________________
સધરા જેસંગને સાળા- સરકવિ હીરાલાલ મેહનલાલ
બૌદ્ધિકના મનમાં જન્મતી દિધાનું આસ્વાદ્ય આલેખન છે. સૂરા ગામમાં કર્મકાંડી બ્રાહ્મણ કુટુંબમાં જન્મ તથા ઉછેર અને પછી મુંબઈમાં વસવાટ તથા આધુનિક સભ્યતાના રંગે રંગાયેલી યુવતી નીરા સાથેના લગ્નનું વિચ્છેદમાં પરિણમન આ દ્વિધાનાં નિમિત્તો છે. આને માટે લેખકે સમયનું વિશિષ્ટ સંયોજન કર્યું છે. પ્રત્યક્ષ રીતે અહીં મુંબઈમાં પોતાની ઓરડીમાં એકલવાયા રહેતા નીલકંઠના જીવનને એક દિવસ રજૂ થયો છે; એમાં વચ્ચે સ્મૃતિરૂપે એક વરસ પહેલાં નીરા સાથે સુરા ગામમાં એણે વિતાવેલો અને પછી અમુક સમય ઊપસતો આવે છે. વારાફરતી ગોઠવાયેલા આ ખંડો સાંસ્કૃતિક વિભેદની સહપસ્થિતિ રચે છે અને તેના વિરોધને તીવ્રપણે ઉપસાવે છે.
ધી.મ. સમીર : નવલકથા ‘વિશ્વાસઘાતના કર્તા.
કાછિયામાંથી મંત્રીપદે પહોંચી સગાંવહાલાંને સહાયક થતા સધરો શાસનતંત્ર પરનો કટાક્ષ છે.
ચં.ટો. સધરા જેસંગને સાળ - ભા. ૧-૨ (૧૯૬૨) : ચીલેચલુ નવલકથાથી ઊંફરાટે જવાના પ્રયાસરૂપે લખાયેલી ચુનીલાલ મડિયાની હાસ્યરસિક નવલકથા. ગુજરાતી ભાષામાં ભદ્રભદ્ર’ અને ‘અમે બધાં' જેવી મહત્ત્વની રચનાઓ પછીની આ સળંગ હાસ્ય નિરૂપતી સુદીર્ઘ કથા ગણનાપાત્ર છે. સામાન્ય કાછિયા સધરા જેસંગને સેવકરામ ચૂંટણીમાં ખેંચે છે અને સધરે પિતાના સાળા ભડક અને સેવકરામ મારફતે ચૂંટણીમાં જીતી મુખ્યપ્રધાન બને છે. પરંતુ સાળો ભડક સધરાને છેવટ સુધી નચાવ્યે રાખે છે અને અંતે પોતે વિરોધપક્ષમાં ભળી જાય છે. આ કથાવિષયને નિરૂપવા જતાં નવલકથાકારે અતિરંજિત ચિત્રણે, અતિશયોકિતઓ, વ્યંગ અને વિલક્ષણ પાત્રો તેમ જ ઘટનાઓને આશ્રય લીધો છે. મતલબીપણાથી અને ડરપોકપણાથી હીનતત્ત્વ એવા પાત્રની આસપાસ રાજકારણ અને લોકશાહીનાં દૂષણોની ઠેકડી કરવા સાથે લેખક વર્તમાન સમાજ, સાહિત્ય, શિક્ષણ, વેપાર, ઉદ્યોગ, ધર્મ વગેરે વિવિધ કક્ષેત્રોમાં ઘૂમી વળે છે. આ માટે લેખકે પ્રયોજેલાં ભાષાના વિવિધ વર્ગના વિવિધ સ્તરો તથા નવાં અર્થઘટને, નવી સાદૃશ્યરચનાઓ ને શબ્દવિશ્લેષે નોંધપાત્ર છે. એકંદરે લેખકે અંગત પૂર્વગ્રહથી મુકત રહી સળંગ હાસ્યની સફળ નવલકથા આપી છે.
ચં.ટો. સપારણ : ઝવેરચંદ મેઘાણીની નવલકથા ‘સેરઠ તારાં વહેતાં પાણીની સેરઠી સત્ત્વ અને ખમીરને પ્રગટ કરતી મેર નાયિકા. સવહીન વ્યકિતને પરણવાને બદલે ઘર છોડી ગયેલી તે અંતે ડાકૂબની સાત વર્ષની કેદ સ્વીકારે છે.
