________________
૪૯
પ્રાકૃતમાર્ગાપદેશિકા
લેખક : પડિત બેચરદાસ જીવરાજ દોશી
પાઠમાળાની ઢબે રચાએલુ અર્ધમાગધી શીખવાનું સરળમાં સરળ સાધન જૈન ગુરૂકુલ વિદ્યાલય અને બાલાશ્રમના વિદ્યાથી ઓને ગોખણપટ્ટીમાંથી બચી જવાનું સાધન, સાધુ અને સાધ્વીને .........સરળતાથી પ્રાકૃત શીખવાનું પુસ્તક..........
....
સંસ્કૃત ભાષાને શીખવામાં જે જાતની અતિશય માથાકૂટ છે. તેવી માથાકૂટ પ્રાકૃત ભાષાને શીખવામાં નથી. અર્થાત્ સંસ્કૃત ભાષા કરતાં પ્રાકૃત ભાષા વધારે સરળ છે પણુ અર્ધમાગધી શીખવા માટે આ જાતના સરળ સાધનની આજ સુધી ખેાટ હતી. પ્રાકૃત માપદેશિકા એ ખેાટને દૂર કરે છે. એની રચના પાઠમાળાની ઢબે હાવાથી વિદ્યાથી તે દ્વારા પ્રાકૃતભાષાને અનાયાસે શીખી શકે છે. મેટ્રિકના વથી માંડીને ડેડ એમ. એ. સુધીના વર્ષોમાં પ્રાકૃત ભાષાને પ્રવેશ થઈ ચૂકયા છે. તે વર્ગોમાં ચાલતા સંસ્કૃતને અભ્યાસક્રમ વિદ્યાથી ને ભારે ત્રાસરૂપ છે ત્યારે આ જાતના સાધનને લીધે પ્રાકૃતને અભ્યાસક્રમ વિદ્યાર્થીને ત્રાસરૂપ ન થતાં હળવેા બને છે જે વિદ્યાથી પોતાની શકિત, સમય અને સ`પત્તિનું દેવાળું કાઢવા ન ઇચ્છે તેણે તે પ્રાકૃત માર્ગાપદેશિકા દ્વારા અલ્પ સમયમાં પ્રાકૃત શીખી લેવુ જોઈએ. ગૂજરાતી અને પ્રાકૃત બન્નેમાં ઘણું મળતાપણું છે માટે એ બન્નેની સરખામણીની પદ્ધતિદ્વારા આ પુસ્તક રચાએલુ છે તેથી વળી વિશેષ સરળ થયું છે.
આમાં વ્યાકરણને પણ સમાવવામાં આવ્યું છે. ઉપરાંત શબ્દકાશ અને ચેડું ગદ્યપદ્ય પણ કાશ સાથે ઉમેરેલુ છે. જૈન આગમેામાંના વાકયને વિશેષ ઉપયેગ કરેલા છે અને આ પણ સમજણ આપવામાં આવી છે, સુંદર રેપર, પુસ્તક પણ દળદાર છે. મૂલ્ય રૂપિયા ખે, પોસ્ટેજ જુદું.
પાકું
પ્રાકૃતની
પૂઠું અને