SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ મદરેક–મહાપ્રસ્થાન મહંત રતનદાસજી સેવાદાસજી : જીવનચરિત્ર ‘સત્ય શ્રી કબીર દિગ્વિજય'-ભા. ૧ (૧૯૩૭)ના કર્તા. મહંત રાજેન્દ્ર: પદ્યકૃતિઓ “તુલજાનામ-સંકીર્તન' (૧૯૮૦) તથા શ્રી દેવીરક્ષાકવચ' (૧૯૮૦)ના કર્તા. ભાષાંતરે આપ્યાં છે. ભાષાંતર માટે એમણે પસંદ કરેલી સામગ્રીમાં પણ જીવનલક્ષી દૃષ્ટિનો પરિચય થાય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા’ને એમણે આપેલ સમશ્લોકી અનુવાદ “ગીતાધ્વનિ' (૧૯૨૩) મૂળને વફાદાર અને સરળ તથા લોકભોગ્ય છે. કા.આ. મશરેક : જુઓ, ઈરાની સોહરાબ શહેરિયાર. મશાલચી : જુઓ, મહેતા બળવંતરાય ગોપાળજી. મસાની મનીજેહ, ‘મામા': બચપણને બહાર' (૧૯૦૬)ના કર્તા. મૃ.મા. મસાની રૂસ્તમજી પેસ્તનજી, ‘દિલફરોઝ' (૨૩-૯-૧૮૭૬, નવે. ૧૯૬૬): જન્મ મુંબઈમાં. ૧ હાઈસ્કૂલ અને ઍલિફન્સ્ટન કૅલેજમાં કેળવણી. અંગ્રેજી-પશિયન વિષયોને સ્નાતક તથા અનુ સ્નાતક કક્ષાનો અભ્યાસ. ૧૮૯૭-૯૮માં ઍલિફન્સ્ટન કૉલેજમાં ફેલે. ૧૮૯૭માં “ગપસપ’ના અધિપતિ. ૧૮૯૯માં કયસરે હિંદ'- ના અંગ્રેજી વિભાગના તંત્રી, પછી ‘ઇન્ડિયન સ્પેકટેટર’ના તંત્રી. ૧૯૨૨માં મુંબઈના પહેલા હિંદી મ્યુનિસિપલ કમિશનર, ૧૯૩૯ -થી ૧૯૪૨ સુધી મુંબઈ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર. ‘બાઘલું, ‘ચન્દ્રચળ' (૧૯૦૨), ‘એબિસિનિયાનો હબસી', ‘રઝિયા બેગમ’, ‘ભાઈની ભરથાર’ વગેરે એમના ગ્રંથ છે. એમણે ફેકલેર વ વેલ્સ ઉપરાંત દશેક જેટલાં અંગ્રેજી પુસ્તકો પણ લખ્યાં છે. ચંટો. મસ્ત કવિ: જુઓ, ત્રિવેદી ત્રિભુવન પ્રેમશંકર. મસ્તફકીર : જુઓ, ભટ્ટ હરિપ્રસાદ ગૌરીશંકર, મસ્ત મંગેરા : જુઓ, મંગેરા અબ્દુલ ઈબ્રાહિમ. મતવઝીર: નવલકથા ‘રેસના રંગ' (૧૯૩૦) તેમ જ ‘ચિત્રપટ' સાપ્તાહિકમાં પ્રસિદ્ધ થયેલી વાર્તાઓનો સંગ્રહ ‘પરદેશની પ્રેમકથાઓ' (૧૯૩૩)ના કર્તા. ૨.ર.દ. મસ્તહબીબ સારોદી: જુઓ, પટેલ હસનભાઈ મુસાભાઈ. મહમ્મદ ઉમર, કોકિલ’ – ૩૦-૩-૧૯૬૬): ‘ગુજરાતી ભાષાનું ઐતિહાસિક ભંડોળ' (૧૯૩૮), ‘પૂર્વના મહાન પુરાવિદ ડે. ભગવાનલાલ ઇન્દ્રજી' (૧૯૪૦), ‘ઝપહપહલ વાલી હબી મુઝફફર વાઝા અલી વા ગુજરાતનો ઇતિહાસ' (૧૯૪૦) અને પારસી હસ્તલિખિત ગ્રંથોની નામાવલિ' (૧૯૫૦)ના કર્તા. કૌ.બ્ર. મહમ્મદઅલી મુરાદઅલી: બોધક પ્રસંગકથાઓના સંગ્રહો 'ક્રોધ” (૧૯૫૨), ‘અભિમાન' (૧૯૫૨) તથા “સબૂરી ધીરજ (૧૯૫૪) ના ૨..દ. મહંત મેરારદાસ પુરુષોત્તમ: ‘શ્રી રતનદાસજી ઉર્ફે બાવાસાહેબનું જીવનચરિત્ર'-ભા. ૧(૧૯૧૬)ના કર્તા. ૨.