________________
અગત્યની સૂચનાઓ
(૧) અમારે ત્યાં સર્વ જાતનાં ચૂંટી કાઢેલાં ઉત્તમ ગૂજરાતી
પુસ્તકે મળે છે તેમજ ઓર્ડર મળતાં પાઠશાળોપયોગી સંસ્કૃત પુસ્તક અને નિશાળમાં ચાલતાં તમામ જાતનાં ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત વગેરે પુસ્તકે પૂરાં પાડવામાં આવે છે.
(૨) અમારે ત્યાંથી પુસ્તકે મંગાવનારને ઘણી જાતની સુલભતા હોય છે. અમદાવાદ જ સાહિત્યનું ઉત્પત્તિક્ષેત્ર હોવાથી દરેક જાતનાં પુસ્તકો વધારેમાં વધારે કમિશનથી આપી શકાશે. પત્ર મળતાં જ પુસ્તકે રવાના કરવામાં આવે છે. જે કોઈ કારણથી વિલંબ થવાનો સંભવ હોય છે, તે તરત પત્રદ્વારા ખબર આપવામાં આવે છે. પુસ્તકે બરાબર તપાસીને મેકલવામાં આવે છે. અમને ખબર આપવામાં આવે તો અમે બધાં પુસ્તક ઘેરબેઠાં પહોંચાડીએ છીએ.
(૩) પુસ્તક પર ઠીક કમિશન આપવામાં આવે છે.
(૪) રૂપિયાથી ઓછી કિંમતનું પુસ્તક વી. પી. થી મંગાવવું ન જોઈએ, કારણ કે વી. પી. ખર્ચ બહુ જ ભારે પડે છે. તે માટે તે પિસ્ટના સ્ટેપ મેકલી મંગાવવામાં લાભ છે.
(૫) કુલીન કુટુંબને એગ્ય ઉત્તમ પ્રકારના સાહિત્યને સાથે સંગ્રહ રાખવામાં આવ્યો છે. કોઈ પણ સ્થળેથી પુસ્તકે લેતાં પહેલાં અમારી સાથે પ્રસંગ પાડવા વિનંતી છે.