________________
કવિ માટાલાલ-કવિ વિનયચન્દ્ર જીવણલાલ
કવિ મટાલાલ : જુઓ, ખબરદાર અરદેશર ફરામરઝ. કવિ મેતીલાલ નથુશાહ: પદ્યકૃતિ 'શ્રીકૃષ્ણલીલા'ના કર્તા.
અનુવાદ છે, પણ શૈલીનું પ્રૌઢત્વ ધ્યાન ખેચે છે. શ્રીકૃષણના ચરિત્રને વર્ણવતું શ્રીકૃષણજન્મ ચરિત્ર' (૧૮૬૯) એ સાંગ કાવ્યરચના સુંદર પદબંધને કારણે ઉલ્લેખનીય છે. “રેવાશંકર કૃત કાવ્ય' (૧૮૭૫) એ ગુજરાતી-વ્રજ ભાષામાં લખાયેલાં પદ, ગરબી, ગઝલ, રેખતાઓને સંગ્રહ છે, જેને પ્રધાન વિષ્ણુ ભકિત છે. ‘શામળશાહને વિવાહ' (૧૮૮૫), 'જાડાંધર આખ્યાન' (૧૮૮૮) અને “નરસિહ મહેતાના બાપનું શ્રાદ્ધ' (૧૯૨૮) એ ત્રણેય આખ્યાનરૌલીને અનુસરે છે. 'શબ્દસિદ્ધાંતિકા (૧૮૮૬) સાંગ બાધાત્મક પદ્યકૃતિ છે. “ફાર્બસવિરહ'ના અનુસરણમાં રાચતી મનહરમાળા' (૧૯૮૦) અને 'ત્રિભુવનકીતિ' (૧૯૦૮) ઉપરાંત ‘ભાષા મહાભારન’, ‘નકારામચરિત્ર', 'કામનાથ મહાભ્ય’ અને ‘ચંડીચરિત્ર' પણ એમના નામે છે.
| બા.મ. કવિ રેવાશંકર વિજયરામ: ‘શંકરવિલાસ' (૧૮૮૪)ના કતાં.
કૌ.વ્ય.
કવિ મોહનલાલ દલપતરામ (૧૮૭૨ થી ૧૯૦૩ દરમ્યાન હયાત): કવિ. કવીશ્વર દલપતરામના મોટા પુત્ર.
જીવનનાં બાવીરા વર્ષ દરમિયાન છૂટક છૂટક પ્રગટ થયેલી કાવ્ય-પુરિતકાઓનું સંકલન મોહનવાણી ઉર્ફે મોહન-કાવ્યદોહન’ (૧૮૮૮) માં દલપતરામની રીતિની કાવ્યરચનાઓ હોવા છતાં તેમના જેટલું વૈyય કે સામર્થ્ય નથી. વક્રમીને મહિમા કરન દીદ કાવ્યરચના ‘લકમીમહિમા' (૧૯૭૨) આખ્યાન પ્રકારની કૃતિ છે. તે, સરસ્વતીના મહિમા સ્થાપનું ને ‘લક્ષ્મીમહિમાને મુકાબલે વિશેષ સૌષ્ઠવ ને પ્રૌઢિ દાખવનું દીદકાવ્ય “વિદ્યામહિમા' (૧૮૭૪) એમાંના પ્રસંગનિરૂપણને લીધે વિશેષ આસ્વાદ્ય બને છે. 'પુરુષપ્રયતા અને ઈશ્વરકૃપા' (૧૯૦૩) અને ‘સૂરતના પુરને ગરબો' એ એમની અન્ય કૃતિઓ છે. એમણે પંચાંકી નાટક 'મીણલદેવી' (૧૮૯૧) પણ લખ્યું છે.
કૌ.બ. કવિ રણછોડદાસ મેતીલાલ: કથાતત્વવાળી કૃતિ 'જૂના જમાનાની જેલી યાને નવી આંખે જૂના તમાસ : ૧' (૧૯૧૫)ના કર્તા.
કૌ.બ્ર. કવિ રતિલાલ વિઠ્ઠલદાસ: ‘કરણઘેલો પંચાંકી નાટક', 'ચંદનમલયાગિરિ નાટકનાં ગાયને' (૧૯૦૪), ‘વીરમતી અને જગદેવ પરમાર નાટકનાં ગાયને' (૧૯૦૪), 'શ્રી નવીન ચંદ્રહાસ નાટકનાં ગાયન' (૧૯૦૫) ના કર્તા.
નિ.. કવિ રમેશચન્દ્રગુલાબસિંહ: કથાત્મક કૃતિ “ધન કેનું તેમ જ સમાજશિક્ષણના આશયથી લખાયેલી પુસ્તિકાઓ ‘અઝા હાથ રળિયામણ’ અને ‘રારગવો’ના કર્તા.
