SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્યકોશની જના ગુજરાતી સાહિત્યને સર્વાગી પરિચય આપતા આ કોશ ગુજરાતી સાહિત્ય પરિષદના એક દાયકાના તપની ફલશ્રુતિ છે. આ પ્રકાશન અપૂર્વ ભલે હૈય, અનન્ય તે છે જ. ર! સંકલ્પ કેમ કરીને થયે એની કેટલીક વિગતો પણ ઐતિહાસિક સંદર્ભમાં નોંધપાત્ર છે. શ્રી રવીર ચૌધરી પરિષદમંત્રી હતા ત્યારે અમને ગુજstતે રાનવે સરકાર સાથે કરેલા પરવારમાં નોંધાયું છે તેમ સન ૧૯૭૯ ના રનની ૨૨ મી તારીખ વ. ઉમાશંકર જોશી, કરી મરાવનું શુકલ, વ, ઈશ્વર પેટલીકર અને શ્રી પિનાકિન ઠાકોર સાથે એમણે તે વખતના મુખ્યપ્રધાન શ્રી બાબુભાઈ જશભાઈ પટેલ સમક્ષ આ યોજના રજૂ કરી. શિક્ષણ મંત્રી શ્રી નવલભાઈ શાહ અને નાણા મંત્રી શ્રી દિનેશભાઈ શાહ શ્રી બાબુભાઈ પટેલની સંમતિને અમલમાં મૂકી અને નવ માસની ટૂંકી મુદતમાં સાહિત્યકોશની યોજના શરૂ થઈ. | ગુજરતી સાહિત્ય પરિષદની કાર્યવાહક સમિતિએ નિયુકત કરેલી વરણી સમિતિએ રાહત"કેશન સંપાદનની મુખ્ય જવાબદારી ઉપાડવા માટે નવી પેઢીના સંનિષ્ઠ અભ્યારણીઓને નિમંત્રણ આપવા ઠરાવ્યું. તે પ્રમાણે તા. ૮-૧૨-૧૯૭૯ ના પત્રથી શ્રી જયંત કોઠારીને મુખ્ય રસંપાદક તરીકે અને શ્રી ચંદ્રકાન્ત શેઠને સહસંપાદક તરીકે સેવા આપવા નિમંત્રણ પાઠવ્યાં. એમની સંસ્થાની જી. એલ. એસ. ગલર્સ કોલેજ અને ગૂજરાત વિદ્યાપીઠ એમની સેવાઓ લિયન પર આપીને પરિષદને ઉપકૃત કરી છે. સાહિત્યકોશનું કામ શરૂ કર્યું ત્યારે અંદાજ એવો હતો કે સંપાદનનું કામ પાંચેક વર્ષની મુદતમાં પૂરું થઈ જશે. પરંતુ શ્રી જયંત કોઠારીનાં ખંત અને ચીવટને કારણે સંપાદનમાં રાંશે ધનવૃત્તિ મળી. ૧૪નામાં એક નવું પરિમાણ ઉમેરાયું. તેથી મુદત બેવડાઈ. એમણે કોશના રાહકાર્યકરો સાથે ગ્રંથાલયો અને ગ્રંથભંડારોની મુલાકાત લઇ, જયાં શક હતું ત્યાં હસ્તપ્રતા પણ તપાસી અને પૂર્વે થયેલાં આ પ્રકારનાં સંપાદનકાર્યોની દુરસ્તી પણ કરી. શ્રી જયંત કેઠારીએ સાડા ચાર વર્ષ પછી માનાર્હ મુખ્ય સંપાદક તરીકે સેવાઓ આપી. શ્રી ચંદ્રકાન્ત શેઠને માથે શ્રી કે. લા. સવાધ્યાયમંદિરના નિયામકની જવાબદારી આવતાં એમને કાર્યભાર શ્રી રમણ સેનીએ સંભાળ્યું. શ્રી કોઠારી તા. ૩૦-૬-૧૯૮૭ થી સાહિત્યકોશના સંપાદનકાર્યમાંથી, મુકત થયા ત્યારે શ્રી જયંત ગાડીત સાહિત્યકોશના બીજા ભાગ સાથે સંકળાયેલા હતા. એમણે શ્રી જયંત કોઠારીના ઉત્તરાધિકારી તરીકે સ્તુત્ય કાર્ય કર્યું છે. શ્રી રમેશ દવે પણ આ યોજના સાથે આરંભકાળથી સંકળાયેલા રહ્યા છે. શ્રી ચંદ્રકાન્ત ટોપીવાળ એ શ્રી ક. લા. સ્વાધ્યાયમંદિરના નિયામક થવાની સાથે સમગ્ર કેશયોજનાની વહીવટી જવાબદારી ઉપાડી લીધી. પોતાના સંપાદન હેઠળ કેશનો બીજો-ત્રીજો ભાગ નિયત સમયમાં પૂરો થાય એ માટે તેઓ કુતસંકલ્પ હતા. આ બીજા ખંડનાં કર્તાઓ તેમ જ કૃતિઓનાં પાંચ પચાસ જેટલાં અધિકરણ અગાઉથી તૈયાર હતાં. શ્રી ચંદ્રકાન્ત ટોપીવાળા મુખ્ય સંપાદક તરીકે અધિકરણોની રાખ્યા નવેક હજાર રાધી લઈ ગયા. સંપાદન ઉપરાંત મુદ્રણનું કામ પણ એમની દેખરેખ નીચે થયું. સંપાદક તરીકે એમને શ્રી રમણ સોની અને શ્રી રમેશ ર. દવેને સહયોગ સાંપડયો છે. પરિષદ આ ત્રણેય વિદ્રાની સેવાઓની કદર કરે છે. આરંભિક વર્ષોમાં કોશની સલાહકાર સમિતિના સભ્યોએ દિવસેના દિવસો આપ્યા છે. વ. ઉમાશંકર જોશી, શ્રી હરિવલ્લભ ભાયાણી, શ્રી નગીનદાસ પારેખ અને શ્રી યશવન્ત શુકલની Jain Education Intemational For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy