________________
મહેતા રતિલાલ વિઠ્ઠલદાસ – મહેતા રમિન્ ગોવિંદલાલ
મહેતા રતિલાલ વિઠ્ઠલદાસ : પંચાંકી નાટક ‘વનરાજ ચાવડો' (૧૯૦૪) તથા કનકસિંહ અને સતી તારા” (બી.આ. ૧૯૦૬)ના કર્તા.
નવરાની નોંધ' (૧૯૪૫)માં ટુચકાના થોડાક મિશ્રણવાળા નિબંધકારી હળવા લેખે છે. હાસ્યહિલ્લોલ'માં દસ વાર્તાનો અને એક લેખ છે. “જીવનહાસ્ય' (૧૯૪૫)માં શાબ્દિક વિના, અને અતિશયતામાંથી પ્રગટનું સ્થળ હાસ્ય છે. ‘હતા રામ' (૧૯૪૯) એમનો પિસ્તાલીસ વિનોદપ્રધાને વાર્તાનોના સંગ્રહ
મુ.).
મહેતા રમેશ : નવલકથા ‘બંધનની બેડી' (૧૯૪૬)ના કર્તા.
મહેતા રમેશચંદ્ર મણિલાલ : ચરિત્રલક્ષી કૃતિ રાષ્ટ્રપતિ જવાહરલાલ નહેરુ' (૧૯૩૦) ના કર્તા.
નિ..
મહેતા રમણલાલ છોટાલાલ (૩૧-૧૦-૧૯૧૮): વિવેચક, હાયલેખક. જન્મ સુરતમાં. બી.એ., ડિ.ન્યૂઝ. અત્યારે નિવૃત્ત.
“ગુજરાતી ગેય કવિતા' (૧૯૫૪) અને સંગીતચર્ચા” એમનાં વિવેચનપુસ્તકો છે; જ્યારે “પંચાજીરી' (૧૯૫૧) એમનું હાસ્યનું પુસ્તક છે.
ચ.ટા. મહેતા રમણલાલ નાગરજી, “ભીખુભાઈ' (૧૫-૧૨-૧૯૨૨) : નિબંધકાર. જન્મ કતાર ગામમાં. એમ.એ., પીએચ.ડી. અત્યારે નિવૃત્ત..
વર્ણક સમુચ્ચય' (૧૯૫૯), ‘પુરાવાસ્તુવિદ્યા' (૧૯૬૧), ગુજરાતને મળેલો શિલ્પ અને સ્થાપત્યનો વારસો' (૧૯૬૮), ઇતિહાસની વિભાવના' (૧૯૮૨) વગેરે એમનાં પુસ્તકો છે. ભૂતકાળની ભીતરમાં' (૧૯૭૫) અને ‘ભારતીય પ્રગતિહાર (૧૯૮૨) પણ એમના નામે છે.
ચં.ટો. મહેતા રમણિક કિશનલાલ: ન્હાનાલાલની અસર ઝીલતાં ચાલીસ ગીતેનો સંગ્રહ “મધુબંસી' (૧૯૩૨), વાર્તાસંગ્રહ “પતનના પંથે અને બીજી વાતો' (૧૯૩૨), બાળનાટક ‘બિલીપત્ર' (૧૯૩૪), સંપાદન ‘કલાપીને કેકારવ: પુરવણી' (૧૯૨૩) તથા અનુવાદો પાષાણી' (૧૯૨૬), ‘રાજયશ્રી' (૧૯૩૫) અને ‘રણ અને બીજી વાતો' (૧૯૪૭)ના કર્તા.
ર.ર.દ. મહેતા રમણિકરાય અમૃતરાય(૫-૬-૧૮૮૧,-): નવલકથાકાર,
અનુવાદક. જન્મ અમદાવાદમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં. મુંબઈની વિલ્સન કોલેજમાંથી અધૂરા અભ્યાસે પત્રકારત્વમાં. ૧૯૧૪-૧૯ દરમિયાન ‘હિન્દુસ્તાન' દૈનિક તથા સાપ્તાહિકના તંત્રી. પછીથી ‘ગુજરાતી’ના કાર્યાલયમાં મૅનેજર.
એમણે “સમ્રાટ જયોર્જ (૧૯૧૨), “ભૂજબળથી ભાગ્યપરીક્ષા (૧૯૧૫), ‘રીનક મહેલમાં રાજખટપટ’ (૧૯૧૯) અને ‘આજકાલ્યનાં નાટકો' (૧૯૩૦) જેવાં મૌલિક પુસ્તકો ઉપરાંત નવ
જમાને : અમૃત કે જહર' (૧૯૦૭), 'દિનાબાર્સ' (૧૯૧૩), ‘ભદ્રપુરની ભદ્રશ્યામા' (૧૯૧૬), ‘ભાગીરથીની ભૂય' (૧૯૨૫) તથા દસ લાખને દલ્લો' (૧૯૨૬) જેવાં રૂપાંતરિત પુસ્તકો પણ આપ્યાં છે.
