________________
મીરઝાં અલકાઝીમ –મુનશી અવિનાશ ગજાનન
‘દેરા' (૧૯૮૫) એમના કાવ્યસંગ્રહ છે.
.ટી. મીરઝાં અલીકાઝીમ : ‘ડિકશનરી ગુજરાતી એન્ડ ઇંગ્લિશ (અન્ય સાથે, ૧૮૪૬)ના કર્તા.
૧૯૨૪માં ધારાસભ્ય. પક્ષના મુખ્યદંડક. ૧૯૩૮માં ધારાસણા સત્યાગ્રહવેળા દોઢ વર્ષને કારાવાસ.
એમણે સંદર્ભગ્રંથની ગરજ સારનું જીવનચરિત્ર છત્રપતિ શિવાજીચરિત્ર'(૧૯૩૪) તથા મરાઠી કૃતિ “સંગીત એક પ્યાલા’ને અનુવાદ “મદિરાપ્રતાપ” આપ્યાં છે.
૨.ર.દ. મુકુન્દરાય:કુટુંબના કેન્દ્રમાંથી ઉતરીતે બહાર નીકળી ગયેલા પુત્ર સંદર્ભે પિતાની વેદનાની પરાકાષ્ઠા બતાવતી રામનારાયણ વિ. પાઠક, દ્વિરેફની પ્રસિદ્ધ ટૂંકીવાર્તા.
મીરઝાં (દસ્તુર) કૅમેજી પેશાતનજી (૧૮૬૫, ૧૯૪૫) : ‘જરથોસ્તી વિષયો' (૧૯૪૦), “અવસ્તા સાહિત્ય' (૧૯૪૧) તથા રાતભકિતને ઈરાની આદર્શ જેવાં પુસ્તકોના કર્તા.
ચં.ટી.
મુકેશચન્દ્ર: સમાજ કથા-શ્રેણી તળે પ્રકાશિત નવલકથાઓ ‘સુહાની રાત ઢલ ચૂકી’, ‘સાજન સે દૂર’ અને ‘ચિપિયાસી' (૧૯૭૯)ના કર્તા.
મુકતાબાઈ: પત્રસંગ્રહ 'મુકતાબોધ' (૧૮૭૯)નાં કર્તા.
મીરઝાં ફરામરોઝ ફિરોઝ, ‘મીરઝા ખુશરો' : જીવનચરિત્ર અહેવાલએ-ઈરાનશાહના કર્તા.
૨.ર.દ. મીરઝાં (દસ્તુર) રમઝદયાર ફિ. કેયજી : જીવનચરિત્ર “ઈરાનશાહ અને દસ્તુર નસંગ ધવલના કર્તા.
રર.દ. મીશ (૧૯૬૫): ચંદ્રકાન્ત બક્ષીના આ વાર્તાસંગ્રહમાં તેવીસ ટૂંકીવાર્તાઓ અને છાસઠ પૃષ્ઠની લાંબી વાર્તા “મીરા'નો સમાવેશ છે. ટુચકા જેવા પ્રસંગે લઈ એનું આલેખન કરતી ‘ઇ'ગ્લૅન્ડ રીટર્ન' જેવી વાર્તાઓ,વિધિવકતાને કુશળતાથી ઉપસાવતી રચનાપદ્ધતિથી કયાંક કયાંક ઘૂંટાયેલી કરુણાનું અછું નિરૂપણ કરતી ‘ફોરા' જેવી વાર્તાઓ, પ્રક્ષેપણની પદ્ધતિથી ભયજનિત મનોવ્યથાનું નિરૂપણ કરતી ડાઘ” વાર્તા, કોલેરાના દરદીનું બેહોશી અને જાગ્રતાવસ્થાની ત્રુટકતાની કદીક વેચિયપૂર્ણ લાગતી પરિસ્થિતિનું સચોટ આલેખન કરતી ઊંઘને એક દર’ વાર્તા ઇત્યાદિ ઉલ્લેખનીય કૃતિઓમાં બક્ષીની જાણીતી નબળાઈઓ અને એમનાં વળગણ. એમનું આલેખનરામર્થ્ય વગેરે અંશોનું પ્રતિનિધિત્વ જોવાય છે. લઘુનવલનાં લક્ષણો ધરાવતી લાંબી વાર્તા “મીર” પ્રક્ષેપણની સંગતિપૂર્ણ ટેકનિકના વિનિયોગથી અંધ મીરાના જીવનની કરુણતાને ઉપસાવવામાં સફળ નીવડી છે અને ઉપરછલ્લા અસ્તિત્વવાદની નવલની નિષ્ફળતામાંથી ઊગરી ગઈ છે.
ર.શા. મીરાંબહેન : જીવનચરિત્ર “રતિલાલ : મારી મા' (૧૯૮૩) તથા સંપાદન ‘ગાંધીવિચાર-સાર' (૧૯૬૨)નાં કર્તા.
મુકિતપ્રસૂન: શિવકુમાર જોશીનું એકાંકી. નાટયવતુ આ પ્રમાણે છે:
સ્વાતંત્ર્ય પછી બંગદેશના ભાગલા બાદ બળાત્કારને ભોગ બનેલી કલ્યાણી ભાગ બનાવનારનું પછીથી ખૂન કરે છે અને ઉદરના બાળકને આવકારે છે.
એ.ટી. મુકિતવિજયજી : “શબ્દરત્ન મહોદધિ : સંસ્કૃત-ગુજરાતી' (૧૯૩૭)
ના કર્તા.
મુખી ગિરધરલાલ, નટખટ’ (૨૦-૧૧-૧૯૨૦) : “રંગ અને રંગત' (૧૯૬૮), ‘મધુર મસ્તી' (૧૯૭૩), ગંગા અને ઝમઝમ' (અન્ય સાથે, ૧૯૭૪), “રસિક શ્યામ ભજનાવલિ', “ખૂબૂ’, ‘પ્રેમનિર્ઝરી' અને ‘કલરવ’ જેવા કાવ્યસંગ્રહોના કર્તા.
મુનશી અબ્દુલરશીદ મહમ્મદભાઈ, ‘રશીદ? (૨૩-૭-૧૯૩૯) : કવિ.
જન્મ ખેડામાં. એમ.એ., એલએલ.બી. પોલીસ મહાનિર્દેશકની કચેરી સાથે સંલગ્ન.
એમણે અસ્તિત્વનાં વિવિધ રૂપોને પામવાની મથામણોને આલેખતી કાવ્યકૃતિઓનો સંગ્રહ ‘અસ્તિત્વને શોધું છું (૧૯૮૦) તથા અન્ય કાવ્યસંગ્રહ ‘શબ્દસરોવર’ આપ્યા છે.
મુનશી અબ્બાસઅલી : નાટકો ‘ગુલબકાવલી', ‘નઈ રોશની', સેવકધર્મ' (૧૯૨૪) તથા કાર્યસિદ્ધિનાં ગાયનોના કર્તા.
મુએ-જો-ડેરોથી ઝિન્દ-જો-ડેરો સુધી: મૂઆઓનો ડેરો તટસ્થ હોય
છે, જિન્દાઓને ડેરો ભવિષ્યની દિશામાં ચાલતા હોય છે - એવા આધાર પર રાજાઓની નહિ પણ પ્રજાની વાતને આગળ કરતો ચન્દ્રકાન્ત બક્ષીને નિબંધ.
ચંટો. મુકાદમ જી. એસ. : ‘મુકાદમના નિબંધ'ના કર્તા.
રર.દ. મુકાદમ વામન તારામ(૧૮૮૫, ૧૯૫૦): જીવનચરિત્રલેખક. જન્મગોધરા (જિ. પંચમહાલ)માં. ૧૯૧૨થી જાહેરજીવનમાં સક્રિય.
મુનશી અરદેશર ફેસાભાઈ : ટુચકા-રમૂજોને સંગ્રહ ‘રમૂજે દિલપસંદ અથવા દિલને રીઝવનારા ટુચકા' (૧૮૯૩)ના કર્તા.
મુનશી અવિનાશ ગજાનન (૨૮-૬-૧૯૨૩) : કવિ, નવલકથાકાર,
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org