________________
મૃદલ–મેઘાણી ઝવેરચંદ કાળીદાસ
મૃદુલ : જુઓ, ધામી મેહનલાલ ચુનીલાલ. મેકવાન સેફ ઈગ્નાસ (૯-૧૦-૧૯૩૬): નવલકથાકાર. જન્મ
આણંદ તાલુકાના ત્રણાલીમાં. એમ.એ., બી.એડ. સેન્ટ ઝેવિયર્સ (હાઈસ્કૂલ, આણંદમાં શિક્ષક. ૧૯૮૯ને સાહિત્ય અકાદમી, દિલ્હીને પુરસ્કાર,
‘થથાનાં વીતક' (૧૯૮૫)માં શિક્ષણપ્રધાન સમાજનાં દલિતચરિત્રાનાં આલેખને છે. “વહાલનાં વલખાં' (૧૯૮૭) અને 'પ્રીત પ્રમાણી પગલે પગલે (૧૯૮૭) પણ ચરિત્રલક્ષી પુસ્તકો છે. ‘આંગળિયાત' (૧૯૮૬) વણકર અને પટેલ કોમના વર્ગસંઘર્ષને કેન્દ્રમાં રાખી સામાજિક દ્રો અને સંઘર્ષને દલિત દૃષ્ટિકોણથી ઉપસાવતી જાનપદી નવલકથા છે. વસ્તુપરક રીતિ ને દસ્તાવેજી સામગ્રીને કારણે આ કૃતિ પ્રચારલક્ષી થતાં અટકી ગઈ છે. બેલીનું ભાષાકર્મ એમાં ધ્યાન ખેંચે તેવું છે. લક્ષ્મણની અગ્નિપરીક્ષા’ (૧૯૮૬) નવલકથામાં આત્મકથાત્મક શૈલીમાં શશીકાન્તના લમણવ્રતને વેદના અને સહનશીલતાના સંદર્ભ નિરૂપ્યું છે. ‘મારી પરણતર (૧૯૮૮) એમની અન્ય નવલકથા છે. ‘સાધનાની આરાધના' (૧૯૮૬) એમને વાર્તાસંગ્રહ છે. ‘મારી બિલ્લા' (૧૯૮૯) ચરિત્રકથા છે.
એ.ટો. મેકવાન સેફ ફિલિપભાઈ (૨૦-૧૨-૧૯૮૦) : કવિ. જન્મ વતન
અમદાવાદમાં. ૧૯૬૮ માં ગુજરાતી વિષય સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ., ૧૯૭૦માં એમ.એ., ૧૯૭૫ માં બી.ઍડ. ૧૯૬૩થી શેઠ ચી. ન. વિદ્યાલય, અમદાવાદમાં શિક્ષક.
‘વગત’(૧૯૬૯) ની સોનેટ, છંદોબદ્ધ અને ગીતમાં આકારિત પ્રકૃતિ અને પ્રણયની કવિતા સૌંદર્યલક્ષી કવિતાથી વિશેષ પ્રભાવિત છે. ‘સૂરજને હાથ' (૧૯૮૩)માં પ્રકૃતિક વ્યો છે, પરંતુ અછાંદસ અને પરંપરિતનો આશ્રય લેતી અને નગરજીવનના સંવેદનને પ્રગટ કરતી એમની કવિતા આધુનિક પ્રભાવવાળી છે.
‘તોફાન' (૧૯૭૯) અને ‘કિંગડાંગ કિંગડાંગ' (૧૯૮૨) એમના બાળકાવ્યોના સંગ્રહો છે. 'કોસ અને કવિતા' (૧૯૭૭) તથા ‘તે ત્રસંહિતા' (૧૯૮૦) એમનાં આરવાદ અને અનુવાદનાં પુસ્તકો છે.
જ.ગા. મેકવાન સેલેમન પી. (કુંજરાવવાળા) : નાટકો અંતિમ આંસુ' (૧૯૩), 'વહેમીને વાંકે' (૧૯૪૩), 'મેવાડી તલવાર’ તથા દ્વિઅંકી નાટિકા શાહી સત્તા' (૧૯૫૪)ના કર્તા.
યુ.મા. મંગણીવાળા કપૂરચંદ ભવાન : પદ્યકૃતિ “સડતાલાની સફર યાને ફના રંડાપો'(૧૮૯૧)ના કર્તા.
- મૃ.મા. મધાણી અ. ન. : પાત્રનિરૂપણથી ધ્યાન ખેંચની બે લેખકોની સાતસાત વાર્તાઓના સંયુકત સંગ્રહ સંગમ' (અન્ય સાથે, ૧૯૬૪)ના કર્તા.
મુ.મા.