૨.ર.દ. મહેતા રમણિકલાલ રતિલાલ, નકીર’, ‘બાલમૂર્તિ (૨-૩-૧૮૯૯ –): હાસ્યલેખક. મુનશીયુગના આ લેખકમાં હાસ્યની દૃષ્ટિ છે અને હાસ્યાનુકૂલ પ્રસંગે યોજવાની આવડત છે. જોકે, અતિશયોકિતમાંથી પ્રગટતું સ્થળ હાસ્ય વધુ છે અને બુદ્ધિપૂત સૂક્ષ્મ હાસ્ય એમની રચનાઓમાં નથી.
મહેતા રવજીભાઈ નાગજીભાઈ : ચરિત્રલક્ષી પદ્યકૃતિ “સંતોકબાઈ સંભ મહાભ્ય' (૧૯૧૪)ના કર્તા.
નિ.વા. મહેતા રવિશંકર વિઠ્ઠલજી, ‘સંજ' (૧૦-૧૦ ૧૯૦૪, ૨૦-૮-૧૯૮૮) : નિબંધકાર. જન્મ ગોંડલમાં. ત્યાંથી જ મંરિક. જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાંથી બી.એ. બાબુ પન્નાલાલ હાઈસ્કૂલ, મુંબઈમાં શિક્ષક. ૧૯૩૦માં સત્યાગ્રહમાં જોડાયા. પછી ‘હિંદુસ્તાન', 'પ્રજામિત્ર’, ‘સાંજ વર્તમાનમાં પત્રકાર અને તંત્રી. ૧૯૩૯થી ૧૯૪૬ સુધી જન્મભૂમિ'ના તંત્રી. ૧૯૫૧ થી ‘જનશકિત'ના તંત્રી. ૧૯૬૮માં નિવૃત્ત. ૧૯૬૯માં ગુજરાતી સાહિત્ય પરિષદના અમદાવાદ અધિવેશનમાં પત્રકાર વિભાગના પ્રમુખ. “સન-ડે એડવોકેટ' અંગ્રેજી સામાહિકના પણ એકવારના તંત્રી.
ગૃહજીવનની નાજુક કલા', ‘જીવનની કલા', વર્તમાનપત્ર કેવી રીતે તૈયાર થાય છે?” વગેરે એમનાં પુસ્તકો છે.
એ.ટી. મહેતા રશ્મિકાત પઘકાન્ત (૧૪-૫-૧૯૪૬) : વિવેચક. જન્મ વતન ભાવનગરમાં. એમ.એ., એમ.ફિલ. કોલેજમાં સંસ્કૃતના અધ્યાપક. ‘સંસ્કૃત સાહિત્યમાં કરુણરસ' (૧૯૮૩) એમને એમ.ફિલ.ની પદવી માટે તૈયાર થયેલો અભ્યાસનિબંધ છે.
મહેતા રમિન ગેવિંદલાલ, ‘દેવદૂત', 'રસિકચંદ્ર'(૨૧૯-૧૯૩૩) : ચરિત્રકાર, વાર્તાકાર, અનુવાદક. જન્મ અમદાવાદમાં. પ્રાથમિકમાધ્યમિક શિક્ષણ અમદાવાદમાં. બી.એ. સુધીનો અભ્યાસ. શરૂઆતમાં “સંદેશ' તેમ જ‘ગુજરાત સમાચાર'ના તંત્રી વિભાગમાં,
ત્યારબાદ ગુજરાત રાજયના માહિતીખાતામાં સંયુકત માહિતીનિયામક.
એમની પાસેથી ચરિત્રલક્ષી પુસ્તકો ‘ફૂલ અને ફેમ'- ભા. ૧થી ૩(૧૯૬૭) તથા કથાકૃતિ ‘મહાસાગરની મુસાફરી'- ભા. ૧-૨ (૧૯૬૪) મળ્યાં છે. “નફા: ભારતની ઈશાની સરહદ' (૧૯૬૩), ‘કચ્છને રણમેરો' (૧૯૬૦), નંદીની ખૂંધ' (૧૯૬૬), પારિજાત
૪૬૪: ગુજરાતી સાહિત્યકોશ -૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org