________________
આ સમયે સરકારે આ કામ માટે એક સમિતિ નીમી, અને તેને આ કામ વિદ્યાપીઠના સહકારમાં કરવાનું સૂચવ્યું. તે સમિતિ તરફથી તૈયાર થયેલી પરિભાષાના શબ્દે સરકારી કામકાજને માટે હવે નિયત થયા છે. આથી તેમને આ નવી આવૃત્તિમાં સંઘરવામાં આવ્યા છે.
૧૯૪૯ પછી મોટો જે ફેરફાર થયો તે તો એ કે, બીજે વરસે હિંદનું રાજ્યબંધારણ રચાઈને તે અનુસાર દેશનો વહીવટ શરૂ થયો. તેમાં દેશી ભાષાઓને લોકશિક્ષણ તથા રાજવહીવટમાં ઉચિત સ્થાન આપવું જોઈએ એમ નક્કી થયું; તેમ જ દેશની એક સર્વસામાન્ય રાજભાષા તરીકે અંગ્રેજીને સ્થાને હિંદીને નિયત કરવામાં આવી. આથી દેશની ભાષાઓની પ્રગતિમાં સારી પેઠે અને સહેજે ઉછાળો આવ્યો. દેશી ભાષાઓનાં પત્રો પણ રાજ્ય તેમ જ લોકવ્યવહારનાં નવાં નવાં ક્ષેત્રોના વિષયો નિરૂપતાં તેમ જ ચર્ચતાં થયાં. આ બધાને પરિણામે ભાષાની શબ્દસમૃદ્ધિમાં સેંધપાત્ર ઉમેરે આપોઆપ થવા લાગ્યો.
વિશેષમાં એ કે, આ વર્ષે ગુજરાત માટે સ્વતંત્ર યુનિવર્સિટી સ્થપાઈ અને તેનું માધ્યમ ગુજરાતી ભાષા બન્યું. આથી કરીને અનેક વિદ્યાઓના શિક્ષણને માટે પરિભાષા અને પાયપુસ્તક રચાવા લાગ્યાં. તેથી કરીને તે ભાષાનું ખેડાણ પરિપૂર્ણ રૂપે કરવાને માટેનાં દ્વાર ખુલ્લાં થયાં. ટૂંકમાં, આ સમયે અર્વાચીન ઈતિહાસમાં પહેલી વાર આપણી ભાષા કઈ પણ સ્વતંત્ર સ્વમાની પ્રજાને છાજે એવી સન્માન્ય અને આદરણીય બની – સાક્ષરો અને વિદ્વાનોએ અનેક પેઢીથી સેવેલું સ્વપ્ન સિદ્ધ થયું, અને તેને મૂર્ત રૂપ આપીને શોભાવવાને યુગ શરૂ થઈ ચૂક્યો. નવી આવૃત્તિ આ મહા પરિવર્તનની છાયામાં અને તેની સેવામાં તૈયાર થઈ છે; એની પૂર્વ આવૃત્તિઓની તુલનામાં આ એક તેની અપૂર્વતા ગણાય.
આ સમય દરમિયાન નવી એક વસ્તુ એ શરૂ થઈ કે, રાષ્ટ્રભાષા તરીકે હિંદીનો પ્રચાર તથા શાળાઓમાં તેનું શિક્ષણ શરૂ થયાં. આની અસર પણ આપણી ભાષા ને તેના ચાલુ સાહિત્ય પર પડવા લાગી છે. આથી કેટલાય શબ્દો તેમ જ પ્રયોગો અજાણે દાખલ થઈ જાય છે. આમ થવામાં એક કારણ તો બે ભાષાઓનું વિશેષ મળતાપણું છે. તથા લેખક અનુવાદક જે દુભાવી હોય તો બીજી ભાષાઓમાંથી પણ (જેમ કે, બંગાળી, મરાઠી) કાંઈક અજાણમાં કે ઈચ્છાએ કરીનેય સંક્રમિત થઈ જાય.
સ્વરાજને કારણે, આ પ્રકારની વિવિધ અસર, એક રીતે જોતાં, સ્વાભાવિક પણ છે. અને તે વિષેની અમુક ઢબની નેંધ શ્રી. કાકાસાહેબ કોશની બીજી આવૃત્તિના નિવેદનમાં કાંઈક વિસ્તારથી લીધી છે, તે તરફ વાચકનું ધ્યાન ખેંચું છું. (જુઓ પ્રાસ્તાવિક પાન નં. ૨૮)
આવી આંતર-ભાષાકીય પ્રક્રિયા સહેજે થાય છે અને સ્વાભાવિક છે. માત્ર તેથી ભાષા પિતાની મૂળ પ્રકૃતિ કે સ્વભાવ ન ત્યજે, અને તેમાં પચે એવા શબ્દોને આપૂર પોતામાં સમાવીને વિકસાવે, એ તો ક્યારે પણ અને કોઈ પણ ભાષાને માટે ઈષ્ટપત્તિ છે. શ્રી. કાકાસાહેબે બીજી આવૃત્તિમાં કહ્યું હતું એમ, “તે વખતે પણ નવું નવું ધારણ કરવાના ઉત્સાહમાં (સમાજ) તણાઈ ન જાય અને આખો પ્રવાહ ડહોળાઈ ન જાય,...” એવી સંભાળ આવા સંક્રાંતિકાળે, અલબત્ત, જરૂરની હેય છે.
પણ તેમાં કોશકારને માટે એક વિશેષ ધર્મ રહેલો છે. તેનું કામ ભાષામાં નવા શબ્દ લાવવા લેવાનું નથી, પરંતુ ભાષાના સર્વ સાહિત્યમાં કાંઈક ધોરણવાળા કે શિષ્ટ ગણતા લેખકના લખાણમાં ઊતરેલા શબ્દોને અર્થ વાચકને આપવાનું કામ તેનું છે. આ ધર્મ સંભાળીને તેણે ચાલુ થવા લાગતા નવા શબ્દો સંઘરવા ઘટે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org