________________
યુવક-રણછોડ ગલુરામ ગજરામ
ને અંધારપછેડ', સરકારી જાનવર’, ‘નામ મથુર તવ’, ‘મને મોકલે’, ‘શ્રીકૃષણ: શરણં મમ” વગેરે સમાજ, રાજકારણ, સરકારી તંત્ર, ધાર્મિક આચાર ઉપર સીધે કટાક્ષ કરે છે. “મહિન’, ‘હું એ? એ હું?”માં માનવસંબંધની સંકુલતા અને સંવેદનનું અસરકારક નિરૂપણ છે. માનવ ગરિમાની જ અને એ માટે જરૂરી સંપ્રજ્ઞતા આ વાર્તાઓનું પ્રમુખ લક્ષણ છે. સ્વરૂપની દૃષ્ટિએ કોઈ કોઈ વાર્તામાં ટુચકાનાં, તો કોઈમાં નિબંધનાં તત્ત્વો દેખાય છે. પ્રયોગશીલતા અને અર્થઘાતક અરૂઢ શૈલી એનું વિશિષ્ટ તત્ત્વ છે.
ધી.મ.
રખડ: જુઓ, જોશી ગૌરીશંકર ગોવર્ધનરામ. રખમાબાઈ : સ્ત્રીઓની પ્રગતિ માટે માર્ગદર્શક બની રહે તેવાં
પ્રાચીન સાહિત્યમાંનાં દૃષ્ટાંતોને આધારે લખાયેલા લેખ ને! સંગ્રહ ‘મહિલાસંસાર” (માણેકબાઈ કહાનજી કવિ સાથે)નાં કર્તા.
નિ.વા. રઘુ અક્કલગરો : કુરકુરિયા વાવવાથી માંડીને મારતરની ચોટલી
બાંધવા સુધીનાં પરાક્રમ કરતા કમઅક્કલદાની લાગણીનાં પાસાંઓ ઉઘાડતો અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનો ચરિત્રનિબંધ.
ચં.કો. રધુનાથાચાર્ય : ઈશ્વરભકિત વિશેનાં કાવ્યોનું પુસ્તક 'કાવ્યસંગ્રહ (૧૯૧૯)ના કર્તા.
નિ.વા. રઘુવંશી લાધારામ વિસરામ : પદ્યકૃતિ હંસવિરહ બાટલ શેઠ હંસરાજ કરમશી (સ્ટીસ ઓવ ધી પીસનું સ્વર્ગવાસ વર્ણન (૧૮૭૨), અન્યોકિતકાવ્ય “શિક્ષારત્ન (૧૯૬૧) અને બાધક કાવ્ય ‘સંપે વિજય'ના કર્તા.
યુવક : જુઓ, શાહ વાડીલાલ મોતીલાલ. યુસુફ મહેરઅલી : ચરિત્રકથાસંગ્રહ “ડાપણા નેતાઓ'- ભા. ૨ (૧૯૪૭)ના કર્તા.
• મૃ.માં. વેગી : જુઓ, જાશી પ્રાણશંકર સોમેશ્વર, યોગી છગનલાલ વનમાળી, વગેશ': નવલકથા “વીરાંગના(૧૯૨૩).
ઉપરાંત “યોગેશની વાતો' (૧૯૩૨), ચરિત્ર “રમણમહિમા' (૧૯૫૨) તથા સંપાદન “મોક્ષનો માર્ગ' (૧૯૫૯)ના કર્તા.
મૃ.માં. યોગી દેવચંદભાઈ વાઘજીભાઈ, દેવયોગી' (૨૨-૯-૧૯૩૭) :
જન્મ કેશાણી (જિ. મહેસાણા)માં. એમ.એસસી., પીએચ.ડી. સાયન્સ કોલેજ, કડીમાં અધ્યાપક.
એમની પાસેથી નવલકથાઓ ‘પુનર્મિલન (૧૯૭૩) અને ‘ઊઘડવાં દિલનાં દ્રાર' (૧૯૭૬) મળી છે.
મૃ.મા. યોગી પ્રાણશંકર : સરલ પદામાં રચાયેલી ‘ગાવિદગીના' (૧૯૩૩) -ના કર્તા.
મૃ.માં. યોગેન્દ્ર: જુઓ, દેસાઈ મણિભાઈ હરિભાઇ. યોગેશ્વરજી : જુઓ, આચાર્ય જગદીશચંદ્ર શાંતિલાલ.
રજકણ : કથાકૃતિ “દીકરીની દાઝ'ના કર્તા.
નિ.વા. રજનીકાન્ત મહેતા : જુઓ, પરમાર મકનજી માનસિક, રજપૂતાણી : ધૂમકેતુની ટૂંકી વાર્તા. એમાં ચોમાસામાં ગરાણીને
મળવા નીકળેલા અને રૂપેણમાં ડૂબી અવગતે થયેલા ગરાશિયાનું ઘર માંડવા અંતે પાણીમાં ડૂબી જતી ગરાસણીનું કથાનક લેકકથાત્મક અને રહયપૂર્ણ છે.
ચં.ટો. રઢિયાળી રાત - ભા.૧,૨,૩,૪ (૧૯૨૧, ૧૯૨૬, ૧૯૨૭,૧૯૪૨):
ઝવેરચંદ મેઘાણીએ સંપાદિત કરેલા લોકગીતોના આ ચાર સંચયો ૧૯૭૩ ની નવી આવૃત્તિથી બે ભાગમાં પ્રાપ્ય છે. એમાં ગીતની વિષયવાર ફેરગોઠવણી કરવામાં આવી છે. પહેલા ભાગમાં દાંપત્ય, ઈશ્કમસ્તી, વિનોદ, કજોડાં, કુટુંબસંસાર, દિયરજાઈનાં ગીતા તેમ જ હાલરડાં અને બાલગીતે છે; જયારે બીજા ભાગમાં રાસ, રાસડા, કાનગોપી, ઋતુગીતે, જ્ઞાનગીત, રમકડાં, ઇતિહાસગીત, ગીતકથાઓ અને નવરાત્રિનાં જોડકણાં છે. ઉપરાંત અંતે લોકશબદોને કોશ પણ જોડે છે. લોકગીત પર ઉદ્યમ કરવા માગતા અભ્યાસી માટે આ સંચય નગદ કાચી સામગ્રી છે.
ચં.ટો. રણ કે સરોવર : સમુદ્રકિનારાની ફેલાયેલી વિસ્તીર્ણતા અને એમાં ભરતી ઓટને મહિમા દર્શાવતો કાકાસાહેબ કાલેલકરને નિબંધ.
એ.ટી. રણછોડ ગલુરામ ગજરામ : દલપતશૈલીનું અનુકરણ કરતી કવિતાને સંગ્રહ 'રણછોડકૃત કાવ્યસુધા' (૧૮૮૬) તથા અન્ય પદ્યકૃતિઓ ‘સુબોધમાળા' (૧૮૬૧), ‘ચોવીસીના ચોમાસાની ચડાઈ” (૧૮૬૮), ‘રેલને ભયંકર ખેલ' (૧૮૭૫), 'પ્રાકૃત એકાદશી
રખડવાનો આનંદ (જૂન, ૧૯૫૩):દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરનો
દેશદર્શનને આનંદ વ્યકત કરનારા લેખોનો સંગ્રહ. જુદાં જુદાં તીર્થો અને કલાસ્થળાને અહીં સૌન્દર્યમમાં લેખકે રાષ્ટ્રીય અસ્મિતા, સાંસ્કૃતિક સજાગતા અને ધાર્મિક ઉત્કટતાથી પરિચય કરાવ્યો છે. ‘દશદર્શન એ મારે મન દેવદર્શનનો જ ભાગ છે' એવી અહીં આ લેખકની પ્રતિજ્ઞા છે. ‘દક્ષિણને છેડેથી શરૂ થતાં બાહુબલી, વસઈને કિલ્લો, દેલવાડા, ભુવનેશ્વર સહિત કુતુબમિનાર, તાજમહાલ વગેરે સ્થળનાં પરિચયવર્ણનમાં ભારતીયતાની ગવેષણા છે; તે સાથે સાથે ધર્મ, સમાજ, સંસ્કૃતિ, જીવનવ્યવસ્થાદિ અંગેનું રસપ્રદ ચિતન પણ છે. સ્વરાજસેવાનાં અનેક કામોને નિમિત્તે દેશમાં ફરવું પડયું અને જે જોયું તેની અહીં કલાપ્રસ્તુતિ છે.
ચં...
ગુજરાતી સાહિત્યકાશ -૨ : ૫૦૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org