________________
જીવનના આ કુરુક્ષેત્રમાં તું રાવણ તું રામ
વિરાટ આ વિશ્વમાં પદાર્થો અનંતા છે. સમસ્ત સંસારના જીવોને તે તે પદાર્થો સાથે જીવનના તાણાં-વાણાં બંધાયેલા છે. કયા પદાર્થો કોની જિંદગીમાં કયારે? કેવી રીતે? કેવા પરિણામો પેદા કરશે? સંસારી જીવથી કશું જ જાણી શકાતું નથી. પરંતુ અમક પ્રસંગે, અમુક પદાર્થો સાથે જિંદગીની ક્ષણો પસાર કરવાની આવે તો કઈ રીતે કરી શકાય ? તેનું સચોટ માર્ગદર્શન શ્રી વીતરાગ ગ્રંથોના પાનાઓ ઉપર આજે પણ જોવા મળે છે. ક્યારેક એ માર્ગદર્શન ઉપદેશના રૂપમાં હોય છે, તો ક્યારેક કથાનકના દૃષ્ટાંત કથાના રૂપમાં પણ હોય છે. કથા તો તે વ્યક્તિના જીવનનો જીવતો-જાગતો ઈતિહાસ છે. તેમાં સારા-નરસા પ્રસંગો પણ હોય છે. પણ એ પ્રસંગના આધારે આપણે આત્મહિત કરનારો જ ઉપદેશ ગ્રહણ કરવો પડશે. સોયની અણી જેટલી પણ જમીન નહિ આપવાની વાતે મહાભારત મંડાણું અને પોતાના હક્કનું જતું કરવાની ભાવનાએ રામાયણ રચાયું. સતીના જીવતા શરીરને ભોગવવાની ભાવનાએ લંપટ રાવણ નરકે ગયો. અને પ્રાણના ભોગે પણ શિયલમહાધર્મની રક્ષા કરવાની સુવિશુધ્ધ ભાવનાએ મહાસતી સીતાદેવીને બારમાં દેવલોકના દેવબનાવ્યા.
આ રીતે કથાનકો તો કૈંકની જિંદગીનો ઈતિહાસ છે. પણ આપણે આત્માને હિત કરે તે રસ્તો તેના આધારે પસંદ કરવાનો છે.
જૈન ગ્રંથોમાં વિરાટ વિશ્વના અનંતાનંત પદાર્થોને ચાર વિભાગમાં વહેંચી દીધા છે. આ વિભાગીકરણને “અનુયોગ”ના નામે ઓળખાય છે.
દ્રવ્યાનુયોગ -મેરૂપર્વત, મહાવિદેહક્ષેત્ર,ભરત ક્ષેત્ર, અઢીકાપવિ. પદાર્થોનું વર્ણન ૨. ગણિતાનુયોગઃ - મેરૂપર્વત, લવણસમુદ્ર, સૂર્ય-ચંદ્રવિ.ના માપ-ગતિવિ.નું વર્ણના ૩. ચરણકરણાનુયોગઃ- ચરણ એટલે આસરણ, અને કરણ એટલે પ્રવૃત્તિ દ્વારા તેને અનુષ્ઠાન કરવું તે. ૪. ધર્મકથાનુયોગઃ- જેમાં પૂર્વના મહાપુરૂષોના જીવન પ્રસંગોનું વર્ણન હોય છે.
જે મહાપુરૂષે આ “જૈન કથા સૂચી" ગ્રંથ તૈયાર કર્યો છે તે ખુદ એક જૈન શાસનની ઝળહળતી શાન હતા. જેના શાસનની સિધ્ધાંત સુરક્ષાના કાર્યોમાં તેઓશ્રી હવેથી તથા ભાવિની પેઢીના એક માર્ગદર્શક આદર્શ બની ચૂક્યા છે. અર્થાત ' આ મહાપુરૂષ પોતે પણ એક ઝળહળતી ઐતિહાસિક કથા બની ગયા છે. “જગ યાદ કરશે, જયાં લગી છે ચાંદ - સૂરજ ગગનમાં.” આવા મહાપુરૂષ એટલે હાલાર દેશોદ્ધારક - સત્ય સિધ્ધાંત સંરક્ષક પૂ. આ. કે. શ્રીમદ્ વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મહારાજા.
તેઓ શ્રીમદ્ તનતોડ મહેનત કરીને આ ગ્રંથરત્નની રચના કરી છે. તેઓશ્રીની આ રચના તેઓશ્રીના આશયને સાકાર બનાવનારી બને એ જ એક અભ્યર્થના.
A
YOVAVAVAVT
રાજભાઈપંડિત પોષ વદ બીજી અમાસ, સં. ૨૦૬૭,
ગુરુવાર, ૩/૨/૨૦૧૧
છે