________________
મુનશી કનૈયાલાલ માણેકલાલ
ચિત્ર. “ભગ્નપાદુકા' (૧૯૫૫)માં ગુજરાતના અંતિમ હિંદુ રાજા કરણ વાઘેલાના શાસનકાળ દરમિયાન અલાઉદ્દીન ખીલજી દ્વારા ગુજરાત પર થયેલા આક્રમણની અને ગુજરાતે કરેલ તેના પ્રતિરોધની કથા આલેખાઈ છે.
મુનશીને ઇતિહાસપ્રેમ એમને પુરાણા સુધી ખેંચી જાય છે. વેદ-પુરાણકાળને નિરૂપીને એક સંસ્કૃતિકથા રચવાની એમની ઇચ્છા પૌરાણિક નવલકથાઓ અને નાટકો દ્વારા ચરિતાર્થ થઈ છે. ‘લોમહર્ષિણી' (૧૯૪૫) વેદકાળની કથા છે. તેમાં દાશરાજ્ઞયુદ્ધ અને સહસ્ત્રાર્જનસંહારની તથા શુન:શેપની કથા કહેવાયેલી છે. ‘ભગવાન પરશુરામ' (૧૯૪૬)માં “લમાહપણી’ની કથા આગળ વધે છે. તેમાં રામ-લોપાના યૌવનકાળની કથા છે અને મુખ્યત્વે પરશુરામનાં પરાક્રમો આલેખાયાં છે. કૃષ્ણાવતાર'-ખંડ ૧ થી ૮ (૧૯૬૩-૧૯૬૪)માં કૃષ્ણના જીવન અને પરાક્રમોની કથા નિરૂપાયેલી છે. આકૃતિવિધાનની શિથિલતા વિશાળ ફલક પર આલેખાયેલી આ નવલકથાને કલાકૃતિ બનતી અટકાવે છે.
‘સરસ્વતીચંદ્ર' પછી મુનશીની નવલે ગુજરાતી નવલકથાવિકારનું એક વિશિષ્ટ પ્રકરણ બની રહે છે. નાટયાત્મક નવલકથા મુનશીનું નોંધપાત્ર પ્રદાન છે. ધૂમાની અસર નીચે તેઓ પોતાની નવલકથાઓમાં ત્વરિત ગતિથી વહેતે રસપૂર્ણ વરતુપ્રવાહ, સુશ્લિષ્ટ વસ્તુગૂંફન, સ્પષ્ટરેખ સજીવ પાત્રાલેખન, નાટયાત્મકતા, ચમકદાર સંવાદરના આદિ નવલકથાનાં અંગોને આકર્ષક રીતે વિકસાવે છે. ચેતનથી તરવરતાં, અસાધારણ શકિતવાળાં-પ્રભાવશાળી પાત્રો એમણે સજર્યા છે. નવલકથા માટેની સમુચિત જાપાશૈલી તેઓ પહેલીવાર રફળતાપૂર્વક સજે છે. બોલાતી જીવંત ભાષાનો રણકાર એમની ભાષામાં સંભળાય છે.
એમણે સામાજિક, ઐતિહાસિક, પૌરાણિક - ત્રણ પ્રકારનાં નાટકો લખ્યાં છે. સામાજિક નાટકો મુખ્યત્વે પ્રહસનરૂપ છે. તેમાં શ્રીમંત વર્ગનાં દંભ અને અભિમાન પર કાતિલ પ્રહારો કરી લેખકે તેમની પિકળતા હાસ્યાસ્પદ સ્વરૂપમાં પ્રગટ કરી છે. વાવાશેઠનું સ્વાતંત્રય” (૧૯૨૧) “ફાર’ની નજીક જતું લેખકની મજાકશકિતનું દૃષ્ટાંત છે. ‘બે ખરાબ જણ' (૧૯૨૪) માં હાસ્યોત્પાદક પરિસ્થિતિઓ છે. ‘આજ્ઞાંકિત' (૧૯૨૭)માં હૃદયપરિવર્તન બહુ પ્રતીતિકર લાગતું નથી. ત્રણે નાટકોના કેન્દ્રમાં લગ્નનો પ્રશ્ન છે. ઉપરાંત વ્યંગકટાક્ષનું પ્રાધાન્ય હોવાથી અતિશયોકિતને આશ્રય લેવામાં આવ્યો છે. ‘કાકાની શશી' (૧૯૨૮) પ્રહસન હોવા છતાં તેમાં ફાસિકલ તત્ત્વનો અભાવ છે. ઇબ્સનશૈલીનું આ નાટક મુનશીની નાટકકાર તરીકેની અનેક લાક્ષણિકતાઓને પ્રગટ કરતું, રંગભૂમિ પર સફળ નીવડેલાં ઉલ્લેખનીય નાટક છે. બ્રહ્મચર્યાશ્રમ' (૧૯૩૧) માં લેખકે ગાંધીજીના છીછરા શિષ્યોના બ્રહ્મચર્યના આડંબરી આદર્શની ઠેકડી ઉડાવી છે. “પીડાગ્રસ્ત પ્રોફેસર' (૧૯૩૩) એમની જ નવલકથા ‘સ્નેહસંભ્રમ'નું નાટયરૂપાંતર છે. ડૉ. મધુરિકા' (૧૯૭૬) આધુનિક નારીની મુકત વિચારસરણીના સંદર્ભમાં આપણા સમાજજીવનમાં ઉદ્ભવતી સમસ્યાને હળવાશથી વ્યકત કરતું સરેરાશ કક્ષાનું નાટક છે. ‘છીએ તે જ દીક' (૧૯૪૮) અને ‘વાહરે મેં વાહ!' (૧૯૪૯) પ્રહસનો છે.
