________________
કાર્ય અટકી ગયું. બાદ સં.-૨૦૬૩માં રાજકોટ મુકામે ફરીવાર કાર્ય ચાલું થયું. કમ્પોઝ થયું, પ્રૂફ તૈયાર થયું પણ કાર્ય થોડું ધીમું ચાલ્યું અને પૂ. ગુરમહારાજે વિ.સં.-૨૦૬૫માં મહાવદ દ્રિ.-૩૦ના દિવસે પરલોકે પ્રયાણ કર્યું, પ્રાચીન સાહિત્યોદ્ધારકે ચિરવિદાય લીધી.
ફરી કાર્ય અટક્યું.
પણ સં.-૨૦૧૬ના ચોમાસામાં સુ. વર્ધમાનભાઈએ નિર્ણય કર્યો કે આ કાર્ય કરવું જ છે, પૂ. ગુરુમહારાજે આટલા વર્ષોમહેનત કરી છે તે કાર્ય પૂર્ણ થવું જ જોઈએ.
અને પૂ. ઉપા. શ્રી યોગીન્દ્રવિ.મ. (પૂ. બાપુ મ.) એ અનુમતિ આપતા ફરી કાર્ય વેગવંતું થયું અને આજે આ ગ્રંથ તૈયાર થયો.
પૂ. ગુરમહારાજ શ્રી હા. વી. ઓ તપા. ઉપાશ્રય અને ધર્મસ્થાનક ટ્રસ્ટ, શ્રી વિમલનાથ દેરાસરના ટ્રસ્ટીશ્રીઓ શ્રી શાન્તિલાલ ઝીણાભાઈ ધનાણી આદિને જ્ઞાનખાતામાંથી લાભ લેવા પ્રેરણા કરેલ અને તેઓએ એ રીતે લાભ લઈ જ્ઞાન ભક્તિ અને પૂ.ગુરુમહારાજ પ્રત્યે સમર્પિતતા બતાવી છે.
આ કાર્ય (જે. ક. સૂ. તૈયાર કરવાનું) ઘણું કઠિન છે અને આ કાર્યના પ્રણેતાના જતા તો ઘણું કઠિન થઈ પડ્યું, ઘણી મુશ્કેલીઓ આવી પણ પૂ.ગુરુમહારાજની અમીદૃષ્ટિથી કાર્યની પૂર્ણાહુતિ થઈ છે.
પૂ. ગુરુમહારાજે છેલ્લે છેલ્લે ઉપાડેલ કાર્ય પૂર્ણ થતા આનંદ થાય છે, તો પૂ. ગુરુમહારાજે ખૂબ મહેનત કરી અને છપાયું ત્યારે હાજર ન હોવાથી શોકની લાગણી અનુભવાય છે.
જો કે હર્ષ: કોવિત્નીસમર્થ: કહીમનને વાળવું જ રહ્યું
આ ગ્રંથવિદ્વાનો, સંશોધકોને ઘણો જ ઉપયોગી થશે. આમાં ત્રુટિ ઘણી રહી ગઈ છે, જે સજ્જનો સુધારીને ઉપયોગ કરશો.
પ્રાન્ત - विद्वानेव हि जानाति, विद्वज्जन परिश्रममा
વિદ્વાનને પડતો પરિશ્રમ વિદ્વાન જ જાણી શકે છે. પૂ. ગુરુમહારાજે ખૂબ પરિશ્રમ કર્યો છે અને અમે તો મદીનનીચેના મત: સપન્થા: મુજબ પૂ.ગુરુ મહારાજનું અનુસરણ કર્યું છે. ભાવિકો આ કૃતિનો ઉપયોગ કરી તસ્વાવબોધ રૂપ સમ્યગ જ્ઞાન દ્વારા, તત્ત્વરૂચિ રૂપ સમ્યગદર્શન તથા તત્ત્વપરિણતિરૂપ સમ્યગ ચારિત્ર પામી કર્મોની નિર્જરા કરી મુક્તિ સુખને પામે એ જ અભિલાષા.
guy
– મુનિનમેન વિજય વિ.સં. ૨૦૬૭, ફાગણ વદ-૪, બુધવાર, તા. ૨૩-૦૩-૨૦૧૧
ધોલા જિ. જામનગર
કરી દીધો છે ;