________________
સાપના ભારા – સાહિત્યવિચાર
સાપના ભારા (૧૯૩૬) : ઉમાશંકર જોશીનાં અગિયાર સામાજિક
એકાંકી નાટકોને સંગ્રહ. અંગ્રેજી ભાષા મારફત વાંચેલાં નાટકોને આધારે નાટકનું કાર્ય દૃષ્ટિ સમક્ષ બનતું હોય એમ સતત કલ્પતા રહીને નાટકકારે ગ્રામજીવનની વાસ્તવિકતાને લેકબેલીના વિવિધ ઘાટમાં ઉતારી છે. ગ્રામીણ સમાજ, ગ્રામીણ પાત્રો અને ગ્રામીણ પરિસ્થિતિઓની કોઠાસૂઝભરી કલાનિર્મિતિ આ નાટકોને વિશેષ છે. મોટે ભાગે નિરાશાનું, દુ:ખનું નિરૂપણ છે છતાં અનિષ્ટચિંતકનું અહીં દોષદેખાપણું નથી. ગ્રામપ્રદેશની વૈવિધ્યપૂર્ણ જીવંતતાને સર્જકની સંવેદનશીલતાથી ઉપસાવવામાં આવી છે. “સાપના ભાર'માં સસરાથી સગર્ભા બનતી વિધવા પુત્રવધૂ મેનાની કરુણતાનું કે બારણે ટકોરા’માં અતિથિશ્રદ્ધામાંથી ચલિત થતી ગોરાણીની વેદનાનું નિરૂપણ વેધક છે. આ ઉપરાંત ‘ઊડણ ચરકલડી’, ‘ખેતરને ખોળે', “ઢેડના ઢેડ ભંગી' વગેરે પણ સિદ્ધ નાટકો છે. ‘ગાજરની પિપુડી’માં શહેરી જીવનને કટાક્ષપૂર્ણ અનુભવ ઊતર્યો છે.
ચં.ટો. સાફી મણિલાલ ઘેલાભાઈ : નવલક્યા “દિનકર-મણિ' (બી. આ. ૧૯૨૭)ના કર્તા.
| નિ.વા. સાબિર વટવા: જુઓ, બુખારી સાબિરઅલી અકબરમિયાં. સાબુગળા(વાળા) પપટલાલ મેહનલાલ: કથાકૃતિ “પુષ્પાયુધના
સારગ બારોટ : જુઓ, બારોટ ડાહ્યાલાલ દેવરામ. સારોદી : જુઓ, પટેલ ઉમરજી ઇસ્માઇલ. સાર્જન્ટરાય : જુઓ, દિવેટિયા ભાગીન્દ્રરાવ રતલાલ. સાલિક પોપટિયા : જુઓ, પોપટિયા અલારખા ઉસ્માને. સાવલા માવજી કેશવજી (૨૦-૯-૧૯૩૦): ચરિત્રલેખક. જન્મ તુંબડી (જિ. કચ્છ)માં. ૧૯૪૪ માં મૅટ્રિક. ૧૯૬૬ માં બી.એ. ૧૯૬૮ માં તત્ત્વજ્ઞાન વિષયમાં એમ.એ. ૧૯૭૪ થી ૧૯૭૭ સુધી આદિપુરની તોલાણી આર્ટ્સ કોલેજમાં તત્ત્વજ્ઞાનના ખંડસમયના અધ્યાપક. પછીથી પોતાની વેપારી પેઢી સાથે સંલગ્ન.
એમણે ‘ગુર્જયેફ: એક રહસ્યમય ગુરુ' (૧૯૮૭), ‘યાત્રિકની આંતરકથા' (૧૯૮૭), ‘સંવાદને સથવારે' (૧૯૮૭) જેવી ગુર્જયેફની જીવનસાધનાને નિરૂપતી પુસ્તિકાઓ આપી છે. આ ઉપરાંત ‘ભારતીય દર્શનશાસ્ત્ર' (૧૯૭૫) અને “સનાતન સમસ્યાઓ : ફિલસૂફની આંખ(૧૯૭૫) નામની પુસ્તિકાઓ પણ એમણે આપી છે.
કર્તા.
સાવલિયા મનસુખલાલ લવજીભાઈ (૬-૧૦-૧૯૩૪): ચરિત્રકાર, સંપાદક. જન્મ ફતેપુર (જિ. અમરેલી)માં. ભેજા ભગતના વંશજ. એમ.એ., એલએલ.બી. ઉપલેટાની કોલેજમાં અધ્યાપક.
એમણે “જે પીડ પરાઈ જાણે' (૧૯૮૪) અને ‘સંતકવિ ભોજા ભકત' (૧૯૮૫) જેવાં ચરિત્રો, ‘ભોજા ભગતને કાવ્યપ્રસાદ (૧૯૬૫), વિસ્તૃત અને અભ્યાસપૂર્ણ સંપાદકીય સાથેનું સંપાદન ‘ભોજા ભગતની વાણી' (૧૯૮૩), અનુવાદ “મેઘદૂત' (૧૯૮૦) વગેરે પુસ્તકો આપ્યાં છે.
નિ.. સામી કરુણાદાસ બેચરદાસ : ભજન સંગ્રહ ‘આનંદવિલાસ રતનાવલી' (૧૯૧૨) ના કર્તા.
નિ.. સાયલાકર કેશવલાલ રણછોડદાસ, મસ્તરામ’: સૌરાષ્ટ્રના બહારવટિયા ખાપરાકડિયાના જીવનની ઘટનાઓને વર્ણવતી કથાકૃતિ ‘ખાપરા કોડિયાનાં પરાક્રમ' (૧૯૩૮) તથા ‘મહાત્મા કમળદાસ આખ્યાન' (૧૯૫૫)ના કર્તા.
નિ.. સાયુજય (૧૯૭૨): હસમુખ પાઠકને આધુનિક કવિત્વરીતિને
અનુસરતાં પ્રયોગશીલ કાવ્યોને સંગ્રહ. અહીં પ્રથમ કાવ્યસંગ્રહ ‘નમેલી સાંજનાં કેટલાંક કાવ્યના પુનર્મુદ્રણ સાથે અઢાર જેટલી નવી રચનાઓ છે. “સાંજ', વૃદ્ધ’, ‘કઈને કાંઈ પૂછવું છે?” જેવાં કાવ્યમાં કવિની વક્રદૃષ્ટિ સાંપ્રત સમયની વિસંવાદિતાઓને લય, પ્રાસ, પ્રતીક અને કૌસની પ્રયુકિતઓ દ્વારા સાર્થ રીતે નિરૂપે છે. પંકિતઓની સહેતુક વિશિષ્ટ ગોઠવણી કરીને કવિતાનો દૃશ્ય આકાર ઉપસાવવાને યત્ન પણ અહીં છે. ઊર્ધ્વગામી થવા મથતી કવિની ભાવના અજામિલ અને ગજેન્દ્ર જેવાં પુરાકલ્પન દ્વારા પ્રગટ થઈ છે. “એક ને એક, ‘વિચાર એટલે’, ‘ઇચ્છામૃત્યુ' જેવાં કાવ્યને આરંભ આકર્ષક છે.
નિ.વ. સારસ્વત: જુઓ, બારોટ પ્રલાદ જુગલદાસ.
સાહિત્ય અને વિવેચન - ભા. ૧, ૨ (૧૯૩૯, ૧૯૪૧) : કેશવ હર્ષદ. ધ્રુવનાં લખાણોના સંગ્રહ. ભા. ૧માં ગુજરાતી ભાષા અને સાહિત્યને લગતા લેખે સિવાયના, માસિકોમાં છપાયેલ મૌલિક કાવ્યો, ગદ્ય અને પદ્યના અનુવાદો તેમ જ સાહિત્ય-ઇતિહાસને લગતા લેખે સંચિત થયેલા છે; જયારે ભા. ૨ માં ગુજરાતી ભાષાશાસ્ત્ર પરના તેમ જ ગુજરાતી સાહિત્ય અને ભાષાના વિકાસના અભ્યાસમાં ઉપયોગી બને તેવા લેખે છે. આ લેખમાં સમભાવશીલ સંશોધકની સૂક્ષ્મ અચિને પરિચય થાય છે.
ચં.ટા. સાહિત્યપ્રિય: જુઓ, શાહ ચુનીલાલ વર્ધમાન. સાહિત્યયાત્રી: જુઓ, મેઘાણી ઝવેરચંદ કાલિદાસ. સાહિત્યવત્સલ : જુઓ, શાસ્ત્રી કેશવલાલ કાશીરામ. સાહિત્યવિચાર (૧૯૬૬): આચાર્ય આનંદશંકર ધ્રુવના વિવેચનલેખને રામનારાયણ પાઠક અને ઉમાશંકર જોશી દ્વારા સંપાદિત સંગ્રહ. આ ગ્રંથમાં પ્રવચને, નિવાપાંજલિઓ, જુદાં જુદાં પરિસંવાદ/પરિષદ વેળાનાં લખાણ વગેરે મળી પચાસ લેખે છે. લેખો પ્રાસંગિક હોવા છતાં તેમાં લેખકની સાહિત્યવિભાવના તથા
૬૨૦: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org