________________
તેવી રીતે શ્રી અભયંકર નામના ઉદાર અને ધર્માત્મા શ્રેષ્ઠીની દિનચર્યાથી પ્રભાવિત થયેલા તેમના બે નોકરો વિચારે છે કે - “આપણાશેઠે પૂર્વભવમાં ધર્મની આરાધના સુંદર કરી માટે આ ભવ પણ આવી સુંદર સામગ્રી સંપન્ન મલ્યો. છે. અહીં પણ સુંદર આરાધના કરે છે માટે ભાવિ ભવ પણ સુંદર મળશે. અને આપણે ભૂતકાળમાં કાંઈ સારું - ધર્મ નથી કર્યો. માટે આ ભવમાં આજીવિકા માટે આવી મહેનત કરી માંડ-માંડ પેટ ભરીએ છીએ અને અહીં પણ કાંઈ કરી શકતા નથી માટે ભાવિ ભવ પણ સારો નહિ મળે. માટે આપણા શેઠના ત્રણે ભવ સારા થયા, સુધર્યા અને આપણા ત્રણે ભવ બગડ્યા.” આવી સુંદરમનોદશાથી તે બંને પણ પામી ગયા.
આવા સુંદર કથા સાહિત્યનું સંકલન કરવાનું ભગીરથ કાર્ય સિદ્ધાન્તનિષ્ઠ, હાલાર કેસરી, પ્રાચીન સાહિત્યોદ્વારક પ.પૂ. આ. શ્રી.વિ. જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ વર્ષોની મહેનત અને જહેમતથી પ્રારંભેલું. પરંતુ તેને પૂર્ણ કરે તે પૂર્વે જ તેઓશ્રી સમાધિથી પંડિત મરણને પામી પોતાનું શ્રેય સાધી ગયા, છતાં પણ તેમના શિષ્યાદિ પરિવારે પણ અધૂરું રહેલું આ કાર્ય પૂર્ણ કરવા એક સુંદર પ્રયત્ન કર્યો છે અને પોતાના તારકપૂ.ગુરુદેવેશ શ્રીજીની વર્ષોની તે ભાવના -મહેનતને સફળ કરી છે તે આપણા સૌના માટે ખૂબજ આનંદની વાત છે. ખરેખરતેઓશ્રીજીની વિધમાનતામાં આ કાર્ય સંપન્ન થયું હોત તો તેઓ. શ્રીજીના અનુભવજ્ઞાનનો નિચોડ પ્રાપ્ત થાત. પણ અવશ્ય થનારાભાવને રોકવા ખુદ શ્રી કેવલી ભગવંતો પણ સમર્થ નથી તો આપણે કોણ?
આ “જૈન કથા સૂચી" ના માધ્યમથી જિજ્ઞાસુ વાચકો તે કથાને સાંગોપાંગ વાંચે, વિચાર અને અનાદિકાળની આત્માને વળગેલી પશુતા વૃત્તિથી બચી, માનવતાના ગુણો ખીલવી, પ્રભુતાને પામવા પ્રયત્ન કરે અને કથા એ કાનને ગમે માટે સાંભળવાની નથી કે ટાઈમ પાસ કરવા વાંચવાની નથી પણ હૈયાને અડાડવા, જીવનને સુધારવા અને શક્ય આચરણ કરવા વાંચવાની છે. તે તે કથાના રચયિતા મહાપુરુષોના અને સંકલનકાર સ્વ. પૂ. આચાર્ય દેવેશ શ્રીજીના આ ભાવને સૌ પુણ્યાત્મા આત્મસાત કરી, પોતાના આત્માના સંસારને કથા શેષ - નામ શેષ કરી, વહેલામાં વહેલા નિર્વાણપદને પામે એ જ એક હાર્દિક મનોકામના છે.
hN447
- મુ. પ્રશાન્ત દર્શન વિ.