________________
ભટ્ટ વિનોદરાય હ. – ભટ્ટ શરદેન્દુ શાતિલાલ
હાસ્યને એનાં વિવિધ પાસાંઓ સાથે વર્ણવતા એમના વિવેચનગ્રંથ છે.
શ્લીલ-અશ્લીલ' (૧૯૬૭), હાસ્યાયન' (૧૯૭૮) જેવાં સંપાદ ઉપરાંત એમણે ૧૯૮૧-૮૩ દરમિયાન જ્યોતીન્દ્ર દવે, મધુસૂદન પારેખ, ચિનુભાઈ પટવા, તારક મહેતા, ધનસુખલાલ મહેતા અને વિનોદ ભટ્ટની કોષ્ઠ હાસ્યરચનાઓને અલગ અલગ ગ્રંથમાં સંપાદિત કરી છે. એમણે 'હાસ્યમાધુરી' નામે બંગાળી, ઉર્દૂ, મરાઠી, ગુજરાતી અને હિંદી હાસ્યરચનાઓને પણ જુદા જુદા ગ્રંથમાં સંપાદિત કરી છે. “બૈતાલપચ્ચીસી' (૧૯૮૭) એમની હાસ્યરચનાઓના હિંદી અનુવાદનો ગ્રંથ છે.
ચ.ટી. ભટ્ટ વિનોદરાય હે, ‘આનંદેશ’: ‘પ્રદક્ષિણા' (૧૯૩૭), ‘અભિષેક (૧૯૩૮), ધૂપદાની' (૧૯૩૮), “મેઘધનુષ' (૧૯૪૧), “એને પરણવું નહોતું' (૧૯૪૨) વગેરે વાર્તાસંગ્રહોના કર્તા.
મૃ.મા. ભટ્ટ વિભૂતિ વિકમ (૧૫-૯-૧૯૩૮) : સંશોધક. જન્મ વડોદરામાં. એમ.એ., પીએચડી. ભે.જે.વિદ્યાભવન, અમદાવાદમાં અધ્યાપિકા. ‘ગુજરેશ્વર પુરોહિત કવિ સંમેશ્વર : જીવન અને કવન (૧૯૮૧). અને ‘સેમેશ્વર વિરચિત સુરથોત્સવ - એક અનુશીલન' (૧૯૮૩) એમના સંશોધનગ્રંથ છે.
મૃ.મા. ભટ્ટ વિશ્વનાથ મગનલાલ (૨૦-૩-૧૮૯૮, ૨૭-૧૧-૧૯૬૮) : વિવેચક. જન્મ વતન ભાવનગર જિલ્લાના ઉમરાળામાં. ૧૯૧૬ માં મૅટ્રિક. ૧૯૨૦માં સંસ્કૃત-અંગ્રેજી વિષયો સાથે ભાવનગરની શામળદાસ કોલેજમાંથી બી.એ. ૧૯૨૦-૨૬ દરમિયાન ઉમરેઠ, અમદાવાદ, ભરૂચ આદિની શાળાઓમાં શિક્ષક. ૧૯૨૮-૨૯માં ગૂજરાત વિદ્યાપીઠમાં જોડણીકોશની કામગીરીમાં જોડાયા. ૧૯૨૯૩૦માં ગોંડલ “ભગવદ્ગોમંડળ’ની કામગીરીમાં સામેલ. ૧૯૩૦૩૯ દરમિયાન જુદી જુદી શાળાઓમાં શિક્ષક. ૧૯૪૪-૪૫માં અમદાવાદની એસ.એલ.યુ. કોલેજ ફોર વિમેનમાં અને ૧૯૪૭૪૮માં એલ. ડી. આર્ટ્સ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૩૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક.
સાહિત્યસમીક્ષા' (૧૯૩૭), ‘વિવેચનમુકુર' (૧૯૩૯), 'નિકયરેખા' (૧૯૪૫), પૂજા અને પરીક્ષા' (૧૯૬૨) એ વિવેચનસંગ્રહોમાંના ‘વિવેચનને આદર્શ’, ‘વિવેચનની અગત્ય’, ‘વિવેચકની સર્જકતા, ‘વિવેચનની પવિત્રતા” વગેરે લેખ દ્વારા ગાંધીયુગના આ અગ્રણી વિવેચકે વિવેચનપ્રવૃત્તિનું વિશ્લેષણ કરી સાહિત્યજગતમાં તેનું મૂલ્ય સમજાવવા નોંધપાત્ર પુરુષાર્થ કર્યો છે. વિવેચકને સાહિત્યકૃતિ સાથે પહેલે મુકાબલો સૌદર્યલક્ષી હોય છે એ ખ્યાલને આગળ વિસ્તાર, વિવેચક પણ સર્જક છે એવા ખ્યાલને, એમના સમયના કે પછીના બધાએ ન સ્વીકાર્યો તે પણ અભિનિવેશપૂર્વક એમણે આગળ કર્યો. ‘સૌષ્ઠવપ્રિય અને કૌતુકપ્રિય, શીલ અને સાહિત્ય' વગેરે એમના સિદ્ધાંતચર્ચાના લેખે છે. દલપતરામ, નર્મદ, રમણલાલ દેસાઈ, ઝવેરચંદ મેઘાણીની સર્જન
પ્રવૃત્તિની ચર્ચા કરતા સુદી લેખે તેમ 'પંડિતયુગનું મહાકાવ્ય', ‘રસતરંગિણી', ‘નર્મદનું કાવ્યમંદિરઇત્યાદિ લેખે કાર અનુક્રમે ગોવર્ધનરામ, બોટાદકર, નર્મદ ઇત્યાદિના સર્જનવિશેષની તપાસ કરતા લેખે એમની સર્વાશ્લેષી વિવેચનપદ્ધતિના નિદર્શક છે. પ્રસ્તાર, ઊંડાણની ઊણપ, વિચારનું ઘેરું નિરૂપણ જેવી મર્યાદા એમના વિવેચનમાં અનુભવાય છે, તોપણ સર્વગાહિતા, નિર્ભકતા અને સાહિત્યનિષ્ઠા જેવી ગુણસિદ્ધિ એમના વિવેચનનો વિશેષ છે.
સાહિત્યનો સ્વાધ્યાય’- પૂર્વાર્ધ (૧૯૬૩) એ હડસનના અંગ્રેજી ગ્રંથ “ઇન્દ્રોડકશન ટુ ધ સ્ટડી ઑવ લિટરેચરને આધારે રચાયેલ સાહિત્યસિદ્ધાંતોની સમજૂતી આપતા ગ્રંથ છે. ગ્રંથનો ઉત્તરાર્ધ પ્રગટ થવાના બાકી છે.
એમણે ‘વીર નર્મદ' (૧૯૩૩) જીવનચરિત્રમાં નર્મદના જીવનવીરયોદ્ધો, ઉત્સાહી આત્મરાગી સર્જક, વિલક્ષણ વિચારક અને સુધારક ઇત્યાદિ વ્યકિતત્વરંગોને તત્કાલીન યુગની પાબૂમાં ઉપસાવ્યા છે.
‘ગદ્યનવનીત' (૧૯૨૬), 'પરિભાષિક શબ્દકોશ (૧૯૬૦), ‘નર્મદનું મંદિર -પદ્યવિભાગ' (૧૯૩૫), ‘નર્મદનું મંદિર - ગદ્યવિભાગ' (૧૯૩૮) તથા ‘નિબંધમાળા' (૧૯૪૦) એમના સંનિષ્ઠ સંપાદનગ્રંથ છે.
આવું કેમ સૂઝયું.” (૧૯૨૮), 'કથાવલિ'- ભા. ૧, ૨ (૧૯૩૨, ૧૯૩૫), ‘નવો અવતાર'-ભા. ૧, ૨, ૩ (૧૯૩૨, ૧૯૩૩, ૧૯૩૪), લગ્નસુખ' (૧૯૩૬) ઇત્યાદિ તાસ્તાની વાર્તાઓનવલકથાઓના અનુવાદો છે.
એમનું ઘણું વિવેચનલખાણ અદ્યાપિ અથરથ છે.
ભટ્ટ વિશ્વનાથ માધવજી : ‘કૃપણચરિત્ર' (૧૯૬૬)ના કર્તા.
મૃ.મા. ભટ્ટ વિષણુપ્રસાદ મણિલાલ (૨૪-૭-૧૯૩૮) : વાર્તાકાર, જન્મ
સ્થળ જાગુના મુવાડા. ૧૯૫૨ માં બી.એ. ૧૯૬૮માં એમ.એ. ૧૯૭૩માં એમ.ઍડ. એ. જી. ટીસર્ચ કોલેજ, અમદાવાદમાં અધ્યાપક. ‘મહીસાગર' (૧૯૮૩) એમને વાર્તાસંગ્રહ છે.
એ.ટો. ભટ્ટ વીરભદ્ર ભગવાનજી : ગદ્યપદ્યકૃતિ “સુરેખાહરણ'ના કર્તા.
મૃ.મા. ભટ્ટ વેણીશંકર ગે. : જીવનચરિત્ર “યોગીની મૈયા' (૧૯૩૧)ના કર્તા.
મૃ.મા. ભટ્ટ વૈદ્યનાથ મોતીરામજી : સંસ્કૃત ભાષાનું પ્રાથમિક જ્ઞાન આપતી. કૃતિ ‘સારસ્વત વ્યાકરણ' (૧૮૯૯)ના કર્તા.
મૃ.મા.
ભટ્ટ શરદેન્દુ શાંતિલાલ, 'નીર” (૩-૭-૧૯૪૨) : કવિ. જન્મસ્થળ ઉમરેઠ. બી.એ., એલએલ.બી. વકીલાતને વ્યવસાય. ‘પંચમ' (૧૯૮૨) એમના કાવ્યસંચય છે.
એ.ટો.
૪૨૪: ગુજરાતી સાહિત્યકોશ -૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org