કૌ.બ્ર. કવિ રામશંકર ગૌરીશંકર : ગરબી, પદ અને લાવણીબદ્ધ પદ્યકૃતિ ‘દરગાહી દંગ' (૧૮૭૪) ના કર્તા.
૨.૨,દ. કવિ તીર્થ (પરમહંસ): જીવનને ઉન્નતિને માર્ગે વાળવાના આશયથી લખાયેલા ૧૧ બધપ્રધાન લેખનું પુસ્તક “ઉઘડતાં જીવનનાં બારણાં' (૧૯૭૩), ‘જીવન-દર્શન’, ‘શાંતિની શોધ’ તેમ જ સંપાદને વિનયપત્રિકા :૨’ અને ‘સખી મણિરામ વાણીસંગ્રહના કર્તા.
ૌ.. કવિરૂપશંકર ગંગાશંકર : પદ્યકૃતિઓ ‘શિવ સ્તુતિ' (૧૮૭૧), 'રસિક રૂપકાવ્ય-ભા. ૧-૨’ (૧૮૭૨, ૧૮૭૪) તથા વનિતાવિગ” (૧૮૮૦)ના કર્તા.
કવિ લમીદાસ પ્રેમજી: પાકરણા બ્રાહ્મણોને, તડાં નહિ પાડતાં સંપીને રહેવા વીનવતાં પદ્યોની પુરિતકા 'કચ્છી ભાટીઆ મહાજનને અરજ' (૧૮૯૪)ના કર્તા.
કૌ.. કવિ લાધારામ : 'કાવ્યવિનોદના કર્તા.
નિ.વા. કવિ વલ્લભજી સુંદરજી, 'કાવ્યભૂષણ': 'બાલવાચન’ માસિક અને "કાઠિયાવાડી' અઠવાડિકના અધિપતિ.
એમણે “રાજનગરના રત્ન' (૧૯૧૮)માં અમદાવાદનાં અને મુંબઈના મહાશ’ પુરતક ૧-૨ (૧૯૨૦, ૧૯૪૮) માં મુંબઇનાં અગ્રગણ્ય સ્ત્રી-પુરના પરિચય આપ્યા છે. ઉપરાંત '૮૦ દિવસમાં દુનિયાની મુસાફરી', 'ભયંકર કૂતરો', 'છૂપી પોલીસની વાર્તાઓ', હારયતરંગ' તેમ જ નરોરામ બાલ ગ્રંથાવલિનાં ૨૧ પુસ્તકા એમના નામે છે.
રાં..
કવિ વાડીલાલ સાંકળચંદ : ઇષ્ટદેવ રણછોડરાયના અન્નકૂટ વખતે
ગવાતાં પદ તેમ જ અન્ય વેળાએ ગાવાનાં ભજનાની પુસ્તિકા “પ્રસાદીયા' (૧૯૦૩, જૈન સંપ્રદાયનાં જ્ઞાનપદેની પુસ્તિકા (કોંન્ફરન્સ દાનમાળા: ૧'(૧૯૦૮) અને દાંતાના મહારાજ શ્રી
હમીરસિંહજી સાહેબના રાજ્યાભિષેક પ્રસંગે રચેલાં પઘો ‘આનંદવિલાસ : ૧'ના કર્તા.
કૌ.. કવિ વિનયચન્દ્રજીવણલાલ, ‘ઉપમન્યુ, “બદનામ' (૧૫-૯-૧૯૩૫):
નવલકથાકાર, કવિ. જન્મ મહેસાણા જિલ્લાના દેવામાં. વતન કલ. અભ્યાસ ઇન્ટર આર્સ સુધી. ૧૯૫૩ થી ૧૯૬૪ સેલ
અને ભારત પેટ્રોલિયમ કંપનીમાં વિવિધ સેવાઓ, પૂર્વ આફ્રિકામાં. ૧૯૬૯ થી લેસ્ટર (ઈલૅન્ડ) માં બ્રિટિશ યુનાઇટેડ શુ મશીનરી કંપનીમાં ઑફિસર.
‘પ્રણયપંથે' (૧૯૬૧) એમની સામાજિક નવલકથા છે અને ‘ઉરધબકાર” (૧૯૮૫) એમને કાવ્યસંગ્રહ છે. .
એ.ટો.
કવિ રેવાશંકર જયશંકર : એમની કાવ્યપ્રવૃત્તિ પચાસેક વર્ષ સુધી ચાલેલી. એમનું પ્રથમ પ્રકાશન ‘એકાદશી કથા' (૧૮૫૫) એ
૨૬: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org