ચંટો. સપ્તપદી (૧૯૮૧): ઉમાશંકર જોશીને સાત પદો-કાવ્યોને સંગ્રહ મૂળે બાર કૃતિઓનું કલ્પનું ગુચ્છ, પાંચ કૃતિઓના ગુચ્છની કલ્પનામાં ફેરવાઈ છેવટે સાત કૃતિઓના ગુચ્છમાં પરિણમેલું છે : છિન્નભિન્ન છું', ‘શોધ’, ‘નવપરિણીત પેલાં’, ‘સ્વપ્નને સળગવું હોય તો’, ‘પીછો’, ‘મૃત્યુક્ષણ’ અને ‘પંખીલેક'. આ સાત કાવ્ય પૂર્ણતા તરફ સરકી એક કાવ્ય થવા મહત્ત્વાકાંક્ષી પ્રયત્ન કરે છે, પણ અહીં પહેલી અને છેલ્લી રચના વચ્ચે પચીસ વર્ષનું છેટું છે; તેથી એમાં સર્જનની વિષમતા, સ્તરની ઉચ્ચાવચતા, અભિવ્યકિતના તરીકાઓની અલગ અજમાયશ -આ બધું સહજપણે ઊતરી આવ્યું છે. આ કાવ્યોમાં માનવીય તર્ક મુખ્ય આધાબળ છે; સાતે કાવ્યોમાં ‘પંખીલેક’ સળંગ તાજગીનો અનુભવ કરાવે છે અને છયે કાવ્યોની મર્યાદાને અતિક્રમી પિતાનું સ્વતંત્ર અસ્તિત્વ ઉપસાવે છે. ઉમાશંકરનું મોટા કવિનું ગજું એમાં સ્પષ્ટ જોઈ શકાય છે.
ચં.ટો. સમયદ્વીપ (૧૯૭૪): ભગવતીકુમાર શર્માની આ લઘુનવલમાં ચુસ્ત ધાર્મિક સંસ્કારો અને આધુનિક જીવનરીતિ અંગે એક સંવેદનશીલ
સમૂળી ક્રાંતિ (૧૯૪૮) : કિશોરલાલ ઘ. મશરૂવાળાનું, સમાજના
આમૂલ પરિવર્તનની વિચારણા આપતું પુસ્તક. ગાંધીવિચાર એના પાયો બન્યો છે; પણ ઘણીવાર તેને લેખક અતિક્રમી ગયા છે. એનો બીજો પાયો છે ભારતીય સનાતની હિન્દુ સમાજ; પણ છેવટે એમની વિચારણા જાગતિક કક્ષાની બની ગઈ છે. એમની વિચારણા સામ્યવાદના જેવી નિરીશ્વરવાદી નથી, તો તે ગૂઢવાદીઓના જેવી સેશ્વરવાદી પણ નથી. આ વિચારણા એમણે ધર્મ, સમાજ, કેળવણી વગેરે ચાર વિભાગોમાં વહેંચી નાખી છે. તેનો સારાંશ છે : ઈશ્વર એક જ છે; ગમે તે મોટો માણસ-અવતાર કે પેગંબર - ઈશ્વર નથી જ; સમાજને પાયો વ્યવહારશુદ્ધિ અને નીતિ છે, તેનો કોઈ પેગંબર કે અવતાર ભંગ ન કરી શકે, કેળવણી ચારિવ્યમૂલક હોય અને તે સમાજના યોગક્ષેમના વિકાસ માટે જ હોય - બધું જ વિવેકપૂર્ણ રીતે જ સ્વીકારવું અથવા અસ્વીકારવું જોઈએ.
કર્તાની વિચારણા મૂળભૂત અને મૌલિક હોવાથી તથા એનું નિરૂપણ સઘન, ગહન ને વિશદ હોવાથી આ પુસ્તક વિચારપ્રેરક ને ઉત્તેજક છે. અતિસામાજિકતા એ આ પુસ્તકની વિચારણાની મર્યાદા પણ ગણાય; અને એ રીતે તે ગૂઢવાદીઓ-રહસ્યવાદીઓની ટીકાનું પાત્ર પણ બન્યું છે.
ન.પં. સમેજા ઇબ્રાહીમ સુલેમાન, ‘ખલીલ ભાવનગરી' (-, ૨૧-૧૪-૧૯૫૩): કવિ. જન્મસ્થળ ભાવનગર. રણજિતસિંહના દરબારમાં પોલીસ ખાતાના બૅન્ડ વિભાગમાં નકરી. ‘ખલીલની શાયરી' (૧૯૫૬) એમને મરણોત્તર સંગ્રહ છે.
ચંટો. સમ્રાટ શ્રેણિક: માતા ચલ્લણા દ્વારા પુત્ર કુણિક સમક્ષ ખૂલતા
જતા, પિતા સમ્રાટ શ્રેણિકના વાત્સલ્યવૃત્તાન્તની આસપાસ કરુણાન્ત સર્જતું ચુનીલાલ મડિયાનું એકાંકી.
ચં..
સરકવિ હીરાલાલ મોહનલાલ : કીર્તન સંગ્રહ ભાવના' (અન્ય સાથે) -ના કર્તા.
૨.ર.દ.
૧૧૨: ગુજરાતી સાહિત્યકોશ -૨
Jain Education international
For Personal & Private Use Only
www.jainelibrary.org