________________
મેઘાણી મહેન્દ્ર ઝવેરચંદ –મેક અંજલિ સુકુમાર
(૧૯૪૫)ની બાળભે ગ્ય વાર્તાઓમાં કેટલીક વાર્તાઓ પરીકથા
સ્વરૂપની છે. “સે રહી સંત (૧૯૨૮) અને 'પુરાતન જયોત’ (૧૯૩૮) બિનસાંપ્રદાયિક લેકસતેની જીવનકથાનાં સંપાદનો છે. સેરઠી ગીતકથા' (૧૯૩૧)માં અંગ્રેજી ‘બેલેટ’ને મળતી તેર લોકગીતકથાઓ છે.
રઢિયાળી રાત'- ભા. ૧થી ૪ (૧૯૨૫, ૧૯૨૬, ૧૯૨૭, ૧૯૪૨) -માં દાંપત્યજીવન, રમકડાં, હાલરડાં, કાનગોપી,વિદગીતે, રસગીત, નવરાત્રિનાં જોડકણાં, સંસારચિત્ર, ઋતુગીતે, કજોડાનાં ગીતે, દિયરભેજાઈનાં ગીતે, ઇશ્કમતીનાં ગીતે, મુસલમાની, રાસડા, કથાગીત, જ્ઞાનગીત આદિ શીર્ષકો નીચે વર્ગીકૃત થયેલાં ગુજરાતમાં પ્રચલિત લોકગીતનું સંપાદન છે. ‘ચૂંદડી'- ભા. ૧-૨ (૧૯૨૮, ૧૯૨૯)માં જુદી જુદી કે મેનાં લગ્નગીત સંચિત થયાં છે. હાલરડાં (૧૯૨૮), 'અનુગીત' (૧૯૨૯), ‘સેરઠી સંતવાણી' (૧૯૪૭) અને ‘સોરઠિયા દુહા (૧૯૪૭) તદ્વિશ્યક ગીત, ભજન અને કાવ્યોનાં સંપાદનો છે. લોકસાહિત્યનાં આ ' સંપાદનો કંઈક મિશનરી આવેશ અને ઉમિલ અભિગમને લીધે શાસ્ત્રીય કરતાં લોકભાગ્ય વિશેષ છે, તાપણ લોકસાહિત્યને આત્માં મંડિત ન થાય એની કાળજી જરૂર લેવાઈ છે.
લોકસાહિત્ય: ધરતીનું ધાવણ'- ભા. ૧, ૨ (૧૯૩૯, ૧૯૪૮) માં મેઘાણીએ પોતે સંપાદિત કરેલા લોકસાહિત્યના ગ્રંથમાં મૂકેલા પ્રવેશકે, અન્ય સંપાદકોના ગ્રંથોની પ્રસ્તાવનાઓને વ્યાખ્યાન સમાવી લેવાયાં છે. “લોકસાહિત્ય - પગદંડીને પંથ' (૧૯૪૪) ૨.બા. કમળાશંકર સ્મારક વ્યાખ્યાનમાળાના ઉપક્રમે અપાયેલું વ્યાખ્યાન છે, જેમાં પ્રાચીનકાળથી ચાલ્યા આવતા લોકસાહિત્યની પગદંડીનો પરિચય મળે છે. “લોકસાહિત્યનું સમાલોચન' (૧૯૪૬) માં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાના ઉપક્રમે અપાયેલાં પાંચ વ્યાખ્યાનો છે, જે કથ્ય ભાષાના સાહિત્યસીમાડા', 'ગુજરાતનું લોકસાહિત્ય પ્રગટાવનારાં સંસ્કારબળે:', કેડી પાડનારાઓ', ‘સ્વતંત્ર અને સજીવન સ્ત્રોત” તથા “સર્વ મુખી ઉલ્લાસ’- એ શીર્ષકો હેઠળ સાહિત્ય વિશે સર્વગ્રાહી અને પ્રમાણભૂત ચર્ચા કરે છે.
સ્પષ્ટ રીતે આત્મકથા ન કહી શકાય, પરંતુ લેખકના અંગત જીવનને અનુબંધ આપતી ત્રણ કૃતિઓ પૈકી પરકમ્મા' (૧૯૪૬) અને છેલ્લું પ્રયાણ' (૧૯૪૭)માં લોકહિત્યનું સંશોધન અને સંપાદન કેટલી જહેમતથી એમણે કરેલું તેનો પરિચય મળે છે; તો મરણોત્તર પ્રકાશન લિ. સ્નેહાધીન ઝવેરચંદ' (૧૯૪૮)માં એમના કૌટુંબિક અને સાહિત્યિક જીવનમાં ડોકિયું કરાવતા ૧૭૬ ચૂંટેલા પત્ર સંચિત થયા છે.
બે દેશદીપક' (૧૯૨૭), ઠક્કરબાપા' (૧૯૩૯), ‘મરેલાનાં ૨ ધિર' (૧૯૪૨), ‘અકબરની યાદમાં' (૧૯૪૨), આપણું ઘર (૧૯૪૨), ‘પાંચ વર્ષનાં પંખીડાં' (૧૯૪૨), ‘આપણા ઘરની વધુ | વાતો' (૧૯૪૨) તથા ‘દયાનંદ સરસ્વતી' (૧૯૪૪) એ એમની લધુજીવનચરિત્રોની પુસ્તિકાઓ છે.
‘સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં' (૧૯૨૮) અને સોરઠને તીરે તીરે' (૧૯૩૩) સોરઠનાં ઇતિહાસ, ભૂગોળ, સાહિત્ય અને જીવનને પરિચય કરાવતા પ્રવાસગ્રંથા છે. પત્રકારત્વની નીપજરૂપ અન્ય ગ્રંથોમાં
‘વેરાનમાં' (૧૯૩૯)માં પરદેશી સાહિત્યકારો અને સાહિત્યકૃતિઓ પરથી રચેલાં કરણા અને કટાક્ષમિશ્રિત માનવતારંગી રેખાચિત્રો છે; “પરિભ્રમણ'- ભા. ૧, ૨, ૩ (૧૯૪૪, ૧૯૪૭, ૧૯૪૭)માં જન્મભૂમિ' દૈનિકની કટાર ‘કલમ અને કિતાબ' હેઠળ સાહિત્ય અને જીવન વિશે લખાયેલા લેખે છે; ‘સાંબેલાના સૂર' (૧૯૪૪) ‘શાણે'ના ઉપનામથી લખાયેલી કટાક્ષિકાઓનો સંગ્રહ છે.
‘વંઠેલાં' (૧૯૩૪) ત્રણ એકાંકીઓનો સંગ્રહ છે. એ ઉપરાંત કેટલીક નાટયરચનાઓ અનૂદિત છે: ‘રાણા પ્રતાપ' (૧૯૨૩) અને ‘શાહજહાં' (૧૯૨૭) દ્વિજેન્દ્રલાલ રૉયનાં નાટકોના અનુવાદ છે, તે પદ્યનાટક ‘રાજારાણી' (૧૯૨૬) રવીન્દ્રનાથ ટાગોરના નાટકને અનુવાદ છે.
‘એશિયાનું કલંક' (૧૯૨૩), હંગેરીને તારણહાર' (૧૯૨૭), ‘મિસરને મુકિતસંગ્રામ' (૧૯૩૦), સળગતું આયર્લૅન્ડ’ (૧૯૩૧), ‘ભારતને મહાવીર પડોશી' (૧૯૪૩) અને ધ્વજ-મિલાપ” (૧૯૪૩) એ એમના ઇતિહાસગ્રંથો છે.
૧૪.ગા. મેઘાણી મહેન્દ્ર ઝવેરચંદ (૨૦-૬-૧૯૨૩) : બાળરહિન્યકાર, સંપાદક, અનુવાદક. કોલમ્બિયા યુનિવર્સિટીમાંથી પત્રકારત્વના અભ્યાસ. હાલ લોકમિલાપ ટ્રસ્ટના નિયામક.
એમની પાસેથી બાળસાહિત્યકૃતિઓ “ઉગા મહતા' (૧૯૫૭) અને ચાંગ અને ચતુરા' (૧૯૫૭), ભૂગોળ અને સંસ્કૃતિના પરિચય આપતી કૃતિ 'જય ઇન્ડોનેશિયા' (૧૯૪૬) તથા અનુવાદપુરનકો ‘જવાળા' (૧૯૪૭), “ભાઈબંધ' (૧૯૫૧), કોનટિકિ' (૧૯૫૨), ‘તિબેટમાં સાત વર્ષ' (૧૯૧૬) વગેરે મળ્યાં છે. આ ઉપરાંત એમણે મેઘાણીના પત્રો' (૧૯૪૮), ‘લિ. સ્નેહાધીન ઝવેરચંદ' (૧૯૪૮), ‘જવાહરલાલ નહેરુને વિચાર અને વારસો' (૧૯૬૪), ‘દાયકાનું યાદગાર વાંચન' (૧૯૫૫) વગેરે સંપાદનો પણ આપ્યાં છે.
મૃ.માં. મેઘાણી વૃજલાલ ધરમચંદ, ‘વિવેકબુદ્ધિ: નવલકથા “દુ:ખની દુનિયામાં' (૧૯૩૩) અને વાર્તાસંગ્રહ “આળાં હૈયાં' (૧૯૪૬)ના
કર્તા.
મૃ.મા. મેજર ઈશ્વરદાસ: “મુકિતફોજનાં ગીતા' (૧૮૮૯) અને સેનાપતિ જનરલ બુધનું ચરિત્રવર્ણન' (૧૮૮૯)ના કર્તા.
મુ.મા. મેજર ટકકર : ચરિત્રપુસ્તક ‘ગુરુ ફકીરસીંગ' (૧૮૮૭)ના કર્તા.
મૃ.માં. મેજર ફરામરોજ એચ. : ફેશનેબલ બલા યાને બહાર જૂગનૂમાં નાટકનાં ગાયનો તથા સાર' (૧૯૧૧)ના કર્તા.
મૃ.માં. મેઢ અંજલિ સુકુમાર (૨૨-૯-૧૯૨૮, ૧૦-૨-૧૯૭૯): મદ્રાસમાં
અડયાર માતની કલાશાળામાં નૃત્ય, કર્ણાટકી સંગીત તથા તમીળ અને સંસ્કૃતને અભ્યાસ. ૧૯૪૭માં કલા ક્ષેત્રની નૃત્યતાલીમના ડિપ્લોમાં. ૧૯૫૧ થી ૧૯૫૩ સુધી ભારતીય વિદ્યા
ગુજરાતી સાહિત્કોશ - ૨ :૪૯૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org