________________
-
~
मांडवीबंदर शाकगलो.-मुंबइ. - હવે પરદુઃખભંજન ભેજરાજાએ આ ગુન્હા માટે ઘણી કાળજી રાખવા માંડી. રાત્રે પોતે નગરચર્ચા જવા નીકળે ત્યારે પણ આ સેકોના ઘર આગળ તપાસ કરે પણ કોઈ પત્તે લાગે નહિ. એમ કરતાં કરતાં બે ત્રણ મહિના વહી ગયા ત્યારે નીચે પ્રમાણે ઉપાય કરવાને સૂઝી આવ્યું –
કચેરીમાં રાજસભા બેસવા માટે ઉંચી જાતને કીમતી ગાલીચો પાથરવામાં આવતો હતો, તેમાં રાજ્યાશન આગળ રાજાએ એક દિવસ ચપ્પ વતી કોઈ દેખે નહિ તેવી રીતે રૂપીઆ જેવડું ગેળ કાણું પાડ્યું. તે કચેરી બરખાસ્ત થયા પછી સાંજે રાજસભાની હજુરમાં રહેનાર સિપાઇની નજરે પડયું. એટલે તે ડર્યો કે આ કાણું કેઈ હરામખેરે પાડયું હશે, તે જે કાલે રાજા દેખશે તો મને નેકરી પરથી રજા આપશે, એમ ધારી પેલા તૈયબઅલી તુનનારને બોલાવી રૂ. ૪૦) આપવાના કરી રાતોરાત તે કાણું તુનાવી લેવરાવ્યું. તે એવી રીતે કે, કોઈને ખબર ન પડે કે આ ઠેકાણે કાણું પડેલું હતું. - બીજે દિવસે સવારમાં કચેરી ભરાઈ તે વખતે ભેજરાજાને
આવી, પાડેલું કાણું જોયું તે મળે નહિ. તેથી આખા ગાલીચામાં નિહાળી નિહાળીને જોયું તે પણ કાણું જયું નહિ, તેથી પહેરાવાળા સિપાઈને બોલાવી પૂછ્યું કે આ ગાલીચે કાલે પાથર્યો હતો તે જ બીજો !
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org