“ઘવસ્વામિની દેવી' (૧૯૨૯) એમનું એકમાત્ર ઐતિહાસિક નાટક છે. વિશાખદત્તના ખંડિત સ્વરૂપે મળતા નાટક ‘દેવી રાંદ્ર ગુમન્ ને આધાર લેવાયો છે. રંગક્ષમ નાટક અને રસપ્રદ ઉત્તમ સાહિત્યકૃતિ ઉભયરૂપે આ રચના ઉલ્લેખનીય છે. ઘવસ્વામિની અને ચંદ્રગુપ્ત વચ્ચે પ્રેમ કાલ્પનિક છે. ચાર અંકોમાં વહેંચાયેલું આ નાટક વીસેક વર્ષના વિશાળ સમયપટને આવરી લેતું છતાં વસ્તુગ્રંથનની દૃષ્ટિએ શિથિલતા બતાવતું નથી. સુરેખ અને જીવંત પાત્રાલેખન એનું અન્ય જમા પાસું છે.
એમના સંગ્રહપૌરાણિક નાટકોમાં પુરંદર પરાજ્ય' (૧૯૨૨), અવિભકત આત્મા' (૧૯૨૩), 'તર્પણ' (૧૯૨૪) અને પુત્રસમોવડી' (૧૯૨૪) સંગૃહીત છે. આ નાટકોમાં અનુક્રમે વનસુકન્યા, વસિષ્ઠ-અરુંધતી, સગર-સુવર્ણ અને કચ-દેવયાનીની કથા. નિરૂપવામાં આવી છે. ભારતીય સંસ્કૃતિના ઉગમકાળની આ કથા
ઓમાં આપણી સંસ્કૃતિના પાયાનાં મૂલ્યાની સ્થાપના કરવાનો લેખકને પ્રયાસ છે. પૌરાણિક પરિવેશને અનુરૂપ સંસ્કૃતાઢય સંવાદભાષા તથા વાગ્મિતાપૂર્ણ છટા નાટયાત્મકતાને ઉપકારક નીવડે છે. ‘લોપામુદ્રાને પ્રથમ ખંડ નવલકથારૂપે આપ્યા પછી લેખકે એના બીજા ત્રણ ખંડ નાટકરૂપે આપ્યા છે–ખંડ ૨: ‘શબરકન્યા' (૧૯૩૩), ખંડ ૩ : ‘દવે દીધેલી' (૧૯૩૩), ખંડ ૪ : ‘ઋષિ વિશ્વામિત્ર' (૧૯૩૪). આ નાટયત્રયીમાં ભરતકુળના આર્યગજા વિશ્વરથ ઋષિ વિશ્વામિત્ર કેવી રીતે બને છે તે લેખકે દર્શાવ્યું છે. એકંદરે મુનશીનાં પૌરાણિક નાટકોમાં વાચનક્ષમતા અને રંગભૂમિક્ષમતાને ઠીકઠીક સમન્વય સધાયો છે.
મુનશી પાસેથી એક જ વાર્તાસંગ્રહ ‘મારી કમલા અને બીજી વાતો' (૧૯૨૧, પછીથી નવલિકાઓ') મળ્યો છે. ‘મારી કામ ચલાઉ ધર્મપત્ની અને ખાનગી કારભારી'માં રમૂજ, કટાક્ષની સાથે સાથે લેખકની વસ્તુગ્રથનની દૃષ્ટિ પણ જોવા મળે છે. ‘શામળશાને વિવાહમાં મોટી ઉંમરે નાની બાળકી સાથે લગ્ન કરતા ધનિક શેઠની ઠેકડી ઉડાવાઈ છે. “મારી કમલા'ના વસ્તુમાં પરિસ્થિતિ જન્ય કરુણ નિષ્પન્ન થવાની શકયતા છે, પણ લેખક તેને તાગ કાઢી શકયા નથી. મોટા ભાગની વાર્તાઓમાં લેખકે કથિત વાર્તાની આયોજનરીતિ સ્વીકારી છે.
ગાંધીજીના પ્રભાવથી સત્યપ્રિયતાને વરેલી ગુજરાતી આત્મકથાન મુનશી સરસતા પ્રતિ વાળે છે. આત્મકથા અને નવલકથા સહાદર સાહિત્યપ્રકારો છે એની પ્રતીતિ મુનશીની સુદી રસિક આત્મકથા કરાવી રહે છે. ‘અડધે રસ્તે' (૧૯૪૨)માં એમણે પોતાનાં બાલ્યકાળ અને કોલેજજીવનનાં (૧૮૮૭થી ૧૯૮૬ સુધીના) સંસ્મરણા આલેખ્યાં છે; “સીધાં ચઢાણ' (૧૯૪૩) માં ૧૯૦૭ થી ૧૯૨૨ ના સમયખંડને, તે ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં' (૧૯૫૩)માં ૧૯૨૩થી ૧૯૨૬ ના સમયખંડને આવરી લીધા છે. આત્મકથામાં અવારનવાર ધ્યાન ખેંચતે લેખકને અહં રસાસ્વાદમાં વિદનરૂપ બને છે. શિશુ અને સખી' (૧૯૩૨) પ્રકારાન્તરે આત્મકથા જ છે. અહીં ત્રીજા પુરુષ એકવચનમાં વાર્તારૂપે રજૂઆત થઈ છે; અને અંત કાલ્પનિક છે. ‘મારી બિનજવાબદાર કહાણી' (૧૯૪૩) માં યુરોપપ્રવાસનાં સંસ્મરણો અગંભીર રીતે રજૂ થયાં છે.
ગુજરાતી સાહિત્યકાશ - ૨ : ૪૮૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org