________________
૬ કઈ પણ ન્યૂસપેપર ૨-૩ ને ૪ કલમમાં બતાવ્યા મુજબ તે જુનું થયા બાદ (તેની પછીનું નવું આવ્યા પછી ) ઘેર વાંચવા લઈ જવા દેવામાં આવશે.
૭ કોઈ પણ પુસ્તક, ચોપાનીયું કે વર્તમાન પત્ર સભાની ઓફીસના વખતમાં મુકરર કરેલા ટાઈમે સભાના કારકુન પાસે ઇસ્યુબુકમાં નેંધાવી સહી કર્યા બાદ કોઈ પણ શખ્સ ઘેર વાંચવા લઈ જઈ શકશે.
૮ ઘેર વાંચવા આપેલી કોઈ પણ બુક ૧૫ દિવસમાં અને ચોપનામું (વર્તમાન સમાચાર) ત્રણ દિવસમાં લાયબ્રેરીમાં પાછું આપી જવું પડશે અને તેમ કરતાં વાંચનાર ગૃહસ્થને વધારે વખત જોઈતું હશે તો ફરીથી ઈસ્યુ કરાવી તે લઈ જઈ શકશે.
૯ વાંચવા આપેલી કઈ પણ બુક વધારેમાં વધારે બે માસ સુધી ઘેર રાખી શકાશે.
૧૦ સભાના કોઈ પણ કાર્યમાં તાત્કાલિક જરૂર હશે તેને પ્રસંગે ઉપર બતાવ્યા પ્રમાણેના દિવસોથી પણ ઓછા દિવસમાં બુક કે ચાપાનીયું સભાએ મંગાવવાથી લઈ જનાર શખે તે પાછું આપવું પડશે.
.૧૧ સભાના સભાસદ ઉપર જણાવ્યા મુજબ કોઈ પણ બુક બહાર ગામથી મંગાવશે તો તે મંગાવનાર મેમ્બરે ટપાલ ખર્ચ અગાઉથી મોકલવું પડશે, અને તેવી રીતે બહારગામ મોક્લેલ બુકા વિગેરે ખોવાયાથી કે નુકશાન થવાથી તેની જવાબદારી તે મંગાવનારને શીર રહેશે, એટલે કે તે બુકની પુરેપુરી કિંમત આપવી પડશે અથવા તે બુકનવી લાવી આપવી પડશે. - ૧૨ ઘેર વાંચવા લઈ જનાર કોઈ પણ ગૃહસ્થ જેવી સ્થિતિમાં બુક વાંચવા ઘેર લઈ જશે, તેવી સ્થિતિમાં તેણે ઉપરની મુદતે પાછી આપી જવી પડશે, દરમ્યાન તે ફાટશે, તુટશે, ખોવાશે કે બગડશે તો તેની નુકશાની પુરેપુરી ભરી આપવી પડશે અથવા તે નવી લાવી આપવી પડશે.
૧૩ સભાને કેાઈ પણ સેક્રેટરી કે લાયબ્રેરીયન ઉપરની બાબતમાં દરેક જાતની દેખરેખ રાખશે.
જવાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org