મેઘાણી ઝવેરચંદ કાળીદાસ, ‘દ.સ.ણી.’, ‘વિરાટ, ‘વિલાપી’, ‘શાણા', ‘સાહિત્યયાત્રી' (૧૭-૮-૧૮૯૭, ૯-૩-૧૯૪૭) : કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લેકસાહિત્યના સંશોધક-સંપાદક, વિવેચક, અનુવાદક. જન્મસ્થળ ચોટીલા (જિ. સુરેન્દ્રનગર). વતન બગસરા (જિ. અમરેલી). પ્રાથમિક શિક્ષણ રાજકોટ, દાઠા, પાળીઆદમાં. મધ્યમિક શિક્ષણ સ્વજનોને ઘરે રહી વઢવાણ કેમ્પ, બગસરા અને અમરેલીમાં. ૧૯૧૨માં મૅટ્રિક. ૧૯૧૬ માં અંગ્રેજી-સંસ્કૃત વિષયા સાથે જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાંથી બી.એ. ભાવનગરની હાઈસ્કૂલમાં ખંડસમયના શિક્ષક તરીકે થોડો વખત કામ કર્યું. તે દરમિયાન એમ.એ.ને અભ્યાસ કરવાનો વિચાર કર્યો, પરંતુ કૌટુંબિક કારણોસર શિક્ષકની નોકરી અને અભ્યાસ છોડી કલકત્તામાં ઍલ્યુમિનિયમના કારખાનામાં અંગત મંત્રી તરીકે જોડાયા. ૧૯૧૯ -માં કારખાનાના માલિક સાથે ત્રણેક મહિના ઇલૅન્ડ-પ્રવાસ. એ પછી બે વર્ષ કારખાનામાં નોકરી કરી, પરંતુ વતનના આકર્ષણ ૧૯૨૧માં પાછા બગસરા આવ્યા. ૧૯૨૨માં ‘સૌરાષ્ટ્ર' સાપ્તાહિકના તંત્રીમંડળમાં જોડાયા ત્યારથી એમના પત્રકાર તરીકેના જીવનના, પ્રારંભ. ૧૯૨૬ માં સૌરાષ્ટ્રમાંથી છૂટા થયા. ૧૯૩૦માં સત્યાગ્રહચળવળમાં જોડાવા બદલ ખેટા આરોપસર બે વર્ષને જેલવારા. ૧૯૩૨ માં 'ફૂલછાબ' સાપ્તાહિકમાં જોડાયા, પરંતુ 'ફૂલછાબ'ને રાજકીય રંગે રંગવાને નિર્ણય લેવાતાં તેમાંથી ૧૯૩૩માં છુટા થયા અને મુંબઈ જઈ 'જન્મભૂમિ' દૈનિકમાં 'કલમ અને કિતાબ” કોલમના સાહિત્યપાનાનું સંપાદન. ૧૯૩૬ માં બોટાદ આવી ફરી ‘ફૂલછાબ'માં જોડાઈને તંત્રી બન્યા. ૧૯૪૬ માં રાજકોટ ખાતે ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્ય વિભાગના પ્રમુખ. ૧૯૨૮માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૪૬ માં મહીડા પારિતોષિક. બોટાદમાં અવસાન.
ગીરના પ્રદેશમાં વિશેષપણે નેકરી નિમિત્તે રહેતા પિતા પાસે, શાળાઓની રજાઓ દરમિયાન વખતોવખતે જવાને કારણે સૌરાષ્ટ્રની વનપ્રકૃતિ અને જનસંસ્કૃતિ સાથે સ્થપાયેલે ઘનિષ્ઠ સંબંધ, કોલેજકાળ દરમિયાન કપિલભાઈ ઠક્કર જેવા મિત્રના સહવાસથી ગાંધીજીના સત્યાગ્રહ-આંદોલન માટે જન્મેલે આદરભાવ અને હડાળાના વાજસૂરવાળાની મૈત્રીથી લોકસાહિત્ય પ્રત્યે જાગેલું આકર્ષણ-આ તત્ત્વોએ મેઘાણીનાં વ્યકિતત્વ અને સાહિત્યમાનસ ઘડવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. ‘સૌરાષ્ટ્રી સાહિત્યકાર' અને ‘રાષ્ટ્રીય શાયર' તરીકે ઓળખાયેલા મેઘાણીની કાવ્યસર્જનની પ્રવૃત્તિને પ્રારંભ તે શાળા-કોલેજના અભ્યાસ દરમિયાન થઈ ગયેલે, પરંતુ વ્યવસ્થિત લેખન શરૂ થયું ૧૯૨૨ થી. એ વર્ષે લખાયેલા ત્રણ લેખમાંથી ‘ચારાને પકાર” લેખે એમને ‘સૌરાષ્ટ્ર' સાપ્તાહિક સાથે સાંકળવામાં અને એમના પત્રકાર અને સાહિત્યિક જીવનનાં દ્વાર ઉઘાડી આપવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. સેરઠના પહાડી પ્રદેશમાં માણેલી દુહા-સોરઠાની રમઝટ, શાળાજીવનમાં કલાપીની કવિતાનું અનુભવેલું આકર્ષણ, કલકત્તાનિવાસ દરમિયાન બાઉલ-ભજને અને રવીન્દ્ર-કવિતાને પરિચય તથા લેકસાહિત્યને ઘનિષ્ઠ સંપર્ક - એ બધાથી બંધાયેલી કાવ્યરુચિવાળી મેઘાણીની કવિતા ગાંધીયુગીન ભાવનાઓને ઝીલે છે, પરંતુ અભિ
ગુજરાતી સાહિત્યકાશ - ૨ :૪૯૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org