૨.દ. મહાજન મંડળ - પ્રથમ દર્શન : ખંડ ૧-૨ (૧૮૯૬) : મગનલાલ નરોત્તમદાસ પટેલ દ્વારા સંપાદિત આ પુસ્તકનાં ૧,૪૧૭ પૃષ્ઠોમાં વિવિધ ક્ષેત્રના મહાપુરુષોનાં ચરિત્રો અપાયાં છે. એમાં નૃપતિઓ, મહધિઓ, ધર્મપ્રવર્તકો, મહાપંડિતો, ભકતો અને કવિઓ, નામાંકિત સાક્ષરો, મહાસતીઓ, ઋષિપત્નીઓ, વીરાંગનાઓ તેમ જ વિદેશી મહાજનોને પણ આવરી લેવાયાં છે. ચં.ટો. મહાજનને ખેરડે : ચુનીલાલ મડિયાનું એકાંકી. વેવાઈને જ બીજી પર ત્રીજી તરીકે દીકરી પરણાવી, મોટે ઘેર દીકરી દીધાનો ધન્યતા અનુભવતા સોની દુર્લભનું અજ્ઞાન આ નાટકના કેન્દ્રમાં છે. એ.ટી. મહાદેવભાઈની ડાયરી-પુસ્તક ૧થી ૧૫ : મહાદેવભાઈ દેસાઈ લિખિત ૧૯૧૭થી ૧૯૪૨ પર્વતની રોજનીશી. આ ડાયરીમાં લખનારની આત્મકથા નહીં, પરંતુ મહાન ચરિત્રનાયક ગાંધીજી અંગેની વિપુલ કાચી સામગ્રી સહિતની જીવનકથા પડેલી છે. ગાંધીજી સાથેના સેવાકાળ દરમિયાન, જાતને ભૂંસી નાખી, નમ્રતાપૂર્વક એમણે ગાંધીજીના પત્રવ્યવહારની, એમનાં ભાષણોની, અગત્યની વ્યકિતઓ સાથે થયેલી મુલાકાતની, સંભાષણોની, વર્તમાન ઘટનાઓની તેમ જ વિવિધ વિષયો પરના એમના પ્રગટ થયેલા વિચાર-ઉચ્ચારોની ઝીણવટપૂર્વક જે નોંધ રાખેલી છે તેમાં ગાંધીજીની જીવનકળા તે છતી થાય જ છે, એ સાથે તેમાં લેખકનું સમપિત વ્યકિતત્વ અને ગાંધીજી પ્રત્યેને અનહદ ભકિતભાવ પણ છતે થાય છે. ડાયરીનું લેખન ઉચ્ચ પ્રકારની સાહિત્યરુચિને પ્રગટ કરનારું છે. ઉપરાંત કયાંક વાંચેલાં પુસ્તકોનાં આકર્ષક વિવેચન અને સારગ્રહણ, તે કયાંક વ્યકિતઓનાં ઉત્તમ રેખાચિત્રો પણ સાંપડે છે. સ્વલ્પ ગુજરાતી ડાયરીસાહિત્યમાં આ ગ્રંથ અત્યંત મૂલ્યવાન છે. ચ.ટા. મહાપ્રસ્થાન (૧૯૬૫) : પદ્યનાટકની દિશામાં અભિનવ પ્રસ્થાન કરતી ઉમાશંકર જોશીની સાત કૃતિઓને સંગ્રહ. તેમાંની પ્રથમ ચાર પદ્યનાટિકાઓ ‘મહાપ્રસ્થાન”, “યુધિષ્ઠિર’, ‘અર્જુન-ઉર્વશી” અને કચ’નું વિષયવસ્તુ મહાભારતમાંથી; “મંથરા” અને “ભરતીનું વિષયવસ્તુ રામાયણમાંથી તથા ‘નિમંત્રણ”નું વિષયવસ્તુ ભગવાન બુદ્ધના જીવનમાંથી લીધેલું છે. આ રીતે “પ્રાચીના'નાં પદ્યરૂપકોથી આગળ વધતાં આ પદ્યનાટકોમાં પૌરાણિક પાત્ર-પ્રસંગો અને તેમના દ્વારા ધ્વનિત થતા રહસ્યની કાવ્યમય અભિવ્યકિત સાથે કવિની નાટયશકિતને વિષ્ટિ ઉમેષ પ્રગટે છે. નાટકના વ્યાવર્તક કર્તા. ૪૪૪: ગુજરાતી સાહિત્યકોશ-૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy