________________
રચેલા પ્રા. કુમારપાલ-પ્રતિબંધ (પ્રબંધચિંતામણિ અને અન્યત્ર કુમારપાલચરિત્ર-પ્રબંધ આદિમાં એ ઘટનાઓનું સમર્થન કર્યું છે. પરમહંત મહારાજા કુમારપાલે પાટણમાં રચાવેલ “કુમાર-વિહાર નામના અદ્દભુત જિનમંદિરનું અને ત્યાં થતા ભક્તિ-ભરપૂર પૂજન-મહેસવોનું સરસ વર્ણન શ્રીહેમચંદ્રાચાર્યના પટ્ટધર પ્રબંધશતકાર મહાકવિ રામચંદ્રસૂરિએ કુમારવિહાર-શતકમાં કર્યું છે, તે પરથી પણ તે મહારાજાની જૈનધર્મ પ્રત્યેની પ્રબલ ભક્તિને ખ્યાલ કરી શકાય છે. એ સર્વ પ્રસંગે વિચાર કરતાં પ્રસ્તુત અભિધાન–ચિંતામણિ કેશની રચના વિક્રમની તેરમી સદીના પ્રથમ ચરણમાં–વિ. સં. ૧૨૧૬ લગભગમાં થએલી માનવી ઉચિત ગણાય.
અભિધાન-ચિતામણિની પ્રાચીન પ્રતિ શ્રી હેમચંદ્રાચાર્યે રચેલા વિશાલ ગ્રંથને ગૂર્જરેશ્વર મહારાજા સિહરાજ જયસિંહે અને પરમહંત કુમારપાલ ભૂપાલે બહુમાન સન્માનથી સુર લેખકે દ્વારા સેંકડોની સંખ્યામાં લખાવ્યા હતા. પઠન-પાઠન માટે વિદ્યાભ્યાસીઓને તથા વિદ્વાનોને સમર્પણ કર્યા હતા અને જ્ઞાન–ભંડારોમાં પણ સ્થાપના કરાવ્યા હતા, પરંતુ અનેક ક્રાંતિકારી રાજ-પરિવર્તન પછીઆઠસો વર્ષો પછી તે સમયની હસ્તલિખિત પ્રતિ હાલમાં મળવી દુર્લભ છે. પાછળની વિપરીત રાજ્યક્રાંતિથી અને કાલ-બલે પણ ઘણું વિનષ્ટ થયું છે તેમ છતાં જિનશાસન–સંરક્ષક, સાહિત્ય-સંરક્ષક સમયજ્ઞ રાનપ્રેમી ધર્મપ્રેમી સજજનોએ સુરક્ષિત પરથી કાલાન્તરે તેની કરાવેલી નકલે હાલમાં પણ મળી આવે છે. ' વિક્રમની ચૌદમી સદીમાં આ કેશનાં પઠન-પાઠને
પાટણમાં સંધવીપાડાના જૈન જ્ઞાનભંડારમાં (પથી નં. ર૭ (૫)માં) અભિધાન-ચિન્તામણિ કેશની એક તાડપત્રીય પ્રતિ (પત્ર ૧૬ થી ૧૬૮) વિ. સં. ૧૩૦૩ માં લખાયેલી જણાય છે. તે પાઠ્ય પુસ્તિકામાં માત્ર પ્રથમકાંડ દેવાધિદેવ કાંડના પ્રથમના ૨૩ શ્લોક મૂકીને આગળના લેકે