________________
મહેતા મીના-મહેતા યશોધર નર્મદાશંકર
કાચબો’ અને ‘મૂરખ માછલી' (૧૯૫૨) તથા “રૂપાં અને પરીઓ (૧૯૫૫)નાં કર્તા.
૨.ર.દ. મહેતા મીના : સામાજિક નવલકથાઓ ધાયલ', 'પહેલી પ્રીત', આઈ મિલન કી બેલા, ખામોશી', “અરમાન” વગેરેનાં કર્તા.
૨.ર.દ. મહેતા મુકુન્દરાય નિત્યારામ : જીવનચરિત્રકૃતિ વીર શિવાજી' (૧૯૨૦)ના કર્તા.
૨.ર.દ. મહેતા મૃદુલા પ્રવીણભાઈ (૨૫-૧૨-૧૯૩૪, ૧૧-૮-૧૯૮૭):
જીવનચરિત્રલેખક, પ્રવાસકથાલેખક. જન્મ નાઈરોબી (ઈસ્ટ આફ્રિકા, કેન્યા)માં. ૧૯૫૮માં લોકભારતીનાં સ્નાતક. ૧૯૭૫ માં એમ.એ. ઇતિહાસનાં અભ્યાસી. ઉત્તર બુનિયાદી વિદ્યાલય, ગુંદી અને ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા, મણારમાં શિક્ષિકા તથા આચાર્યા.
એમણે જીવનચરિત્ર “દેવદૂત : જયોર્જ વોશિગ્ટન કાર્વર' (૧૯૬૭), ‘બે પુણ્યશ્લોક પુરુષો (૧૯૮૬); પ્રવાસકથા યુરોપદર્શન' (૧૯૮૫) તથા એમને લખાયેલા મનુભાઈ પંચોલી, ‘દર્શક’ના પત્રોનું સંપાદન ‘ચતવિસ્તારની યાત્રા' (૧૯૮૭) આપ્યાં છે. આ ઉપરાંત ‘નવજાગરણ' (૧૯૬૩), 'રસેલના વાર્તાલાપ (૧૯૭૧), ‘આપણી લૂંટાતી ધરતી' (૧૯૭૬) અને હિંદુ ધર્મની વિકાસયાત્રા' (૧૯૮૦) જેવા અનુવાદો પણ એમણે આપ્યા છે.
૨.ર.દ. મહેતા મોતીલાલ નાથજી : ‘અભણ પતિ સ્ત્રી દુ:ખી નાટક’ (૧૮૬૭) તથા પદ્યકૃતિ “પ્રિયાવિરહ'ના કર્તા.
૨.ર.દ. મહેતા મોરારજી જયરામ: ‘શૂરવીર કલ્યાણદેવચરિત્ર' (૧૮૯૧)ના કર્તા.
૨૨.દ. મહેતા મેહનદાસ મકનદાસ : કથાત્મક કૃતિ 'મેઘદૂતસારના કર્તા.
૨.ર.દ. મહેતા મેહનલાલ ગંગાશંકર : પદ્યકૃતિ “ભારતમાતૃનાં યશોગાન યાને ભારતમાતૃના યશરાષ્ટ્ર છંદોના કર્તા.
ભૂમિકા પર મુખ્યત્વે કથાસાહિત્યને અખત્યાર કરનાર આ લેખકે જીવનવિચાર અને વિચારને લક્ષ્ય કર્યા છે; અને જીવનપ્રેરણાત્મક લગભગ પિસ્તાલીસ જેટલા અહિત્યગ્રંથો ને વીસ જેટલા રાજકારણાદિના ગ્રંથો આપ્યા છે.
એમની નવલકથાઓમાં ‘સંજીવની' (૧૯૩૬), પ્રાયશ્ચિત્તા'- ભા. ૧, ૨ (૧૯૩૬, ૧૯૩૭), ‘મંગલમૂતિ' (૧૯૩૮), ‘જાગતા રે'જા'પૂર્વાર્ધ, ઉત્તરાર્ધ (૧૯૩૯, ૧૯૪૮), વનવાસ' (૧૯૪૧), ‘ફૂટેલાં સુવર્ણપાત્રો' (૧૯૪૨), 'કન્યારત્ન'- ભા. ૧-૨ (૧૯૫૩)મુખ્ય છે.
અંતરની વાતો' (૧૯૩૫), ‘ઝાંઝવાનાં જળ' (૧૯૩૭), ‘અંતરની વ્યથા (૧૯૩૭), ‘અviડત' (૧૯૩૮), ત્રણ પગલાં' (૧૯૪૧), ‘વિદાય' (૧૯૪૪) વગેરે એમના વાર્તાસંગ્રહો છે. ઉપરાંત, સુભાષચન્દ્ર બોઝ પરનું પુરતક “ચાલે દિલ્હી' (૧૯૪૬), પૂજય બાપુ' (અન્ય સાથે, ૧૯૪૮) અને ‘ભિક્ષુ અખંડાનંદ' (અન્ય રાથે, ૧૯૪૭) જેવાં ચરિત્રલેખનો એમના નામ છે. ‘સુભાષનાં લેખો અને પ્રવચનો' (૧૯૪૬) એમનું સંપાદન છે.
.ટા. મહેતા યશવંત દેવશંકર (૧૯-૯-૧૯૩૮) : નવલકથાલેખક, બાળસાહિત્યકાર. જન્મ લીલાપુરમાં. ૧૯૫માં મૅટ્રિક. ૧૯૬૧માં અર્થશાસ્ત્ર-આંકડાશાસ્ત્ર વિષયો સાથે બી.એ. ગુજરાત સમાચાર'ના પ્રકાશન ‘શ્રી' સાપ્તાહિકના સહસંપાદક.
એમણે સામાજિક અને વૈજ્ઞાનિક નવલકથાઓ ઝુકે બાદલ' (૧૯૬૬), ‘તરસી ચાંદની' (૧૯૭૭), ‘ઝાંઝવાં (૧૯૭૧), 'કરાલ - કોટ’ (૧૯૭૬), ‘સનલવરણી વીજ (૧૯૭૬), “ચથી દીવાલ (૧૯૭૬), ‘એક મીન મૃગજળ' (૧૯૭૭), ‘માહિતા' (૧૯૭૮), ‘હલી' (૧૯૭૮), ‘પાશ' (૧૯૭૮), ‘સપનાંની જાળ' (૧૯૮૦), કરુણા' (૧૯૮૦), ‘તથાપિ' (૧૯૮૨) અને ‘અગનઝાળ' (૧૯૮૩) આપી છે. આ ઉપરાંત “નિશા નિમંત્રણ' (૧૯૭૮), ‘વત રાતના શ્યામ પડછાયા' (૧૯૭૯), 'કોહિનૂર' (૧૯૮૦), ‘લપા' (૧૯૮૧), શ્યામા' (૧૯૮૧), “ચિર તૃષા' (૧૯૮૨), ‘ગાંધારી' (૧૯૮૨) વગેરે એમની આધારિત કે અનૂદિત નવલકથાઓ છે.
બાળકો માટે સાહસકથાઓ, શૈક્ષણિક બાળસાહિત્યની નવક કૃતિઓ, ભૂગોળ અને વિજ્ઞાન વિશે માહિતી આપતી પુસ્તિકાઓ તથા કેટલાંક અન્ય પ્રકીર્ણ પુસ્તકો પણ એમણે આપ્યાં છે.
પા.માં. મહેતા યશોધર નર્મદાશંકર (૨૪-૮-૧૯૦૯, ૨૯ ૬-૧૯૮૯) : નાટ્યકાર, નવલકથાકાર, નિબંધકાર. જન્મ વતન અમદાવાદમાં. ૧૯૩૨માં ગુજરાત કોલેજ, અમદાવાદમાંથી ઇતિહાસ-અર્થશાસ્ત્ર વિષય સાથે બી.એ. ૧૯૪૦માં લંડનથી બાર-એટ-લૈં. વ્યવસાયે વકીલ. ભારત સરકાર અને ગુજરાત સરકારના વિભિન્ન કાયદા કમિશનના સભ્ય અને અધ્યક્ષ. ૧૯૪૬માં કુમારચંદ્રક પ્રાપ્ત. હૃદયરોગથી અમદાવાદમાં અવસાન.
રણછોડલાલ અને બીજા નાટકો' (૧૯૪૭)માંનાં, ઐતિહાસિક વ્યકિતઓ પરથી રચાયેલાં પાંચ ચરિત્રલક્ષી રેડિયોનાટકો પૈકીનું લેખકનું જાણીતું થયેલું પહેલું નાટક ‘રણછોડલાલ’ અમદાવાદને
મહેતા મોહનલાલ તુલસીદાસ, 'શ્રી', 'સોપાન (૧૪-૧-૧૯૧૦, ૨૩-૪-૧૯૮૬) : જન્મ મોરબી તાલુકાના ચકમપરમાં. બાળપણ કરાંચીમાં. અંગ્રેજી બે ધોરણના અભ્યાસ બાદ ૧૯૨૧માં શાળા છોડી. શાળા અને કોલેજના વ્યવસ્થિત શિક્ષણના અભાવમાં જાતે સખત પરિશ્રમથી અભ્યાસ. શરૂમાં જુદી જુદી વેપારી પેઢીઓમાં કામ કર્યા પછી પત્રકાર ક્ષેત્રે ઝંપલાવી, 'પ્રવાસી', 'નૂતન ગુજરાત', ‘જન્મભૂમિ' દૈનિકોના તેમ જ “ઊર્મિનવરચના', “જીવનમાધુરી', અખંડઆનંદ', “અભિનવભારતી’ વગેરે માસિકોના તંત્રી.મુંબઈમાં અવસાન. પત્રકારત્વની ગરિમા સાથે અનુભવનિક અને ભાવનાનિષ્ઠ
૪૬૨: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org