________________
શ્રી જૈન ચિત્રકલપકુમ
ગુજરાતની જેનાશ્રિત ચિત્રકલાને
અપૂર્વ એતિહાસિક સંગ્રહ (વિ. સં. ૯૨૭ થી ૧૯૭૦ સુધી)
આદિથી અંત સુધી કુમાર કાર્યાલયમાં તૈયાર થએલે અતિ મૂલ્યવાન, વિરલ અને અપૂર્વ કલાસંગ્રહ, જેમાં ૩૬ ત્રિરંગી અને ૮૦ એક રંગી ચિત્રપ્લેટો છે, જેમાં બધાં મળીને લગભગ ૩૦૦ ઉપરાંત ચિત્ર સંગ્રહાયાં છે.
અમેરિકાની પેન્સિલવાનિયા યુનિવર્સિટીના સંસ્કૃતના પ્રેફેસર અને પેન્સિલવાનિયા મ્યુઝિયમ ઓફ આર્ટના હિંદી ચિત્રકલા વિભાગના કયૂરેટર મિ. ડબ્લ્યુ નૈમન બ્રાઉને લખેલા આમુખ તથા વડોદરા રાજ્યના પુરાતત્ત્વ સંશોધન ખાતાના વડા હીરાનંદ શાસ્ત્રીએ લખેલા ઉપદ્દઘાત સહિત. અને મુનિશ્રી પુણ્યવિજ્યજીએ લખેલ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળાના વિદ્વતાપૂર્ણ લેખ સાથે. પ્રાચ્યવિદ્યાશાસ્ત્ર, સાહિત્ય, ધર્મ, કલા બધી દષ્ટિએ મૂલ્યવાન ને આર્ષક એવો આ ગ્રંથ ગુજરાતી સાહિત્યમાં અજોડ છે.
કિંમત. ૨૫. સંપાદક : સારાભાઈ મણિલાલ નવાબ