SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ણ અવિનાશાનંદ–વલ્કલરાય વર્ણ અવિનાશાનંદ : બાળબોધ લિપિમાં છપાયેલી પદ્યકૃતિ કરછની લીલાના પદા' (૧૯૪૨)ના કર્તા. વર્તમાન : જુઓ, પાઠક રામનારાયણ વિશ્વનાથ. વર્મા ઉદિત નારાયણલાલ : નવલકથા 'દીપનિર્વાણ' (૧૮૮૬)ના કતાં. વર્મા કૃષ્ણલાલ : જીવનચરિત્ર ‘હિંમતલાલ ગણેશજી અંજારિયા (૧૯૩૩)ના કર્તા. વર્મા ગુમાનલાલ નાહારભાઈ: નવલકથા 'પિશાચપદની'(૧૯૧૬) -ના કર્તા. વર્મા ચતલાલ હરિલાલ : ‘મુંબઇની મરકીને નાટકરૂપ અહેવાલ’ (૧૮૯૭)ના કર્તા. જા(૧૯૪૬) નામની નવલકથાઓ આપી છે. કાઠિયાવાડ, ગૌડબંગાળ, બુંદેલખંડ, પંજાબ અને રાજસ્થાનની લોકકથાઓ ઉપરાંત ‘દોલતપરી’, ‘સેનાપદમણી', ‘નાગકુમારી', 'ગંડુ રાજા’, ‘પાકો પંડિત’, ‘નીલમણિ' અને 'ફૂલવંતી' જેવી બાળવાર્તાઓ ધરાવતી લેકકથા ગ્રંથાવલિ': ૧, ૨, ૩ (૧૯૪૪, ૧૯૪૫, ૧૯૪૬) પણ એમણે આપી છે. “આંગણાના શણગાર', “ઊડતા ભંગી', 'વગડામાં વસનારાં', 'કંઠે સોહામણા’ અને ‘પ્રેમી પંખીડાં નામની પક્ષીપરિચય ગ્રંથાવલિ (૧૯૪૫)ની પુસ્તિકાઓ તથા કાઠિયાવાડના ઘડવૈયા' (૧૯૪૧), ‘જીવનશિલ્પીઓ' (૧૯૪૧), “આચાર્ય પ્રફુલ્લચન્દ્ર રૉય' (૧૯૪૫), “શાહનવાઝની સંગાથે' (૧૯૪૬), ‘સુભાષના સેનાનીઓ' (૧૯૪૬) અને ઝવેરચંદ મેઘાણી' (૧૯૪૭) જેવી ચરિત્રપુસ્તિકાઓ એમના નામે છે. સાંબેલાં' (૧૯૪૨), ‘અમથી ડોશીની અવળવાણી(૧૯૪૬) નામનાં વ્યંગચિત્રો તેમ જ “ગગનને ગોખે' (૧૯૪૪), “આકાશપોથી' (૧૯૫૦) વગેરે વિજ્ઞાન-પુસ્તકો એમણે લખ્યાં છે. આ ઉપરાંત, “સરહદ પાર સુભાષ(૧૯૪૩) એમનું અનુવાદપુસ્તક છે. ૨.ર.દ. વર્મા બંસીલાલ, કિશોર વકીલ’, ‘ચકોર (૨૩-૧૧-૧૯૧૭) : હાસ્ય બંગલેખક. જન્મ ચોટિયા (ઉત્તર ગુજરાત)માં. ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળ પાસે ચિત્રકળાને અભ્યાસ. પાંત્રીસ વર્ષથી વિવિધ અખબારોમાં વ્યંગ અને ઠઠ્ઠાચિત્રોનું તેમ જ ગ્રંથાવરણનું આલેખન. એમણે “વિનોદવાટિકા' (૧૯૨૯) ઉપરાંત લાલબહાદુર શાસ્ત્રીના સેવાકાળને સ્પર્શતાં વ્યંગચિત્રોનો સંગ્રહ “વામનમાંથી વિરાટ', ‘ભારતમાં અંગ્રેજી અમલ” તથા “શાંતિમય ક્રાંતિ’ જેવાં પુસ્તકો આપ્યાં છે. વર્મા જયકૃષ્ણ નાગરદાસ (૨૬-૫-૧૮૯૪, ૧૯૪૩) : જન્મ ભરૂચમાં. પ્રાથમિક શિક્ષણ ભરૂચમાં. માધ્યમિક શિક્ષણ વડોદરામાં. ૧૯૧૬ માં બી.એ. ૧૯૧૦માં એલએલ.