________________
જ્ઞાનભંડારનું અવલોકન.
પ્રસ્તુત પુરાતન હસ્તલિખિત જૈન જ્ઞાનભંડારનું અવલોકન લખવા પહેલાં તેવા પ્રાચીન જ્ઞાનભંડાની સ્થાપના અને તેના રક્ષણને લગતે કેટલેક પરિચય આપવો એ અસ્થાને ન જ ગણાય.
જ્ઞાનભંડારેની સ્થાપના, પુરાતન હસ્તલિખિત તાડપત્રીય, કપડાનાં તેમજ કાગળનાં પુસ્તકના અંતમાં દષ્ટિગોચર થતા અનેક નાના મોટા ઉલ્લેખો તથા આચાર્ય ઉદયપ્રભકૃત ધર્માલ્યુદય (વસ્તુપાલચરિત્ર), પ્રભાવકચરિત્ર, જિનહર્ષકૃત વસ્તુપાલચરિત્ર, કુમારપાલપ્રબંધ, સુકૃતસાગર મહાકાવ્ય, ઉપદેશતરંગિણું આદિ ઐતિહાસિક ચરિત્રગ્રંથ, કુમારપાલરાસ, વસ્તુપાલતેજપાલરાસ આદિ ઐતિહાસિક રાસાઓ તેમ જ ટકાનાં પાનાઓમાં મળતી વિવિધ નાંધાને આધારે સ્પષ્ટ રીતે જાણી શકાય છે કે–દરેક ગચ્છના સમર્થ. ' જ્ઞાનપ્રિય આચાર્યાદિ મુનિવર્ગના ઉપદેશથી કે પોતાના આંતરિક ઉલ્લાસથી અનેક રાજાઓએ, મંત્રિઓએ તેમજ ધનાઢય ગૃહસ્થાએ તપશ્ચર્યાના ઉદ્યાપન નિમિત્ત, જિનાગમશ્રવણ નિમિત્તે, પોતાના અથવા પોતાના * * આ અવલોકન જે પત્રના રજત મહોત્સવનિમિત્તે લખાયું છે. સંપાદક. • ૧ કપડા ઉપર લખાયેલ પુસ્તક વિરલ જ જોવામાં આવે છે. પાટણના સંઘના ભંડારમાં કપડા ઉપર લખેલ બે પુસ્તક છે. જેમાંનું એક સંવત ૧૪૧૮ માં લખેલું ૨૫૪૫ ઇંચના કદવાળાં ૯૨ પાનાનું છે. સામાન્ય ખાદીના કપડાના બે ટુકડાને ચેખાની લહીથી ચોડી તેની બન્ને બાજુએ લહી ચોપડી અકીકના અગર તેવા કોઈ પણ ઘુંટાથી શુંટી તેના ઉપર લખવામાં આવેલ છે. આ સિવાય અન્ય ભંડારમાં કવચિત કવચિત તે તે ગામના સંધે તે તે સમયમાં વિદ્યમાન આચાર્યાદિ ઉપર મોકલાવેલ ચોમાસાની વિજ્ઞપ્તિના તેમજ સાંવત્સરિક ક્ષમાપનાના સચિત્ર પટે, કર્મગ્રંથનાં યંત્રો, નવપદ-પંચપદની અનાનુપૂર્વી સૂરિમંત્રાદિના પટ આદિ પણ કપડા ઉપર લખેલ જોવામાં આવે છે. આ સર્વ એકવડા કપડાને ઉપરની જેમ તૈયાર કરી લખેલ હોય છે.
૨ જૈન પુસ્તકે તાડપત્ર, કાગળ અને કપડા ઉપર જ લખાયેલાં મળે છે. તે સિવાય ભોજપત્ર મળપત્ર આદિ ઉપરા લખાયેલ મળતાં નથી, તેમ તેના ઉપર લખાયાનો સંભવ પણ નથી. માત્ર યતિઓના જમાનામાં અર્થાત સત્તરમી અને ખાસ કરીને અઢારમી ઓગણીસમી સદીમાં અવ્યવસ્થિત રીતે લખાયેલ કેટલાક મંત્રે ભોજપત્ર પર જોવામાં આવે છે.
૩ અહીં જે જે નિમિત્તે પુસ્તકે લખાવાતાં તેનાં કેટલાંક પ્રમાણેનો ઉલ્લેખ આગળ ટિપ્પણીમાં સ્વાભાવિક આવશે. અને શેષ નીચે આપવામાં આવે છે –
संवत् १८४४ वर्षे मिति भाद्रवा सुदि २ तिथौ लिखितं । पं० ईश्वरसागरगाणना श्रीयोधपुरमध्ये । बंब । मणिहारा अषैराजजी ज्ञानाभिवृद्धये कारिपितं चित्रम् ॥
नं० ९७ कल्पसूत्र सचित्र लींबडी. संवत् १३०१ वर्षे कात्तिक शुदि १३ गुरावधेह सलपणपुरे आगमिकपूज्यश्रीधर्मघोषसरिशिष्यश्रीयशोभद्रसूरीणामुपदेशेन कुमरसिंहमालूपुत्रिकया जसवीरभार्यया सोलणभगिन्या जालूनामिकया पुत्रराणिगपाल्हणयोः स्वस्य च श्रेयोऽर्थ पाक्षिकवृत्तिपुस्तिका पंडि० पूनापार्धात् लिखापिता ॥
ताडपत्रीय पाक्षिकसत्रटीका. लीबडी