SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ માણેકલાલ નાથાલાલ-માનવીની ભવાઈ માણેકલાલ નાથાલાલ : વાર્તા “મસ્તીખેર માંડુ યાને વિલક્ષણ વિઘાથી' (૧૯૪૯) તથા નાટક ‘સવાઈ ઠગને રમૂજ ફારસના કર્તા. મૃ.મા. માણેકલાલ મહારજી : 'સુબોધક કથાવાર્તાઓ' (૧૯૫૬)ના કર્તા મૃ.મા. માણેકશા દાદાભાઈ: ‘ગાયને મનપસંદ' (૧૮૭૧) અને “ધુરૂવ આખ્યાનનાં ગવાયેલાં ગાયણા' (૧૮૭૯)ના કર્તા. મૃ.મા. માણેકિયા એચ. એસ.: નવલકથાઓ ‘મટકાવાલી' (૧૯૪૩) અને પત્નીથી પ્યારી'(૧૯૪૫)ના કર્તા. આલેખન નારદની ભાવનાપ્રધાન દૃષ્ટિથી થયું છે. કૃષ્ણના આંશિક રૂપ સમા નાદ પોતાની સમગ્રતારૂપી કૃષ્ણને પામવાને પ્રયત્ન કરે છે તેમાં વર્તમાન જીવનમાં ખંડિત વ્યકિતત્વવડે અખંડ વ્યકિતત્વને પામવાની જીવતા માણસની અભીપ્સા જોઈ શકાય.કૃષ્ણના જન્મની એંધાણી મળતાં જ તેમને મળવા નીકળતા નારદ દર વખતની જેમ ઘેડા મોડા પડે છે; અને અંતે કૃષ્ણ જીવનલીલા સંકેલી લીધી એ પછી જ તેમનાં દર્શન પામે છે. કૃષ્ણકથાના ચમત્કારોનું નિવારણ લેખકે કેટલાક ચમત્કારોને કથામાંથી ગાળી નાખીને, કેટલાકને બુદ્ધિગ્રાહ્ય ઘટનારૂપે નિરૂપીને, તો કેટલાકને ભાવનાશીલ પાત્રની દૃષ્ટિથી નિરૂપીને કર્યું છે. કૃતિની ભાષામાં કાવ્યાત્મકતાને સ્પર્શ વર્તાય છે. દી.મ. માધવ કયાંય નથી મધુવનમાં: માધવવિરહને મોહક લયાંદલમાં રજૂ કરતું હરીન્દ્ર દવેનું જાણીતું ગીત. ચંટો. માધવસિંહ બાપુરાજસિંહ(૧૩-૩-૧૯૧૧): ચરિત્રકાર. જન્મ બેરી (જિ. ભરૂચ)માં. સાત ધોરણ સુધી અભ્યાસ. સહકારના ક્ષેત્રે તાલીમ અને નોકરી. એમની પાસેથી ‘મલજી મૌકિક' (૧૯૫૩) અને ‘હબસી શિક્ષિકાનું ચરિત્ર’ મળ્યાં છે. ચં.ટો. મૃ.મા. માતરીયા મણિલાલ મેહનલાલ: નવલકથા “ભેદી રાજકુમાર' (૧૯૨૫)ના કર્તા. મુ.માં. માત્થી: “માત્થીની લખેલી સુવાર્તા' (૧૯૪૩)ના કર્તા. મુ.મા. માદન એદલજી ફરામજી, ‘ઈ.એફ.એમ.': ‘ધાર્મિક નિબંધ' તથા ‘જરથોસ્તી ધર્મનાં નીતિવચનના કર્તા. મૃ.મા. માદન ડી. જે.: ઈરાની સંસારની એક રસીલી વાર્તા “ગુમાયેલી ગુલનાર યાને માશુકે રાહજન'(૧૯૧૩)ના કર્તા. મૃ.