બી. ઇંગ્લેન્ડ જઈ બૅરિસ્ટર થયા. લંડન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં એમ.એસસી. સ્વદેશાગમન પછી મુંબઈની હાઈકોર્ટમાં વકીલાત. ૧૯૨૩ થી સ્ત્રીમાસિક ‘ગુણસુંદરી’ના તંત્રી. સરળ ભાષામાં ગાંધીજીની જીવનવિગત આપતું “મહાત્મા ગાંધીજીનું જીવનચરિત્ર' (૧૯૨૨) એમની પાસેથી મળ્યું છે. ઉપરાંત વર્માની વિવિધ વાર્તાઓ' (૧૯૨૫) અને ‘લક્ષ્મીની સાડી અને બીજી વાર્તાઓ' (૧૯૩૧) નામે વાર્તાસંગ્રહો એમણે આપ્યા છે. ‘હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસને ઇતિહાસ’ - ભા. ૧, ૨ (૧૯૨૧, ૧૯૨૩) એમણે લખ્યું છે, જે પૈકી પહલે ભાગ મિસીસ બિસાન્ટના લખાણ પર આધારિત છે. શ્ર.ત્રિ. વર્મા ત્રિભુવનદાસ : જીવનચરિત્ર પ્રજ્ઞાચક્ષુ વેદજ્ઞાતા મહર્ષિ વીરજાનંદજી' (૧૯૧૬)ના કર્તા. વર્મા મેહનદાસ વિઠ્ઠલદાસ : ‘અયોગ્ય દીક્ષા નાટકનાં ગાયને (૧૯૩૩) તથા ‘કાળે બજાર' (૧૯૪૪)ના કર્તા. ૨.ર.દ. વર્ષની એક સુંદર સાંજ : બળવંતરાય ક. ઠાકોરનું સોનેટ. એમાં પર્વતપ્રદેશમાં વર્ષો પછી ઉઘાડ પ્રિયાના ટહુકાથી નવું સૌંદર્ય ધારણ કરે છે. રાંટો. વલાણી કનૈયાલાલ ફકીરચંદ : પદ્યકૃતિ “અશોકગીતમંજરી (૧૯૬૯)ના કર્તા. ૨.ર.દ. વલીઆણી એચ. ઈ., ‘કોઈપણ’, ‘મુસ્લિમ' (૧૯૧૨,૧૦-૬-૧૯૭૧): નાટક “શંખ અને કોડી' (૧૯૨૪)ના કર્તા. વર્મા નિરંજન માવલસિહ, અશ્વિનીકુમાર’, ‘જયવિજય (૧૯૧૭, ૧૯૫૧) : નવલકથાકાર, બાળસાહિત્યકાર. જન્મ રાજડા (જિ. જામનગર)માં. અંગ્રેજી છ ધોરણ સુધીનું શિક્ષણ વાંકાનેરમાં; પછીનું વિનીત સુધીનું દક્ષિણામૂર્તિ, ભાવનગરમાં. ૧૯૩૩ થી ૧૯૪૭ સુધી સત્યાગ્રહ અને ભૂગર્ભ પ્રવૃત્તિ. એ દરમિયાન ત્રણ માસને જેલવાસ. જયમલ્લ પરમાર સાથે રાષ્ટ્રોત્થાનની વિવિધ પ્રવૃત્તિઓ. ૧૯૩૯થી ૧૯૪૨ સુધી ઝવેરચંદ મેઘાણી સાથે ફૂલછાબ' સાપ્તાહિકના સહતંત્રી. આંધ્રના મદનપલ્લી ગામે અવસાન. પોતાનું સઘળું લેખનકાર્ય જયમલ પરમાર સાથે કરનાર આ લેખકે આઝાદી અને રાષ્ટ્રધર્મ સંબંધી વિષયવસ્તુ ધરાવતી ‘ખંડિત કલેવરો' (૧૯૪૨), ‘અણખૂટ ધારા' (૧૯૪૫), “કદમ કદમ બઢાયે ૨.ર.દ. વલીમહમ્મદ : ‘હૈદરચરિત્ર તથા હૈદરવાણી'ના કર્તા. ૨.૨.દ. વલ્કલ: જુઓ, ઠાકોર બળવંતરાય કલ્યાણરાય. વલ્કલરાય: જુઓ, ખબરદાર અરદેશર ફરામજી ૫૩૪: ગુજરાતી સાહિત્યકોશ - ૨ Jain Education Interational For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy