________________
કાતરક જમશેદ કાવસજી – કાન્ત વિશે
કાતરક જમશેદ કાવસજી : સુરતના દાવર મોદી ખાનદાનના વડીલ ‘નાનાભાઈ પુંજીઓની તવારીખ' (૧૯૩૫)ના કર્તા.
નિ.વા. કાતરક જહાંગીર રુસ્તમજી : પારસી કુટુંબજીવનને પરિચય આપતી. સામાજિક નવલકથા “અફસનું આંસુ' (૧૯૩૮)ના કર્તા.
નિ.વો.
(૧૯૩૮) આપ્યા છે.
કાતરિયા પ્રાગજીભાઈ રા.: બાળસાહિત્યકાર. એમનાં પુસ્તકો
આશરાનો ધરમ” તથા “ધાનના ઢગલા’ સમાજ શિક્ષણ-સાહિત્યની પ્રચારપુસ્તિકા રૂપે પ્રગટ થયેલાં છે. મંગળભાવના' (૧૯૬૧), ‘દાણાના માલિક' (૧૯૬૧), છાશને સંઘરો' (૧૯૬૧), 'પરણાવવા માટે' (૧૯૬૧), 'ભૂવાને છોડીને' (૧૯૬૧) વગેરે એમનાં બાળસાહિત્યનાં પુસ્તકો છે.
નિ.વા. કાથાવાળા ઠાકોરદાસ છગનલાલ: ઈશ્વરસ્તુતિથી આરંભાતા, રાંત શૈલીના અંકી “છેલ પમકલા નાટક' (૧૮૮૮)ના કર્તા.
નિ.. કાદરી અબ્દુલઅઝીઝ ઓહમદમિયાં, “અઝીઝ કાદરી’ (૨૬-૧૦-૧૯૩૨): કવિ. જન્મ વડોદરામાં. દશમા ધોરણ સુધીના અભ્યાસ. સારાભાઈ કેમિકલ્સ, વડોદરામાં નોકરી. ‘કેડી' (૧૯૮૪) અને 'ખાસ' (૧૯૮૪) એમના કાવ્યસંગ્રહ છે.
ચં.કો. કાદરી મહેબુબમિયાં ઇમામબક્ષ (૬-૧૧-૧૮૭૩,-): ચરિત્રકાર,
વતન અમદાવાદ. ૧૮૯૨ માં બી.એ., ૧૯૦૧ માં એલએલ.બી. કેળવણીખાતામાં તથા ન્યાયખાતામાં નોકરી.
એમણે સરળ ભાષામાં વિગતે માહિતી આપતું જીવનચરિત્ર પર સૈયદ અહમદ: જીવનચરિત્ર' (૧૯૧૩) તેમ જ ‘મુસલમાનોની ચડતી-પડતીને ઇતિહાસ' (૧૯૮૬) અને 'લવાદ માર્ગદર્શક' (૧૯૧૧) પુસ્તકો આપ્યાં છે.
નિ.વા. કાવિયાં: ફૂટપાથ પર રહેતા અને વેશ્યાવૃત્તિથી જીવતા અમલી કે ખિસ્સાકાતરુ કેશરિયા જેવાં પાત્રોની વાસ્તવિકતાનાં ભીતરી પડ રવાભાવિકતાથી ઉખેડનું રસુન્દરમ્ નું એકાંકી.
ચંટો. કાન: મધુ રાયની પ્રસિદ્ધ ટૂંકીવાર્તા. અહીં પોતાના એક જ કાનના
માહાત્મથી ઓળખાતા હરિયાની વ્યથાકથા તરંગની કક્ષાએ વિને પૂર્ણ રીતે આલેખાયેલી છે. એમાં એકાંગપ્રશસ્તિથી વ્યકિતત્વનાં ઘણાંબધાં અંગે પરત્વે જન્મતી ઉપેક્ષા અંગે ઉપહાસ તાજગીથી ઊપસ્યો છે.
રાંટો. કાનજી: અન્યને પરણાવેલી જીવીની વેદના અને અંતે એના ગાંડપણને અપનાવી લેતો, પન્નાલાલ પટેલની નવલકથા 'મળેલા જીવન નાયક,
ર.ટી.
કાનાબાર હંસરાજ હરખજી, 'કવિ હંસ' (૧૮૯૨, -) : જન્મ
અમરેલીમાં. છ વર્ષની ઉંમરે આંખ ગુમાવી, છતાં મૅટ્રિક સુધીના અભ્યાસ. ૧૯૨૦માં ગાંધીજીના સમાગમમાં આવ્યા. સત્યાગ્રહ આંદોલન દરમ્યાન જેલવાસ. એમણે પદ્યગ્રંથો “કાવ્યત્રિવેણી' (૧૯૨૨) અને “હંસમાનસ
નિ.વા. કાનુગા જયસુખલાલ ઓચ્છવલાલ (૧૮૯૮, ૧૯૭૯): વાર્તાકાર,
ભરૂચ જિલ્લાના મેદ ગામમાં જન્મ. ૧૯૨૮માં બી.એ. ટ્રેનિંગ કોલેજના આચાર્ય અને સમાજશિક્ષણખાતામાં અધિકારી,
એમના પ્રૌઢશિક્ષણના હેતુલક્ષી પુસ્તક “સોનાની ઈટ અને બીજી વાતો'માં રૂપકાત્મક શૈલીની ટૂંકી, સરળ, સુબોધ વાર્તાઓ છે. “પંચશીલ' (૧૯૭૧) સદાચારનાં પાંચ અંગ દર્શાવતી ધર્મકથા છે. “નિબંધકળા' (૧૯૩૩) એમનું નિબંધ વિશેનું પુસ્તક છે.
નિ.વા. કાનુગા વાહીદઅહમદખાન હુસેનખાન (૨૩-૪-૧૯૪૩): નવલકથા - લેખક. જન્મ અંકલેશ્વરમાં. ૧૯૬૭માં બી.એસસી. ૧૯૭૨ માં બી.એડ. ૧૯૭૪ થી ટંકારીઆ હાઈસ્કૂલમાં શિક્ષક.
એમણે સામાજિક નવલકથા “શ્યામ જલમાં સોનેરી માછલી (૧૯૮૨) આપી છે. કાનુગા વિજયાગૌરી: રરળ ભાષામાં લખાયેલાં પુસ્તકા “રાષ્ટ્રીય ગરબાવળી' (૧૯૨૧) અને ‘રાષ્ટ્રીય ભજનાવલી' (૧૯૨૨) નાં કર્તા.
નિ.વા. કાનુગા હંસાબહેન : બાધક બાળવાર્તાઓનો સંગ્રહ ‘દાદીમા ની વાતો | (૧૯૨૮)નાં કર્તા.
નિ.વા. કાનુડાને બાંધ્યો છે હીરને દર : કૃષયશાદાના પરિચિત પ્રસંગને અનુલક્ષીને રચાયેલી હરીન્દ્ર દવેની એકદમ પોતીકી ગીતરચના.
એ.ટી. કાનેટકર વાસુદેવ બાપુજી: ‘ચાર નવલ' (૧૮૬૩)ના કર્તા.
રાં.રા. કાન્ત: જુઓ, ભટ્ટ મણિશંકર રત્નજી. કાન્ત વિશે (૧૯૮૩): ભૃગુરાય અંજારિયાને મરણોત્તર પ્રકાશિત વિવેચનલેખસંગ્રહ. એમાં ૧૯૪૩ થી ૧૯૬૭ સુધીમાં લખાયેલા લેખો ને અપાયેલાં વ્યાખ્યાનો ઉપરાંત કાન્ત-થીસિસ નિમિત્તે થયેલી નોંધો--‘કાન્ત : સલવારી', 'કાન્તનાં કાવ્યોની આનુપૂવી' અને ‘કાન્તના જીવન અંગેની મુલાકાત-ધો’ છે. આ નોંધ હકીકતમાં રસ લેવાની, એ માટેની વિશાળ દસ્તાવેજી સામગ્રીને સાધનોમાં ઘૂમી વળવાની અને ખરી હકીકત સુધી પહોંચવાની લેખકની શકિતને પરિચય કરાવે છે. તેઓ પ્રમાણભૂત હકીકતને આધારે પોતાનું દર્શન પણ રચે છે, જે એમના પૂર્વાલાપ: છંદની દૃષ્ટિએ' જેવા લેખે બતાવે છે. ઉકત લેખ કાવ્યગત છંદ-અભ્યાસની એક નૂતન દિશા ઉઘાડનારો છે, તેમ અન્ય ઘણા લેખોમાં પણ એમની તવ્યદૃષ્ટિની સાથે સાથે એમનાં રસજ્ઞતા અને માર્મિક વિવેચકત્વનાં પ્રભાવક ઉદાહરણો મળી આવે છે.
જ.કો.
ગુજરાતી સાહિત્યકોશ- ૨ : ૬૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org