મા. માદન નવલ એમ.: નવલકથાકાર, ઓરીએન્ટ એમેમ્યુઅર્સના માલિક તથા કુશળ નટ. એમની પાસેથી “દીલસોઝ દોસ્ત’, ‘જફાકાર, કાળો નાગ', ‘જરની જંજાળ', 'નવલ નાણાવટી', 'છબીલે ગણેશ', “ચાનજી ચક્કર', “હાંડામાસ્તર” તથા “માસીના ઓચર્યા', “આંધળે બહેરું” વગેરે હાસ્યકૃતિઓ-નવલકથાઓ મળી છે. મૃ.માં. માદન બેરામજી પીરોજશા: કબીરજીના જીવન અને સર્જન અંગેનું પુસ્તક “કબીરવાણી’ના કર્તા. માધાણી મેતીચંદ શામજી : 'કરણ વાઘેલા નાટકનાં ગાયને અને અન્ય'ના કર્તા. મુ.મા. માધુર્શીંગજી પરમારથીંગજી : ત્રિપ્રવેશી ‘હીરાલાલ ને ડાહીવહુને ફારસ' (૧૮૯૨)ના કર્તા. ૨.૨,દ. માનકર : ‘મહાદેવ ગોવિંદ રાનડેનું જીવનચરિત્ર'(૧૮૬૭)ના કર્તા. મૃ.માં. માનચતુર: ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની પ્રશિષ્ટ નવલકથા સરસ્વતીચંદ્રના બીજા ભાગમાં ગુણસુંદરીની કુટુંબનાળ વચ્ચે ક્રિયાશીલ વડીલ અને ચોથા ભાગમાં નાયિકા કુમુદસુંદરી પરત્વે વત્સલ પિતામહ તરીકે આવતું ગણ છતાં જીવંત પાત્ર. ચં.ટો. માનવીનાં રે જીવન: મનુષ્યજીવનની કરુણતાને સુખદ અનુભૂતિમાં ઢાળતું મનસુખલાલ ઝવેરીનું જાણીતું ગીત. ચ.ટા. માનવીની ભવાઈ (૧૯૪૭) : પન્નાલાલ પટેલની સીમાસ્તંભ નવલકથા. એમાં, પહેલીવાર તળપદા ગ્રામજીવનની વાસ્તવિકતાને સાહિત્યિક આલેખ મળે છે. ગુજરાતના ઇશાનિયા ખૂણાના ગ્રામપ્રદેશનાં ઉત્સવો અને રીતરિવાજો, કથાઓ અને ગીતે, બોલી અને લહેકાઓ વચ્ચે તેમ જ છપ્પનિયા કાળની વચ્ચે મુકાયેલું કથાવસ્તુ કાળુ-રાજુના પ્રેમ કરતાં ઝાઝું તે એમની પ્રેમયાતનાનું છે. આ યાતનાને ગ્રામવાસીઓની બુહ યાતનાના સંદર્ભમાં અહીંતળેલી માદન રતનજી બહેરામજી, ‘આર.બી.એમ.” (૧૮૬૭, ૧૯૧૦): સર જમશેદજી જીજીભાઈ પહેલા પારસીબેરોનેટનું જીવનચરિત્ર' (૧૮૯૯) અને નવલકથા “ભણેલે ભીખે' (૧૮૯૮)ના કર્તા. ચં... માદન હોરમઝદયાર બરજોરજી : નવલકથાઓ “ખુફિયા ખંજર (૧૯૧૯), નઝીર’(૧૯૨૦), “સાચ્ચી પણ કાચી'(૧૯૪૩), ‘જીતાયેલું જીગર'(૧૯૪૪) વગેરેના કર્તા. મુ.મા. માધવ કયાંય નથી (૧૯૭૦): હરીન્દ્ર દવેની નવલકથા. અહીં દેહધારણથી દેહવિલય સુધીના કૃષ્ણના જીવન અને એમનાં કાર્યોનું ૪૭૪: ગુજરાતી સાહિત્યકેશ-૨ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy