતુ છે, સાતસો નાડીઓ છે, નવસે નારાં છે, ત્રણસે અસ્થિ-હાડકાં છે,
For Private and Personal Use Only